scorecardresearch
Premium

રાહુલ ગાંધીએ કહ્યું – દેશમાં આદિવાસીઓ, ગરીબોનો અવાજ દબાવવાનું થઇ રહ્યું છે ષડયંત્ર

Bharat Jodo Nyay Yatra : રાહુલ ગાંધીએ લોકોને કહ્યું ભાજપ અને આરએસએસ એક ધર્મને બીજા ધર્મની વિરુદ્ધ લડાવે છે. તેઓ એક જ્ઞાતિને બીજી જ્ઞાતિ સામે લડાવે છે

Rahul Gandhi, Bharat Jodo Nyay Yatra
ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી (YouTube/Screengrab)

Rahul Gandhi Bharat Jodo Nyay Yatra : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપને નફરત ફેલાવતી પાર્ટી ગણાવીને લોકોને તેનાથી બચવાની સલાહ આપી હતી. તેમણે આરોપ લગાવ્યો કે આરએસએસ અને ભાજપના નેતાઓ સમાજમાં ભાગલા પાડી રહ્યા છે. મંગળવારે ઝારખંડના ખૂંટીમાં રોડ શો દરમિયાન તેમણે કહ્યું કે તેમણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત જોડો યાત્રા કાઢી હતી. તે ખૂબ જ સફળ રહી હતી. અમે બીજી યાત્રા મણિપુરથી મહારાષ્ટ્ર સુધી કાઢી રહ્યા છીએ. આ યાત્રા કાઢવા પાછળનું કારણ એ છે કે સરકાર ઝારખંડના ગરીબો, આદિવાસીઓ અને દલિતોની વાત સાંભળી રહી નથી.

પીડિત લોકોએ એક થઇને તેમના મુદ્દાઓ ઉઠાવવા પડશે

તેમણે કહ્યું કે અમને લાગે છે કે ભાજપ અને આરએસએસ દેશમાં નફરત અને હિંસા ફેલાવી રહ્યા છે. તેથી મેં વિચાર્યું કે તમારી વચ્ચે આવવું, તમને એક કરવા અને તમારી સમસ્યાઓનું નિરાકરણ લાવવું. ભારત જોડો ન્યાય યાત્રાનો આ ઉદ્દેશ્ય છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે ગરીબો, દલિતો અને આદિવાસીઓનો અવાજ મીડિયા પણ નહીં ઉઠાવે. પ્રેસવાળા પણ તમને સમર્થન નહીં આપે. તેઓ અદાણી જી માટે કામ કરે છે તો તેઓ નબળા લોકોનો અવાજ ઉઠાવશે નહીં. ગરીબો, દલિતો અને આદિવાસીઓના મુદ્દાઓ પર વાત કરશે નહીં. એટલા માટે જ અમે તમારી વચ્ચે આવ્યા છીએ.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી : યુપીમાં સીટ શેરિંગ પર ક્યાં ફસાયો છે પેચ, અખિલેશ યાદવ પાસેથી કોંગ્રેસ શું ઇચ્છે છે?

ભાજપ અને આરએસએસ એક ધર્મને બીજા ધર્મની વિરુદ્ધ લડાવે છે – રાહુલ ગાંધી

ભારત જોડો ન્યાય યાત્રા ઝારખંડથી ઓડિશા સરહદમાં પ્રવેશે તે પહેલા રાહુલ ગાંધીએ લોકોને કહ્યું ભાજપ અને આરએસએસ એક ધર્મને બીજા ધર્મની વિરુદ્ધ લડાવે છે. તેઓ એક જ્ઞાતિને બીજી જ્ઞાતિ સામે લડાવે છે. તેઓ આદિવાસીઓને કોઈ બીજા સાથે લડાવે છે. તેઓ એક ભાષાને બીજી ભાષા સામે લડાવે છે.

રાહુલ ગાંધીના નેતૃત્વવાળી ભારત જોડો ન્યાય યાત્રા મંગળવારે સવારે ઝારખંડના ખૂંટી જિલ્લાથી શરૂ થઈ હતી અને આદિવાસી નેતા બિરસા મુંડાની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરીને આગળ વધી હતી. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે ભગવાન બિરસા મુંડા જીને શ્રદ્ધાંજલિ! આદિવાસીઓના અધિકારો માટેની તમારી લડત અન્યાય સામે ઉભા રહેવાનું ઉદાહરણ છે. તમારી આ લડાઈ અમારી પ્રેરણા છે, અમારી શક્તિ છે! જ્યાં સુધી અમને ન્યાયનો અધિકાર નહીં મળે ત્યાં સુધી અમે તમે બતાવેલા માર્ગ પર આગળ વધીશું.

Web Title: Rahul gandhi bharat jodo nyay yatra jharkhand ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×