Rahul gandhi new bunglow: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે ત્યારથી તેમના પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. સંસદનું સભ્યપદ રદ થતા તેમને પોતાનો બંગલો પણ ખાલી કરવો પડ્યો છે. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ નેતાને ટુંક સમયમાં તેમનું નવું ઘર મળશે. તેઓ દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતના ઘરે રહેવા જઈ રહ્યા છે. હજુ સત્તાવાર રીતે તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે રાહુલ ત્યાં શિફ્ટ થવા જઈ રહ્યા છે.
રાહુલ ગાંધીએ બંગલો કેમ છોડ્યો?
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને મોટો ફટકો લાગ્યો છે. ગુજરાત કોર્ટ દ્વારા તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમનું સંસદ સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું છે. હકીકતમાં, પ્રદીપ મોદીએ એક અરજીમાં એવો આરોપ લગાવ્યો હતો કે 23 એપ્રિલ 2019ના રોજ લોકસભા ચૂંટણી દરમિયાન જ્યારે રાહુલ ગાંધી ચૂંટણી સભાને સંબોધવા માટે રાંચી આવ્યા હતા, ત્યારે તેમણે મોદી સરનેમ ધરાવતા લોકો પર ટિપ્પણી કરી હતી, જેનાથી સમગ્ર સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી હતી.
રાહુલ ગાંધીના નવા મકાન અને શીલા દીક્ષિત વચ્ચે શું કનેક્શન છે?
મોદી સરનેમ કેસની અરજી પર સુનાવણી કરતા સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા. હજુ સુધી કોંગ્રેસના નેતાને હાઈકોર્ટમાંથી પણ આ મામલે કોઈ રાહત મળી નથી અને તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. બીજી તરફ, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ હવે પૂર્વ સીએમ શીલા દીક્ષિતના દિલ્હી સ્થિત મકાનમાં રહેવા જઇ શકે છે. એવું કહેવાય છે કે શીલા દીક્ષિત વર્ષ 1991 થી 1998 સુધી આ જ બંગલામાં રહેતા હતા. ત્યારબાદમાં વર્ષ 2015માં તે ફરીથી આ મકાનમાં શિફ્ટ થયા હતા.
કેવો છે શીલાનો બંગલો?
બાય ધ વે, રાહુલ ગાંધી સંભવિતપણે જે બંગલામાં રહેવા જઇ શકે છે તેમાં ત્રણ રૂમ, એક હોલ અને એક કિચન એટલે કે 3BHK બંગલો છે. હાલ રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધી સાથે રહેતા હતા, પરંતુ હવે આગામી દિવસોમાં તે દક્ષિણ દિલ્હીના આ આલીશાન બંગલામાં રહેવા જઇ શકે છે.