scorecardresearch
Premium

Pooja Pal: સપા માંથી સસ્પેન્ડ ધારાસબ્ય પૂજા પાલ CM યોગી આદિત્યનાથને કેમ મળ્યા? UPના રાજકારણમાં હલચલ

Pooja Pal Meet CM Yogi Adityanath : સમાજવાદી પાર્ટીના હાંકી કઢાયેલા ધારાસભ્ય પૂજા પાલે લખનઉ સ્થિત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને મુલાકાત કરી હતી.

Pooja Pal Meet CM Yogi Adityanath | Pooja Pal | CM Yogi Adityanath | UP MLA
Pooja Pal Meet CM Yogi Adityanath : પૂજા પાલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. (Photo: @myogioffice)

Pooja Pal Meet CM Yogi Adityanath : સમાજવાદી પાર્ટીમાંથી હાંકી કઢાયા બાદ ધારાસભ્ય પૂજા પાલે શનિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. આ પછી ઉત્તરપ્રદેશના રાજકારણમાં હલચલ તેજ થઈ ગઈ છે. એવી અટકળો છે કે તે ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. હાલમાં જ રાજ્ય વિધાનસભામાં પૂજા પાલે યોગી સરકારના વખાણ કર્યા હતા. આ પછી તેમને એસપીએ બહારનો રસ્તો બતાવ્યો હતો.

પૂજા પાલના પતિ રાજુ પાલની ગેંગસ્ટર અતિક અહેમદના સાથીઓએ કથિત રીતે ગોળી મારીને હત્યા કરી હતી. પૂજા પાલે કહ્યું કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ ઝીરો ટોલરન્સ જેવી નીતિઓ દ્વારા ન્યાય કર્યો. આનાથી અતીક અહેમદ જેવા ગુનેગારોનો ખાતમો થયો. “મારા પતિ રાજુ પાલની હત્યા કોણે કરી તે બધા જાણે છે. હું મુખ્યમંત્રીનો આભાર માનું છું કે તેમણે મને ન્યાય આપ્યો અને જ્યારે કોઈએ સાંભળ્યું ન હતું ત્યારે મારી વાત સાંભળી હતી, “તેણીએ કહ્યું. મુખ્યમંત્રીએ પ્રયાગરાજમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને મારા જેવી બીજી ઘણી મહિલાઓને ન્યાય સુનિશ્ચિત કર્યો છે, જેના કારણે અતીક અહેમદ જેવા ગુનેગારો માર્યા ગયા હતા. આજે સમગ્ર રાજ્ય મુખ્યમંત્રીને આત્મવિશ્વાસથી જુએ છે. ”

સમાજવાદી પાર્ટી માંથી પૂજા પાલ સસ્પેન્ડ

સમાજવાદી પાર્ટીમાંથી સસ્પેન્ડ ધારાસભ્ય પૂજા પાલે જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રીએ મારા પતિના હત્યારા અતીક અહેમદને માટીમાં મિટાવવાનું કામ કર્યું હતું. થોડા કલાકો બાદ પૂજા પાલને સમાજવાદી પાર્ટીમાંથી પાર્ટી વિરોધી ગતિવિધિઓ અને અનુશાસન ભંગ કરવા બદલ હાંકી કાઢવામાં આવ્યા હતા.

પૂજા પાલ કોણ છે?

બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ધારાસભ્ય રાજુ પાલની 2005માં જા પાલ સાથે લગ્નના થોડા દિવસો બાદ જ પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસના મુખ્ય આરોપી અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની પોલીસે ધરપકડ કરી હતી. અલ્હાબાદ સિટી વેસ્ટ બેઠક પરથી પેટાચૂંટણીમાં પૂજા પાલને બસપાએ અતીક અહેમદના ભાઈ અશરફ સામે મેદાનમાં ઉતારી હતી. જો કે હારી ગઈ હતી. 2007ની ચૂંટણીમાં તેમને ફરી બસપાની ટિકિટ મળી હતી. 2012માં તે આ જ બેઠક પરથી ફરી ચૂંટાઈ આવી હતી.

માયાવતીએ ભાજપના નેતા અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને મળ્યા બાદ ફેબ્રુઆરી 2018માં તેમને બસપામાંથી હાંકી કાઢ્યા હોવાના અહેવાલ છે. પૂજા 2019માં સમાજવાદી પાર્ટીમાં જોડાઈ હતી અને કૌશાંબી જિલ્લાની ચાઇલ બેઠક પરથી 2022ની વિધાનસભાની ચૂંટણી સફળતાપૂર્વક લડી હતી.

Web Title: Pooja pal meet cm yogi adityanath after being expelled from samajwadi party as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×