હું પણ મોદી છું. રાહુલ ગાંધીના નિવેદનથી હું પણ અપમાનિ અનુભવી રહ્યો છું. એટલા માટે સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટ તરફથી માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળેલી સજાનું સ્વાગત કરું છું. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને બિહારના રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીએ 2019ના ફોજદારી માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષી ગણાવ્યા હતા અને બે વર્ષની સજા આપવા પણ ખુશી વ્યક્ત કરી હતી.
પટનામાં પણ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ
એક ટીવી ચેનલને નિવેદન આપતા સુશીલ કુમાર મોદીએ કહ્યું કે હું કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું. બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કહ્યું કે તેમણે પણ પટનામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી છે. મને આશા છે કે મને ન્યા મળશે.
શું છે સમગ્ર મામલો?
કર્ણાટકમાં ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? આ કેસમાં રાહુલ ગાંધી ત્રણ વખત કોર્ટમાં હાજર થયા હતા. આ મામલે કોર્ટમાં કોલાર, કર્ણાટકના તત્કાલિન ચૂંટણી અધિકારી અને ભાષણ રેકોર્ડ કરનાર ચૂંટણી પંચના વીડિયો રેકોર્ડરનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
જોકે, સુરત કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ તેમના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. રાહુલ ગાંધીએ કોર્ટને કહ્યું કે, ચૂંટણી રેલીમાં તેમણે શું કહ્યું તે તેમને યાદ નથી. રાહુલ ગાંધીને IPCની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમને આ મામલે અપીલ કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ દરમિયાન તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. આ કિસ્સામાં, ગુનેગારને બે વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સાથે સજા કરવામાં આવે છે.
આ મામલે પૂર્ણેશ મોદીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, રાહુલ ગાંધીના આ નિવેદનથી સમાજમાં મોદી સમુદાયના લોકોના સન્માનને ઠેસ પહોંચી છે. ગુજરાત ભાજપના નેતાના આક્ષેપો અને તથ્યો અને પુરાવાના આધારે સુરત કોર્ટમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે ગયા શુક્રવારે સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ચુકાદાની તારીખ 23 માર્ચ નક્કી કરી હતી.