scorecardresearch
Premium

પ્રશાંત કિશોરે કહ્યું – રાહુલ ગાંધીને સલાહ કોણ આપી રહ્યું છે તે મને ખબર નથી

Express Adda : ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો ખતરો શું છે તેવા સવાલ પર પ્રશાંત કિશોરે કહ્યું કે પીએમ મોદી પર જરૂર કરતા વધારે નિર્ભરતા પાર્ટી માટે સૌથી મોટો ખતરો છે

Prashant Kishor, Express Adda
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર શુક્રવારે 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ'ના કાર્યક્રમ એક્સપ્રેસ અડ્ડા માં ઉપસ્થિત રહ્યા હતા (તસવીર – એક્સપ્રેસ)

Prashant Kishor Express Adda Updates : આગામી લોકસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો પોતાની તાકાત બતાવવામાં લાગી ગયા છે. ભાજપ મોદી સરકારમાં થયેલા કામોને જનતા સુધી પહોંચાડી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓ મોદી સરકારની ખામીઓને ગણાવવામાં વ્યસ્ત છે. જોકે આગામી સમયમાં મોદી 2024માં સત્તાના સિંહાસન પર યથાવત રહે છે કે પછી કોઇ અન્ય નેતા આ સિંહાસન પર બિરાજમાન છે તે જોવાનું રહેશે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે શુક્રવારે ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ના કાર્યક્રમ ‘એક્સપ્રેસ અડ્ડા’માં ઉપસ્થિત રહ્યા હતા.

‘એક્સપ્રેસ અડ્ડા’માં પ્રશાંત કિશોર ઉપસ્થિત રહ્યા

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે શુક્રવારે ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ના કાર્યક્રમ ‘એક્સપ્રેસ અડ્ડા’માં આ તમામ રાજકીય મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કાએ પ્રશાંત કિશોરને પીએમ મોદી, કોંગ્રેસ, ભારત જોડો ન્યાય યાત્રા અને લોકસભાની ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ પર સવાલ કર્યા હતા. જેનો તેમણે નિખાલસતાથી જવાબ આપ્યો હતો.

‘એક્સપ્રેસ અડ્ડા’માં અનંત ગોએન્કાએ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઇને સવાલ કર્યો હતા. તેના જવાબમાં પ્રશાંત કિશોરે કહ્યું કે, લોકસભા ચૂંટણીને હવે થોડા મહિના બાકી છે, મને એ નથી સમજાતું કે રાહુલ ગાંધીએ મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કેમ કરી. મને આ પ્રવાસનું કોઈ પાસું સમજાતું નથી.

આ પણ વાંચો – તમિલ અભિનેતા થલાપતિ વિજયની રાજનીતિમાં એન્ટ્રી, ‘તમિલગા વેટ્રી કઝગમ’ નામથી પાર્ટી લોન્ચ કરી

મને ખબર નથી રાહુલ ગાંધીને કોણ સલાહ આપી રહ્યું છે – પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરે આગળ કહ્યું કે આ યાત્રા એવા સમયે શરૂ કરવામાં આવી છે આ સમયે તેમણે કેન્દ્રમાં બિંદુ પર હોવું જોઈએ, જ્યાં રાજનીતિ થાય છે. પરંતુ રાહુલ ગાંધી પૂર્વોત્તરમાં યાત્રા કરવામાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે આ વિસ્તારોની મુલાકાત લેવી એ ઠીક છે, પરંતુ મુખ્યાલયથી બહાર નીકળવું એ ચોક્કસપણે ડહાપણભર્યું પગલું નથી. મને ખબર નથી કે આ મુદ્દાઓ પર તેમને કોણ સલાહ આપી રહ્યું છે.

ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો ખતરો શું

ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો ખતરો શું છે તેવા સવાલ પર પ્રશાંત કિશોરે કહ્યું કે પીએમ મોદી પર જરૂર કરતા વધારે નિર્ભરતા પાર્ટી માટે સૌથી મોટો ખતરો છે. નરેન્દ્ર મોદી પછી કોણ આવશે તેવા સવાલ પર પ્રશાંત કિશોરે કહ્યું કે મને નથી ખબર પણ જે પણ હશે તે તેમના કરતા વધારે કટ્ટરપંથી હશે.

આ દરમિયાન પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ અધ્યક્ષ નીતિશ કુમારની પાર્ટી બદલવા પર મોટો દાવો કર્યો હતો. પ્રશાંત કિશોરે કહ્યું છે કે જો નીતિશ કુમારની ભાજપ સાથે ભાગીદારી કરવાથી એનડીએને ફાયદો થશે. જન સૂરાજના સંસ્થાપક પ્રશાંત કિશોરે ભાજપની રણનીતિ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે ભાજપે નીતિશ કુમારને એટલા માટે એનડીએ ગઠબંધનમાં સામેલ કર્યા જેથી વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા એલાયન્સને મોટો ઝટકો લાગે અને ઇન્ડિયા ગઠબંધન ખતમ કરી શકાય.

Web Title: Prashant kishor express adda updates lok sabha polls 2024 bihar politics ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×