scorecardresearch
Premium

Rahul Gandhi: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની રાહુલ ગાંધીને બીજી ભારત જોડો યાત્રા યોજવા વિનંતી, જાણો CWC બેઠકના 4 મહત્વના મુદ્દા

Rahul Gandhi Bharat Jodo Yatra: લોકસભા ચૂંટણી 2024 પહેલા રાહુલ ગાંધી વધુ એક ભારત જોડો યાત્રા શરૂ કરી શકે છે. કોંગ્રેસ નેતાઓએ હવે પૂર્વથી પશ્ચિમ સુધી ભારત જોડો યાત્રા યોજવા સૂચન કર્યું છે.

Rahul Ganhdi | Sonia Gandhi | Mallikarjun Kharge| Congress CVC Meeting | Congress
કોંગ્રેસની સીવીસી બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે સાથે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી (Photo – @kharge)

Congress Leader Rahul Gandhi Bharat Jodo Yatra: કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ યોજાયેલી CWCની બેઠકમાં રાહુલ ગાંધીને બીજી ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરવાની વિનંતી કરી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે રાહુલ ગાંધી પૂર્વથી પશ્ચિમ સુધી ‘ભારત જોડો યાત્રા’ નું આયોજન કરે. જોકે, તેમણે અંતિમ નિર્ણય રાહુલ ગાંધી પર જ છોડી દીધો હતો.

CWC મીટિંગના મહત્વના 4 મુદ્દા

  1. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તાજેતરની ચૂંટણીના પરિણામો નિરાશાજનક છે. અમે અમારી ભૂલોમાંથી શીખ્યા છીએ અને તેનું પુનરાવર્તન કરીશું નહીં. આ દરમિયાન તેમણે કહ્યું કે લોકસભાની ચૂંટણી બહુ દૂર નથી, તેથી આપણે બધાએ કામમાં વ્યસ્ત રહેવું જોઈએ.
  2. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “આપણે એવા પ્રશ્નોને ભૂલવું ન જોઈએ કે જેના પર ભવિષ્યની રાજનીતિ પ્રભાવિત થશે. જાતિ ગણતરી અને મહિલા આરક્ષણ મહત્વના મુદ્દા હશે. અમે ઈચ્છીએ છીએ કે મહિલા આરક્ષણ તાત્કાલિક લાગુ કરવામાં આવે અને મહિલાઓને અનામતના દાયરામાં લાવવામાં આવે.”
  3. કોંગ્રેસ અધ્યક્ષે એમ પણ કહ્યું કે લોકસભા ચૂંટણી માટે નક્કર વ્યૂહરચના બનાવવી પડશે અને સમાન વિચારધારાવાળા પક્ષો સાથે કામ કરીને મહત્તમ બેઠકો જીતવી પડશે.
  4. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની નકલ અને વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાના વિવાદનો ઉલ્લેખ કરતા ખડગેએ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે બંધારણીય હોદ્દા ધરાવતા લોકો, જેઓ સાંસદોના રક્ષણ માટે જવાબદાર છે, તેઓ પક્ષની રાજનીતિનો ભાગ બનીને આમ કરી રહ્યા છે. જાતિના આધારે, તેઓ ક્ષેત્ર અને વ્યવસાયને ઢાલ બનાવીને રાજકારણ કરી રહ્યા છે અને તેમની જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે.

Web Title: Rahul gandhi bharat jodo yatra mallikarjun kharge congress cvc meeting as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×