scorecardresearch
Premium

પ્રિયંકા ગાંધી વાડ્રા એક વર્ષથી ઉત્તર પ્રદેશમાં નથી દેખાયા, થઇ રહી છે અટકળો- શું ટીમ રાહુલ કરવા જઇ રહી છે ટેકઓવર

UP Congress : યુપી કોંગ્રેસના અધ્યક્ષ બ્રિજલાલ ખાબરીનો દાવો છે કે તેમણે નવી કારોબારી સમિતિ માટે નામો પાર્ટી હાઈકમાન્ડને મોકલ્યા છે પરંતુ આ યાદીને હજુ સુધી મંજૂરી મળી નથી

UP Congress
બ્રિજલાલ ખાબરીએ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિ (યુપીસીસી)ના વડા તરીકેનો હોદ્દો સંભાળ્યાને નવ મહિના થઈ ગયા છે (ફાઇલ તસવીર)

Maulshree Seth : તમામ રાજકીય પક્ષોએ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમના કેડરને આગળની લડાઈ માટે તાલીમ આપી રહ્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની તૈયારી પર અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. તેની પ્રદેશ કારોબારી સમિતિની જાહેરાત લાંબા સમયથી પેન્ડિંગ છે. દેખીતી રીતે જ એઆઈસીસીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા યુપી કોંગ્રેસના મામલામાં સક્રિય રીતે રોકાયેલા નથી. તેમની છેલ્લી લખનઉ મુલાકાત પાર્ટીના તત્કાલીન નવસંકલ્પ કેમ્પના ભાગરૂપે જૂન 2022માં થઈ હતી.

યુપી કોંગ્રેસના અધ્યક્ષ બ્રિજલાલ ખાબરીનો દાવો છે કે તેમણે નવી કારોબારી સમિતિ માટે નામો પાર્ટી હાઈકમાન્ડને મોકલ્યા છે પરંતુ આ યાદીને હજુ સુધી મંજૂરી મળી નથી. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે હાઈકમાન્ડ તેમાં કેટલાક ફેરફાર કરી શકે છે. ખાબરીએ જણાવ્યું હતું કે નામો મોકલવામાં આવ્યા છે અને સમિતિ ટૂંક સમયમાં ગમે ત્યારે અપેક્ષિત છે.

ખાબરીએ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિ (યુપીસીસી)ના વડા તરીકેનો હોદ્દો સંભાળ્યાને નવ મહિના થઈ ગયા છે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુએ રાજીનામું આપ્યા બાદ તેમને આ પદ માટે પ્રિયંકાની પસંદગી તરીકે જોવામાં આવતા હતા. તેમણે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પરાજયની જવાબદારી લીધી હતી. બસપાના ભૂતપૂર્વ નેતા અને સાંસદ, ખાબરીને પાર્ટીના દલિત ચહેરા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા, જે ઘણા વર્ષોથી રાજ્યમાં તેમના પુનરુત્થાનની આશા રાખી રહ્યા છે.

એ પછી તરત જ પક્ષના નેતૃત્વએ છ ઝોનલ પ્રમુખોની પણ નિમણૂંક કરી હતી. આ વરિષ્ઠ નેતાઓને છ જુદા જુદા પ્રદેશોનો હવાલો સોંપવામાં આવ્યો હતો. આગળનું પગલું ખાબરીને સહાય કરવા માટે રાજ્ય કારોબારી સમિતિની રચના કરવાનું હતું. જોકે નવ મહિના પછી પણ યુપીસીસીને હજી સુધી તેની નવી સમિતિ મળી નથી. તેમ છતાં ખાબરી વિવિધ મુદ્દાઓ પર ઝુંબેશની યોજના બનાવી રહ્યા છે. તે હવે જાતે જ વિભાગીય બેઠકો યોજી રહ્યા છે અને જુલાઈના પહેલા અઠવાડિયામાં બેઠકોના બીજા સેટની યોજના બનાવી છે.

આ પણ વાંચો – પીએમ મોદી, અમિત શાહ સહિત BJP નેતાઓનું અડધી રાત સુધી મંથન, પાર્ટી સંગઠનમાં મોટા પાયે ફેરફારના સંકેત

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે જે રીતે અહીં વસ્તુઓ આગળ વધી રહી છે તે સ્પષ્ટ છે કે પ્રિયંકા જી ઉત્તર પ્રદેશ છોડીને ચાલ્યા ગયા છે. કેટલાક કહી રહ્યા છે કે રાહુલ ગાંધીની ટીમ અમુક અંશે સત્તા સંભાળી શકે છે અથવા ઉત્તર પ્રદેશને સંપૂર્ણપણે નવો ચહેરો ફાળવવામાં આવી શકે છે. આ બધી અટકળો વચ્ચે દરેક જણ કેન્દ્રીય કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક યોજાવાની રાહ જોઈ રહ્યું છે.

પાર્ટીના અન્ય એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે યુપીમાં કોંગ્રેસના કાર્યકરો માટે અનિશ્ચિતતા વચ્ચે, એક વાત ચોક્કસ છે કે પરિવર્તન થવાનું છે. બાકીની તમામ અટકળો છે. જેમાં આ પરિવર્તન કેવું હશે તે સહિતની તમામ અટકળો છે. ખાસ કરીને કોંગ્રેસ (વિપક્ષ) જોડાણની બેઠકમાં સામેલ થશે, જે યુપીને સૌથી વધુ અસર કરશે.

પાર્ટીના નેતાઓને લાગે છે કે સ્પષ્ટતા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પછી જ આવશે. કેટલાક લોકો તો ઉત્તર પ્રદેશ માટે રાજ્ય સ્તરે તેમજ એઆઈસીસીના સ્તરે પણ પરિવર્તનો જોઈ રહ્યા છે અને આ રીતે કોઈ પણ નેતા સક્રિયપણે કોઈ મોટા રાજ્યવ્યાપી અભિયાનો શરૂ કરી રહ્યા નથી. ઝોનલ પ્રમુખો પણ પોતાને સ્થાનિક બેઠકો સુધી મર્યાદિત કરી રહ્યા છે.

યુપીસીસીને છેલ્લે ત્રણ વર્ષ પહેલાં નવી એક્ઝિક્યુટિવ કમિટી મળી હતી, જ્યારે લલ્લુ રાજ્યના પ્રમુખ હતા. આ સમિતિને પ્રિયંકાની મંજૂરી મળી હતી. જેમણે એઆઈસીસીના મહાસચિવ તરીકે યુપી પાર્ટીની બાબતોનો હવાલો સંભાળ્યો હતો. પેનલમાં જૂના અને નવા ચહેરાઓનું મિશ્રણ હતું જેણે જાતિના સંયોજનોને પણ યોગ્ય મહત્વ આપ્યું હતું.

જોકે યુપીનો હવાલો સંભાળવા છતાં લોકોનો અવાજ ઉઠાવવા માટે દરેક મહત્વપૂર્ણ ઘટના પછી એક સમયે વ્યક્તિગત રીતે રાજ્યની મુલાકાત લેનાર પ્રિયંકા એક વર્ષથી પાર્ટીના રાજ્ય મુખ્યાલયમાં જોવા મળ્યા નથી. પક્ષના નેતાઓનું કહેવું છે કે તેમની છેલ્લી મુલાકાત જૂન 2022ના પહેલા અઠવાડિયામાં નવસંકલ્પ શિબિરનો ભાગ બનવા માટે હતી. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પરાજય પછી પાર્ટીની પુનરુત્થાન યોજના અંગે ચર્ચા કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે અમે સ્વીકાર્યું છે કે પરિવર્તન આવી રહ્યું છે, તે ફક્ત એટલું જ છે કે તે પરિવર્તન શું હશે, અને ગાંધી પરિવાર સંપૂર્ણપણે ઉત્તર પ્રદેશ છોડી દેશે. અથવા નિર્ણય લેવાની ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખશે પછી ભલે તે દૂરસ્થ હોય.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Web Title: Priyanka gandhi not seen in up for a year congress leaders confusion

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×