scorecardresearch
Premium

Video : એક વ્યક્તિ રસ્તા અને ખાડાઓની સમસ્યા કહી રહ્યો હતો, ત્યારે જ અચાનક ઈ-રિક્ષા પલટી, ઘટના કેમેરામાં કેદ

Viral Video : અકસ્માત વીડિયો (Accident Video) ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના બલિયા જિલ્લા (Balia District) માં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે તેના વિસ્તારમાં રસ્તો તૂટી ગયો છે

rikshaw overturn
ઘટના સ્થળની તસવીર

Viral Video : વરસાદી ઋતુ (rainy season) માં તૂટેલા રસ્તાઓ અને પાણી ભરાવાના કારણે અકસ્માતો (Road Accident) થાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ તૂટેલા રસ્તા અને ખાડાઓને કારણે થતી સમસ્યાઓ વિશે જણાવી રહ્યો છે, જ્યારે અચાનક સામે અકસ્માત થાય છે.

આ વીડિયો ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના બલિયા જિલ્લા (Balia District) માં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે તેના વિસ્તારમાં રસ્તો તૂટી ગયો છે અને તેમાં ઉંડા ખાડા પડી ગયા છે. આ ખાડાઓમાં પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે એટલું જ નહીં દરરોજ અકસ્માતના બનાવો બને છે. વીડિયોમાં તે વ્યક્તિ કહી રહ્યો છે કે, તૂટેલા રોડ પર પાણી ભરાઈ જવાને કારણે ઘણી વખત લોકોની બાઇક-સ્કૂટી સ્લીપ થઈ જાય છે અને તે જ વખતે ઈ-રિક્ષા પલટી જાય છે.

અકસ્માતનું કેન્દ્ર બન્યો ખાડો (Road Broken) : વીડિયોમાં વ્યક્તિએ જણાવ્યું કે, આ જર્જરિત રોડ બલિયા મેઈન રોડનો છે, જે શાંતિ હોસ્પિટલની પાછળ છે. આ રોડ પર મોટા ખાડા છે જે અકસ્માતનું કેન્દ્ર બની રહ્યા છે. એક વ્યક્તિ આ વિશે જણાવી રહ્યો છે ત્યારે જ અચાનક મુસાફરોથી ભરેલી એક ઈ-રિક્ષા પલટી ખાઈ જાય છે. સ્થાનિક લોકોએ ભેગા મળીને ઈ-રિક્ષાને સીધી કરી અને ત્યારબાદ ઈજાગ્રસ્ત મુસાફરોને બચાવવામાં આવ્યા.

ચાર-પાંચ વર્ષથી રોડ પર ખાડા છેઃ વ્યક્તિએ એમ પણ જણાવ્યું કે, આ અંગે સંબંધિત અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નથી. તેમણે કહ્યું કે, આ ખાડાઓ છેલ્લા ચાર-પાંચ વર્ષથી છે, જેના વિશે તમામ જનપ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓને જાણ કરવામાં આવી છે પરંતુ કોઈ તેની કાળજી લેતું નથી.

કોંગ્રેસે પણ શેર કર્યો વીડિયોઃ બલિયા કોંગ્રેસે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને શેર કર્યો છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, “સરકાર ભલે રોડ નેટવર્ક નાખવાની વાત કરે, પરંતુ બલિયાના NCC તિરાહાથી બંસદીહ સુધીના લગભગ એક કિમી રોડની હાલત ખૂબ જ ખરાબ છે. રસ્તાની હાલત પર નિવેદન આપતી વખતે ઈ-રિક્ષા એવી રીતે પલટી ગઈ કે નિવેદન આપનાર વ્યક્તિ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.

સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર અલગ-અલગ પ્રકારની કોમેન્ટ અને રિએક્શન આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝર (@truthteller014)એ લખ્યું, “આ સ્માર્ટ સિટી છે.” ધનંજય મહેતા (@DM952046) નામના વ્યક્તિએ લખ્યું, “અરે કોઈ આ ખાડો જલ્દી ઠીક કરાવો, જો સામે પલટાતુ જોઈ શકાય છે તો, ખાડાથી પાછળ કેટલુ થતુ હશે.”

Web Title: Problem of roads and potholes suddenly e rickshaw accident video uttar pradesh balia

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×