scorecardresearch
Premium

Budget 2024 : બજેટ 2024માં રેલવે માટે રેકોર્ડ ફાળવણી, જાણો ટ્રેન મુસાફરોને બજેટમાં શું મળ્યું?

Railway Budget 2024: બજેટ 2024 માં નિર્મલા સીતારામન રેલવે માટે સતત બીજા વખત રેકોર્ડ ફાળવણી કરી છે. આ સાથે વંદે ભારત ટ્રેન અને ત્રણ નવા મોટા રેલ કોરિડોર અંગે જાહેરાત કરી છે. જાણો ટ્રેન મુસાફરો માટે બજેટમાં શું છે ખાસ

Interim Budget 2024 | Nirmala Sitharaman | Railway Budget 2024
Railway Budget 2024 : નાણાં મંત્રી નિર્મલા સીતારામને બજેટ 2024માં રેલવે માટે રેકોર્ડ ફાળવણી કરી છે.

Interim Budget 2024: બજેટ 2024 માં નિર્મલા સીતારામન રેલવે માટે સતત બીજા વખત રેકોર્ડ ફાળવણી કરી છે. આ સાથે વંદે ભારત ટ્રેન અને ત્રણ નવા મોટા રેલ કોરિડોર અંગે જાહેરાત કરી છે. જાણો ટ્રેન મુસાફરો માટે બજેટમાં શું છે ખાસ

બજેટ 2024માં નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા રેલવ માટે કેટલીક ખાસ ઘોષણા કરવામાં આવી છે. સરકાર હાલ રેલ યાત્રાની સુવિધાઓ સુધારવા પર ધ્યાન આપી રહી છે. સતત બીજી વખત બજેટમાં રેલવે મંત્રાલય માટે રેકોર્ડ ફાળવણી કરવામાં આવી છે. સરકારનું ધ્યાન હાલ સૌથી વધુ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઉપર છે. બજેટ 2024માં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લઇ અમુક ઘોષણા કરવામાં આવી છે.

Budget 2024 Nirmala Sitharaman Photos Images
Budget 2024 Nirmala Sitharaman :વચગાળાનું બજેટ 2024 (Express Photo by Tashi Tobgya)

નાણા મંત્રી નિર્મલા સીતારામને વચગાળાના બજેટ 2024માં કહ્યું છે કે લગભગ 40,000 જનરલ કોચને સ્ટાન્ડર્ડ વંદે ભારત કોચમાં રૂપાંતરિત કરવામાં આવશે. સરળ શબ્દોમાં કહીયે તો, જે ટ્રેનો હાલમાં જૂની બોગીનો ઉપયોગ કરી રહી છે. તેમની જગ્યાએ વંદે ભારત ટ્રેન માટે ઉપયોગમાં લેવાતી બોગીઓનો ઉપયોગ કરવામાં આવશે.

Budget 2024: વંદે ભારત ટ્રેનમાં સ્લીપર બેડ સુવિધા મળશે

બજેટ 2024માં વંદે ભારત ટ્રેનને લઇ ઘોષણા કરવામાં આવી છે. હાલમાં વંદે ભારતમાં માત્ર ચેરકાર ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. સ્લીપર બોગી સાથે વંદે ભારત ટ્રેન ચાલુ વર્ષે શરૂ થવાની અપેક્ષા છે. હાલમાં દેશમાં 44 વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. સરકારનું ધ્યાન સારી સુવિધાઓ સાથેની બોગીનો ઉપયોગ કરવા અને પેસેન્જર ટ્રેનોની સ્પીડ વધારવા પર છે.

vande bharat express trains | orange vande bharat express trains | vande bharat express trains orange colour | 0 vande bharat express trains | indian Railway | vande bharat express trains facility
ભારતીય રેલવે એ તેની પ્રથમ કેસરી રંગની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કાસરગોડથી તિરુવનંતપુરમ સુધી શરૂ કરી છે. (@VivekSi85847001)

Budget 2024 Updates: રેલવે બજેટ 2024 : ત્રણ નવા મોટા રેલ કોરિડોરની ઘોષણા

બજેટ 2024માં નાણા મંત્રી નિર્મલા સીતારામને ત્રણ નવા મોટા રેલ કોરિડોરની જાહેરાત કરી છે. જેમાં પોર્ટ કનેક્ટિવિટી, એનર્જી, મિનરલ અને સિમેન્ટ કોરિડોરનો સમાવેશ થશે. ઉપરાંત હાઈ ડેન્સિટી કોરિડોર પણ હશે, જેનો હેતુ માલસામાનના ઝડપી ટ્રાન્સપોર્ટને સપોર્ટ આપવાનો છે. તેનાથી દેશના આર્થિક વિકાસને વેગ મળશે.

નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, પીએમ ગતિ શક્તિ હેઠળ રેલવે કોરિડોર કાર્યક્રમની ઓળખ કરવામાં આવી છે. તેનાથી લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારશે અને ખર્ચમાં ઘટાડો થશે.

આ પણ વાંચો | બજેટ 2024 : 25000 સુધીનો બાકી ટેક્સ માફ થશે, 1 કરોડ કરદાતાઓને ફાયદો

Budget 2024 News: બજેટ 2024માં રેલવે માટે રેકોર્ડ 2.55 લાખ કરોડની ફાવળણી

સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન વધાર્યું છે. સરકારે દેશમાં લગભગ 400 વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રી સતત બીજી વખતે રેલવે માટે બજેટમાં રેકોર્ડ ફાળવણી કરી છે. બજેટ 2024-25માં રેલવે માટે 2.55 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો ગત વર્ષના બજેટમાં રેલવે માટે 2.4 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતા.

Web Title: Railway budget 2024 allocation nirmala sitharaman vande bharat train passenger as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×