scorecardresearch
Premium

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023: કોંગ્રેસે વાજયેપી સરકારમાં મંત્રી રહેલા જસવંત સિંહના પુત્રને ટિકિટ આપી

Rajasthan Congress candidates List : કોંગ્રેસ પાર્ટીએ આગામી રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી, પાર્ટી દ્વારા કુલ 151 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા

Manvendra Singh | Rajasthan Assembly Election 2023
જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહને કોંગ્રેસ પાર્ટીએ બાડમેરની સિવાના વિધાનસભા સીટ પરથી ટિકિટ આપી (ફાઇલ ફોટો)

Rajasthan Assembly Election 2023 : કોંગ્રેસ પાર્ટીએ આગામી રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહેલા જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. માનવેન્દ્ર સિંહને કોંગ્રેસ પાર્ટીએ બાડમેરની સિવાના વિધાનસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. ગત વખતે વસુંધરા રાજે સામે કોંગ્રેસે તેમને મેદાનમાં ઉતાર્યા હતા. 2018ની વિધાનસભાની ચૂંટણી પહેલા માનવેન્દ્ર સિંહ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. વસુંધરા રાજેએ ઝાલરાપાટન માનવેન્દ્ર સિંહને લગભગ 35,000 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

કોંગ્રેસની ચોથી યાદીમાં કોનો-કોનો સમાવેશ?

કોંગ્રેસે જાહેર કરેલી ચોથી યાદીમાં રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભને ઉદયપુર વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં મનોહર થાનાથી નેમી ચંદ મીણા, ખાનપુરથી સુરેશ ગુર્જર, ડાંગથી છેત્રપાલ ગેહલોત, સંગોદથી ભાનુ પ્રતાપ સિંહ, ગઢીથી શંકર લાલ, સંગવાડાથી કૈલાશ કુમાર ભીલ, જાલૌરથી રમીલા મેઘવાલ, રાજસામંદથી નારાયણ સિંહ ભાટી, મકરાણાથી ઝાકિર હુસૈન, પાલીથી ભીમરાજ ભાટી, ચુરુથી રફીક મંડેલિયા અને તિજારાથી ઇમરાન ખાનને ટિકિટ આપવામાં આવી છે.

આ પણ વાંચો – રાજસ્થાનમાં ભાજપના આ 5 મોટા ચહેરા, કેટલાકને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી

કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 151 ઉમેદવારોની જાહેરાત કરી

આ પહેલા કોંગ્રેસે છેલ્લી ત્રણ યાદી દ્વારા રાજસ્થાન માટે 95 ઉમેદવારોની જાહેરાત કરી હતી. આ ચોથી યાદી સાથે અત્યાર સુધીમાં પાર્ટી દ્વારા કુલ 151 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. 200 સભ્યોની વિધાનસભાની ચૂંટણી 25 નવેમ્બરે યોજાશે અને મતગણતરી 3 ડિસેમ્બરે થશે.

Web Title: Rajasthan assembly election 2023 congress fields jaswant singh son manvendra singh ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×