Bharat Jodo Yatra : કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની જલ્દી શરૂઆત કરવાના છે. આ વખતે રાહુલ ગાંધી યાત્રાની શરૂઆત ગુજરાતથી કરશે. કોંગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્રના પ્રમુખ નાના પટોલે દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે કોંગ્રેસની ભારત જોડો યાત્રા આ વખતે ગુજરાતથી મેઘાલય વચ્ચે આયોજીત કરવામાં આવશે.
નાના પટોલેએ કહ્યું કે જ્યારે ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો ગુજરાતથી પૂર્વોત્તરના રાજ્યો માટે શરુ થશે તે જ સમયે મહારાષ્ટ્રમાં પણ સ્થાનીય નેતા પદયાત્રા કાઢશે. મહારાષ્ટ્રમાં યાત્રા પ્રદેશના બધા વિસ્તારને કવર કરશે. જોકે તેમણે તારીખની જાણકારી આપી નથી. કેન્દ્રીય નેતૃત્વએ અમને કાર્યક્રમ આપ્યો છે. ભારત જોડો યાત્રાના સમયે અમે મહારાષ્ટ્રમાં પદયાત્રા કરીશું. હું પૂર્વી વિદર્ભમાં પદયાત્રા કરીશ. પશ્ચિમ વિદર્ભમાં વિપક્ષના નેતા વિજય વેડેટ્ટીવાર, ઉત્તર મહારાષ્ટ્રમાં બાલા સાહેબ થોરાટ, મરાઠવાડામાં અશોક ચવ્હાણ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં પૃથ્વીરાજ ચવ્હાણ યાત્રાનું નેતૃત્વ કરશે. મુંબઈમાં વર્ષા ગાયકવાડ અને કોંકણમાં બધા નેતા જશે.
આગામી મહિને થઇ શકે છે શરૂઆત
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી જાણકારી આપવામાં આવી છે કે રાહુલ ગાંધીની પદયાત્રાનો બીજો તબક્કો સપ્ટેમ્બર મહિનામાં શરુ થઇ શકે છે. યાત્રાના પ્રથમ તબક્કામાં કોંગ્રેસનો ઉદ્દેશ્ય જમીની સ્તરના લોકો સાથે જોડાવવું, તેમની ચિંતાને સમજવું અને 2024ની લોકસભા ચૂંટણી માટે સમર્થન ભેગું કરવાનો હતો. યાત્રાના પ્રથમ તબક્કા દરમિયાન રાહુલ ગાંધીએ 150 દિવસોથી વધારે સમય સુધી 14 રાજ્યોની પગપાળા યાત્રા કરી હતી.
રાહુલ ગાંધીને દિલ્હીમાં ફરી બંગલો ફાળવવામાં આવ્યો
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા પાછી મળ્યા પછી હવે તેમને બીજા ગુડ ન્યૂઝ મળ્યા છે. રાહુલ ગાંધીને સંસદની હાઉસિંગ કમિટીએ ફરીથી બંગલો એલોટ કરી દીધો છે. રાહુલ ગાંધીને ફરીથી 12 તુગલક લેન બંગલો આપવામાં આવ્યો હતો. બંગલો મળ્યા પછી રાહુલ ગાંધીનીની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે આખું હિન્દુસ્તાન મારું ઘર છે.