PM Narendra Modi Mann ki baat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો થકી પોતાની મન કી બાતનો 102મો એપિસોડ સંબોધ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિનાના છેલ્લા રવવારે મન કી બાત કરે છે પરંતુ આ વખતે એક સપ્તાહ પહેલા જ કરી લીધી છે કારણે પીએમ મોદી આગામી સપ્તાહે 25 જૂનથી અમેરિકાના પ્રવાસે જનારા છે. પીએમ મોદીએ મન કી બાતમાં તાજેતરમાં ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં આવેલા બિપરજોય વાવાઝોડાનો ઉલ્લેખ કરીને કચ્છના લોકોના સાહસને બિરદાવ્યું હતું. આ ઉપરાંત વડાપ્રધામ મોદીએ વિવિધ મુદ્દાઓ ઉપર વાત કરી હતી.
મન કી બાતના મહત્વાના પોઇન્ટ્સ
મન કી બાતનો 102મો એપિસોડને પીએમ મોદીએ કર્યો સંબોધિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 102માં એપિસોડને સંબોધિત કર્યો હતો. સામાન્ય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત મહિનાના છેલ્લા રવિવારે આવતી હોય ચે પરંતુ આ વખતે એક સપ્તાહ પહેલા જ આવી ગઈ છે. જેનું કારણ આગામી સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ છે. તેમણે જણાવ્યું હતું કે હું આગામી મહિને અમેરિકા જઇ રહ્યો છું એટલા માટે આ કાર્યક્રમ ખુબ જ વ્યસ્ત થનારો છે એટલા માટે મેં વિચાર્યું કે તમારી સાથે વાત કરી લઉં.
કચ્છના લોકોએ સાહસ અને તૈયારી સાથે ચક્રવાત બિપરજોયનો મુકાબલો કર્યો
મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત બિપરજોયથી થયેલા વિનાશ ઉપર કચ્છના લોકોને સાહસ અને તૈયારી સાથે આ ખતરનાક ચક્રવાતનો મુકાબલો કર્યો એ અભૂતપૂર્વ છે.
પીએમ મોદીએ કર્યો યોગ દિવસનો ઉલ્લેખ
મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ યોગ દિવસનો ઉલ્લેક કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસ પર લોકો સાથે જોડાવા આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે યોગને પોતાના જીવનમાં જરૂર અપનાવો અને પોતાના દિનચર્ચાનો હિસ્સો બનાવો. તેમણે કહ્યું કે જો તમે હજી સુધી યોગ સાથે જોડાયા નથી તો આવનારા 21 જૂને યોગ સાથે જોડાવાનો સારો મોકો છે.
પીએમ મોદીએ છત્રપતિ શિવાજી મહારાજને કર્યા યાદ
મન કી બાત કાર્યક્રમમાં છત્રપતિ શિવાજી મહારાજને યાદ કરતા કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજની વીરતાની સાથે જ તેમની ગવર્નસ અને તેના પ્રબંધ કૌશલથી ગણું બધું શીખવા મળશે. વિશેષકર જળ પ્રબંધન અને નૌસેનાને લઇને છત્રપતિ શિવાજી મહારાજે જે કાર્ય કર્યું છે તે આજે પણ ભારતીય ઇતિહાસનું ગૌરવ વધારે છે. તેમણે જણાવ્યું કે જલદુર્ગ આટલી શદીઓથી પણ સમુદ્રની વચ્ચે આજે શાનથી ઉભો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણા બધાનું કર્તવ્ય છે કે આપણે શિવાજી મહારાજના પ્રબંધ કૌશલને જવા અને તેમનાથી શીખ મેળવો. આનાથી આપણા ભવિષ્ય માટે કર્તવ્યોની પ્રેરણા મળશે. જ્યારે નિયત ચોખ્ખી હોય તો આ પ્રયાસોમાં ઇમાદારી હોય તો પણ કોઈપણ લક્ષ્ય મુશ્કેલ નથી હોતું.
(આર્ટિકલ અપડેટ થઈ રહ્યો છે)