scorecardresearch

PMO Address : 78 વર્ષ બાદ બદલાશે વડાપ્રધાનની ઓફિસ, જાણો PMO નું નવું સરનામું

New PMO Office Address In Delhi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની PMO ઓફિસ હાલ સાઉથ બ્લોકમાં સ્થિત છે, જે આગામી મહિને એક્ઝિક્યુટિવ એન્ક્લેવમાં શિફ્ટ થવા જઈ રહ્યું છે.

pm modi, independence day Speech Advice
પીએમ મોદી (તસવીર: X)

PM Narendra Modi PMO Office Address Change : પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા 78 વર્ષથી સાઉથ બ્લોકમાં સ્થિત PMO (પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ) હવે આવતા મહિને એક્ઝિક્યુટિવ એન્ક્લેવમાં શિફ્ટ થવા જઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ હવે પીએમઓની જગ્યા બદલવામાં આવી રહી છે.

હકીકતમાં, એક નવો એન્ક્લેવ બનાવવામાં આવી રહ્યો છે. તેમાં કેબિનેટ સચિવાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને અત્યાધુનિક કોન્ફરન્સિંગ જેવી ઘણી સુવિધાઓ હશે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ પ્રોજેક્ટ પર લાંબા સમયથી કામ ચાલી રહ્યું હતું. જૂની ઇમારત નવી સુવિધાઓથી સજ્જ નહોતી, જગ્યાનો અભાવ સમસ્યા બની રહી હતી, જેના કારણે હવે તેને શિફ્ટ કરવામાં આવી રહી છે.

થોડા દિવસ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ કર્તવ્ય ભવન 3નું પણ ઉદ્ઘાટન કર્યું હતું. એ પ્રસંગે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બ્રિટિશ યુગની ઇમારતોમાં પૂરતી જગ્યા નથી અને લાઇટ અને વેન્ટિલેશન પણ નથી. જો કે હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ ભવિષ્યમાં પીએમઓનુ નામ પણ બદલી શકાય છે, સેવાને દર્શાવતુ બીજુ નામ વિચારી શકાય છે.

હવે પીએમઓનું સરનામું બદલાઈ શકે છે, કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન પણ થઈ ચૂક્યું છે, પરંતુ કેન્દ્રીય સચિવાલય સેવા (સીએસએસ)ના અધિકારીઓ ખુશ નથી. તેમણે પીએમ મોદીને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સીએસએસ દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઓફિસના લેઆઉટથી ત્યાં કામ કરતા લોકોની પ્રાઇવસી અને કાર્યક્ષમતા પર ખરાબ અસર પડી રહી છે.

CSS ફોરમના મહાસચિવ યતેન્દ્ર ચંદેલે લખેલા પત્રમાં કર્તવ્ય ભવન-3માં બેઠક વ્યવસ્થા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે સીએસએસ અધિકારીઓને જરૂર કરતા ઓછી જગ્યા આપવામાં આવી રહી છે. એસોસિએશને પત્રમાં લખ્યું છે કે અધિકારીઓને કામ કરવા માટે જે જગ્યા આપવામાં આવી છે તે નિયમોની વિરુદ્ધ છે અને ગોપનીયતા અને પ્રાઇવેશી જાળવવામાં આવી રહી નથી.

Web Title: Pm narendra modi pmo office change know new pmo address as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×