તમિલનાડુના કન્યાકુમારીથી પ્રારંભ થયેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રાએ હવે કર્ણાટકના વિવિધ શહેરોની મુલાકાત લઇ આગળ તરફ પ્રયાણ કર્યું છે. આ દરમિયાન રાહુલ ગાંઘી મૈસૂર પહોંચ્યાં હતા. જ્યાં તેઓ સભાને સંબોધે તે પહેલાં વરસાદે આગમન કરી દીધું હતું. જોકે રાહુલ ગાંધીએ વરસાદ રહેવાની વાટ ન જોઇ વરસાદમાં ભીંજાઇને ભાષણ ચાલુ રાખ્યું હતું.
કોઇનામાં ભારત જોડો યાત્રાને રોકવાની તાકાત નહીં: રાહુલ ગાંધી
જ્યારે રાહુલ ગાંઘીએ કહ્યું કે, ચાહે ગમે તે થાય ભારત જોડો યાત્રાને કોઇ રોકી શકશે નહીં. આ યાત્રાનો હેતુ BJP-RSSએ ફેલાવેલી નફરત અને હિંસાની ચિંગારીને જડમૂળમાંથી ઉખાડી ફેંકવાનો છે. રાહુલ ગાંઘીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેના પર લોકો જબરદસ્ત પ્રતિક્રિયાનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ત્યારે બોલીવૂડ અભિનેત્રી સ્વરા ભારસ્કર પણ રિએક્શન આપ્યા વિના ન રહી શકી.
સ્વરા ભાસ્કરની આ તસવીર પર પ્રતિક્રિયા
અભિનેત્રી સ્વરા ભાસ્કરે શાયરીના અંદાજમાં વરસાદમાં ભીંજાયેલ રાહુલ ગાંધીની એક તસવીર શેયર કરી છે. તસવીર શેર કરી સ્વરા ભાસ્કરે લખ્યું છે કે, શાનદાર તસવીર ફોટોગ્રાફર કોણ છે? આ સાથે સ્વરાએ એક શાયરી પણ લખી છે કે સદિઓ રહા હૈ દુશ્મન દૌર એ જમા હમારા, કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી. આપકા ઉદેશ્ય પૂરા હો.
રાહુલ ગાંધીનો વીડિયો શેર કર્યો
ફિલ્મમેકર વિનોદ કાપડીએ પણ રાહુલ ગાંધીનો વીડિયો શેર કરી લખ્યું છે કે, રાહુલનો વરસાદમાં ભીંજાયેલો વીડિયો વાયરલ થયો છે. જેના પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે કે, આ વીડિયોમાં એક કહાણી એ તો છે જ કે ચાલુ વરસાદે રાહુલ ગાંધી સભાને સંબોઘી રહ્યાં છે. પરંતુ મોટી અને મહત્વની વાત એ છે કે, હજારોની સંખ્યામાં લોકો ચાલુ વરસાદમાં પણ રાહુલ ગાંધીને સાંભળી રહ્યાં હતા.
વિનોદ કાપડીએ કર્યું ટ્વિટ
આ સાથે વિનોદ કાપડીએ અન્ય એક ટ્વિટ કર્યું છે કે, રાહુલ ગાંધીની વરસાદમાં ભીંજાયેલી આ તસવીર પર હજારો લોકોએ કરેલી ટિપ્પણીઓથી સોશિયલ મીડિયા ભરેલું છે. આ ઉપરાંત ભાજપના સમર્થકોએ પણ બેહદ સકારાત્મક પ્રતિક્રિયાઓ આપી છે. ત્યારે એ સવાલ થવો સ્વભાવિક છે કે ખરેખર શું એવી તસવીર છે જેના પર સોશિયલ મીડિયામાં વ્યાપકપણે ચર્ચા થવી જોઇએ?