scorecardresearch
Premium

પેપર લીક રોકવા સંસદમાં બિલ રજૂ, પરીક્ષામાં ગેરરીતિ રોકવા કાયદો બનશે, શું છે સજાની જોગવાઈ?

પરીક્ષામાં ગેરરીતિ કે પેપર લીકની સમસ્યા હવે દૂર થશે, સંસદમાં મોદી સરકારે બિલ રજૂ કર્યું, તો જોઈએ શું છે સજાની જોગવાઈ.

exam paper leak act
વિદ્યાર્થીઓની પ્રતિકાત્મક તસવીર (પ્રતિકાત્મક તસવીર)

હવે પરીક્ષામાં કોઈ ગેરરીતિ નહીં થાય કે પેપર લીક થશે નહીં. પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટે સરકારે ખાસ આયોજન કર્યું છે. પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને રોકવા માટે સરકાર નવો કાયદો લાવી રહી છે. આ કાયદાથી આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ પર અંકુશ આવશે. આ માટે સરકારે સોમવારે લોકસભામાં ‘પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ, 2024’ રજૂ કર્યું હતું.

આ બિલમાં પરીક્ષામાં ગેરરીતિ સંબંધિત ગુનાઓ માટે મહત્તમ 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં આ બિલને મંજૂરી આપી હતી. કાર્મિક રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે આજે તેને ગૃહમાં રજૂ કર્યું હતુ.

સજાની જોગવાઈ

રિપોર્ટ અનુસાર, પ્રસ્તાવિત બિલ વિદ્યાર્થીઓને નિશાન બનાવશે નહીં, પરંતુ સંગઠિત અપરાધ, માફિયા અને મિલીભગતમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવાની જોગવાઈ છે. આ બિલમાં એક ઉચ્ચ સ્તરીય તકનીકી સમિતિની રચના કરવાનો પણ પ્રસ્તાવ છે, જે કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવવા માટે ભલામણો કરશે.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : મુસ્લિમ મતોના વિભાજનનો ડર, કોંગ્રેસ પર મમતાના હુમલા પાછળ વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ

આ એક કેન્દ્રીય કાયદો હશે અને તે કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની સંયુક્ત પ્રવેશ પરીક્ષાઓ અને પરીક્ષાઓને પણ આવરી લેશે. અગાઉ, બજેટ સત્રની શરૂઆતમાં 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, સરકાર પરીક્ષાઓમાં ગેરરીતિઓને લઈને યુવાનોની ચિંતાઓથી વાકેફ છે. તેમણે કહ્યું, “આ દિશામાં કડકતા લાવવા માટે નવો કાયદો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Web Title: Public examinations prevention of unfair mean bill 2024 km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×