બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishor)અલગ થયા પછી બન્ને વચ્ચેના સંબંધો વધારે ખરાબ બન્યા છે. પ્રશાંત કિશોરે હાલમાં જ એ કહીને હલચલ મચાવી દીધી કે નીતિશે તેને 10-15 દિવસ પહેલા કહ્યું હતું કે ફરી તેની પાસે આવીને કામ સંભાળી લે. જોકે તેણે ના પાડી દીધી હતી.
જન સુરાજ યાત્રા (Jan Suraj Padyatra) દરમિયાન પ્રશાંત કિશોરે કહ્યું કે નીતિશ કુમારની ઇચ્છા હતી કે તે તેની સાથે ફરીથી જોડાઇ જાય. જોકે તેનો તર્ક હતો કે હવે આ શક્ય બનશે નહીં, કારણ કે તે 3500 કિલોમીટર લાંબી યાત્રા પર ફોક્સ કરી રહ્યા છે. પીકેએ જેડીયુના નેશનલ પ્રસિડેન્ટ લલ્લન સિંહના તે આરોપ ઉપર પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું કે જેમાં તેમણે કહ્યું હતું કે પદયાત્રા માટે પૈસા ક્યાંથી આવી રહ્યા છે. પીકેનું કહેવું છે કે જે લોકો સાથે તે કામ કરી ચુક્યા છે તેમની પાસેથી પૈસા લીધા નથી.
ચૂંટણી રણીનિતીકારનું કહેવું છે કે હવે તે પૈસા લઇ રહ્યા છે કારણ કે તેમની તેની જરૂર છે. હું 10 વર્ષો સુધી પોતાની પ્રતિભાનો ઉપયોગ કરીને કામ કરી રહ્યો હતો. મેં ક્યારેય દલાલી કરી નથી. તેનું એક મિશન છે તે માટે કોઇ સાથે સમજુતી કરી શકે નહીં. એક વખત તે જે રાહ પર ચાલી નીકળ્યા તેના પરથી પાછળ હટવું હવે સંભવ નથી.
આ પણ વાંચો – ઉત્તરાખંડ: હિમસ્ખલનમાં 10 પર્વતારોહીઓના મોત, 8 ને બચાવી લેવાયા
બીજી તરફ જેડીયુના પ્રવક્તા અને એમએલસી નીરજ કુમારે પ્રશાંત પર વળતો પ્રહાર કરતા કહ્યું કે તેમણે પહેલા નીતિશ સાથે મિટિંગની પણ ના પાડી રહ્યા હતા. જ્યારે સીએમે તેને કન્ફોર્મ કર્યું તો તેમણે માની લીધું હતું. નીરજનું કહેવું છે કે જો પીકેને પોતાની યાત્રાની આટલી ચિંતા હતી તો તે મિટિંગ માટે રાજી કેમ થયા.
યાત્રીની ફડિંગને લઇને કહ્યું કે અખબારો અને બીજા મીડિયામાં જે જાહેરાતો આપવામાં આવી રહી છે તેના પૈસા ક્યાથી આવી રહ્યા છે. તેમણે કટાક્ષ કર્યો કે પીકેએ વાસ્તવિક રીતે ગાંધીના વિચારોને આત્મસાત કરવો જોઈએ, દેખાડવા માટે નહીં.