શનિવારે ભારત જોડો યાત્રાનો 31મો દિવસ છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં શનિવારે આ યારા તુમકુરુના માયાસાંદ્રથી શરુ થઈ છે. આ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાના 31માં દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને હું કોઈ વિચાર રાખવા માંગતો નથી. બંને ઉમેદવારો પોતાની ક્ષમતાના આધારે ચૂંટણી લડી રહ્યા છે.
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આરએસએસ અને વીર સાવરકર ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે “મારી સમજમાં આરએસએસ અંગ્રેજોની મદદ કરતા હતા અને સાવરકરને અંગ્રેજો પાસેથી સ્ટાઈપન્ડ મળી રહ્યું હતું. સ્વતંત્રતા સંગ્રામમાં ભાજપ ક્યાં ન્હોતી. ભાજપ આવા તથ્યોને છુપાવી ન શકી. કોંગ્રેસ અને તેના નેતાઓએ આઝાદીની લડાઈ લડી.”
અમે ફાસીવાદી પાર્ટી નથીઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બીજેપી ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘અમે ફાસીવાદી પાર્ટી નથી. અમે એક એવી પાર્ટી છીએ જે વાતચીતમાં વિશ્વાસ કરે છે. અમે વિવિધ દ્રષ્ટીકોણોનું સ્વાગત કરીએ છીએ. અમે જાણીએ છીએ કે ચૂંટણી જીવા માટે અમારે એક ટીમ બનીને કામ કરવું પડશે. દેશમાં નફરત અને હિંસા ફેલાવવી રાષ્ટ્ર વિરોધી કૃત્ય છે. અમે નફરત અને હિંસા ફેલાવનારા કોઈપણ વ્યક્તિ સામે લડીશું. આપણું બંધારણ કહે છે કે ભારત રાજ્યોનો એક સંઘ છે. આનો મતલબ છે કે અમારી દરેક ભાષાઓ, રાજ્યો અને પરંપરાઓનું સમાન રૂપથી મહત્વપૂર્ણ સ્થાન છે. આ અમારા દેશનો સ્વભાવ છે.’
ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે હું અત્યારે આ અંગે કંઈ જ કહેવા માંગતો નથી. ત્યારે ભાજપના રિમોટ કંટ્રોલ અધ્યક્ષવાળા આરોપો પર રાહુલ ગાંધીએ કહ્યું કે ‘કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટણી માટે લડનારા બે ઉમેદવારોની પોતાની સ્થિતિની સાથે-સાથે પોત-પોતાના દ્રષ્ટીકોણ પણ છે. કોઈને પણ રિમોટ કંટ્રોલ કહેવું બંનેનું અપમાન છે.’
કર્ણાટક ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ આવનારી ચૂંટણી જીતશે. તેમણે કહ્યું કે મારા અનુભવમાં લોકો ભ્રષ્ટાચાર, મોંગવારી અને બેરોજગારી દરથી થાકી ગયા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું હંમેશા એક નિશ્ચિત વિચાર માટે ઊભો રહ્યો છું. જે ભાજપ અને આરએસએસને પરેશાન કરે છે. તેમણે કહ્યું કે હજારો કરોડ મીડિયાના પૈસા અને ઉર્જા મને આ પ્રકારે ચિતરવા માટે ખર્ચ કરવામાં આવ્યા છે જે અસત્ય અને ખોટું છે.
નવી શિક્ષા નીતિનો અમે વિરોધ કરીએ છીએ
નવી શિક્ષા નીતિ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે ‘અમે નવી શિક્ષા નીતિનો વિરોધ કરી રહ્યા છીએ કારણે આ આપણા દેશના લોકાચાર ઉપર હુમલો છે. આ આપણા ઈતિહાસ છેડછાડ કરે છે. અમે એક વિકેન્દ્રીકૃત શિક્ષા પ્રણાલી ઈચ્છીએ છીએ જે અમારી સંસ્કૃતિને દર્શાવે છે.’