scorecardresearch
Premium

લોકમાન્ય તિલક પુરુસ્કારથી સન્માનિત થયા પીએમ નરેન્દ્ર મોદી, કહ્યું – મારા માટે આ યાદગાર ક્ષણ

Lokmanya Tilak Award: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂણેમાં શ્રીમંત દગડુશેઠ હલવાઈ મંદિરમાં પૂજા-અર્ચના કરી, પીએમ મોદી એક લાખ રૂપિયાની ઇનામી રકમ નમામી ગંગે પ્રોજેક્ટમાં દાન કરશે

Lokmanya Tilak Award | PM Narendra Modi
પીએમ મોદીને લોકમાન્ય તિલક નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા (Express photo by Pavan Khengre)

PM Narendra Modi Lokmanya Tilak Award: વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મહારાષ્ટ્રના પૂણે શહેરની મુલાકાતે છે. તેમણે અહીં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીને લોકમાન્ય તિલક નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. લોકમાન્ય તિલકની વિરાસતનું સન્માન કરવા માટે 1983થી આ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. જેની શરૂઆત તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર એ લોકોને આપવામાં આવે છે જેમણે દેશની પ્રગતિ અને વિકાસ માટે કામ કર્યું છે. આ દર વર્ષે 1 ઓગસ્ટના રોજ લોકમાન્ય તિલકની પુણ્યતિથિ પર આપવામાં આવે છે.

પીએમ મોદીએ દગડુશેઠ મંદિરમાં પૂજા-અર્ચના કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂણેમાં શ્રીમંત દગડુશેઠ હલવાઈ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેમણે પૂણે શહેરમાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. પૂણેમાં પીએમ મોદીને લોકમાન્ય તિલક નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ દરમિયાન પીએમે કહ્યું કે આ ક્ષણ તેમના માટે હંમેશા યાદગાર રહેશે.

પીએમ મોદીના ભાષણની ખાસ વાતો

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની આઝાદીમાં લોકમાન્ય તિલકની ભૂમિકા અને તેમનું યોગદાન કેટલીક ઘટનાઓ અને શબ્દોમાં સમેટી શકાય તેમ નથી.

પીએમે મોદીએ કહ્યું કે આજે સ્થિતિ એવી છે કે જો આપણે કોઈ રસ્તાનું નામ બદલીને વિદેશી આક્રમણકારીના નામથી બદલીને એક પ્રખ્યાત ભારતીય વ્યક્તિત્વના નામ પર મુકીએ તો કેટલાક લોકો તેના પર અવાજ ઉઠાવવાનું શરૂ કરી દે છે.

આ પણ વાંચો – મહારાષ્ટ્ર મોટો અકસ્માત : થાણેમાં સમૃદ્ધિ હાઈવે પર ક્રેન તૂટી પડતાં 17નાં મોત, 3 ઘાયલ

તેમણે કહ્યું કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં મોખરે રહેલા તિલકના નામનું સન્માન મેળવું તેમના માટે ગૌરવની ક્ષણ છે. તેમણે કહ્યું કે તેઓ તેમની ઈનામી રકમ 1 લાખ રૂપિયા નમામી ગંગે પ્રોજેક્ટમાં દાન કરશે. સમારોહમાં પીએમ મોદીએ પૂણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર સમારંભમાં મુખ્ય અતિથિ શરદ પવાર સાથે સ્ટેજ શેર કર્યું હતું.

આ સન્માન શા માટે અપાય છે?

લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા બાલ ગંગાધર તિલકની વિરાસતને માન આપવા માટે આપવામાં આવે છે. આ એવોર્ડની સ્થાપના 1983 તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. તે એવા લોકોને આપવામાં આવે છે જેમણે રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ માટે કામ કર્યું છે અને જેમના યોગદાનને અસાધારણ તરીકે જ જોઈ શકાય છે.

આ પુરસ્કાર દર વર્ષે 1 ઓગસ્ટના રોજ આપવામાં આવે છે, જે બાળગંગાધર તિલકની પુણ્યતિથિ છે, જેમને લોકમાન્ય તિલક તરીકે પણ ઓળખવામાં આવે છે. બાળ ગંગાધર તિલક ભારતીય સ્વરાજ્યના પ્રબળ સમર્થક હતા અને તેમણે જનતાને સંગઠિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Web Title: Pm narendra modi receives lokmanya tilak award in pune ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×