PM Narendra Modi Diwali : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર સરહદ પર સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવવા જઈ રહ્યા છે. જ્યારથી પીએમ મોદી સત્તામાં આવ્યા છે ત્યારથી તેઓ દર વર્ષે દિવાળીનો આ તહેવાર સૈનિકો સાથે મનાવે છે. આ વખતે પીએમ જમ્મુ-કાશ્મીર જવાની તૈયારી કરી રહ્યા છે જ્યાં તેઓ સૈનિકો સાથે તહેવાર મનાવશે. આ સિવાય તેમને સંબોધિત પણ કરશે.
પીએમ મોદીનો આ અંદાજ છેલ્લા 9 વર્ષથી આવી રીતે જ ચાલી રહ્યો છે. ગત વર્ષે વડાપ્રધાન સૈનિકો સાથે દિવાળી મનાવવા માટે કારગિલ ગયા હતા. તે પહેલા પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
પીએમ મોદી દર વર્ષે દિવાળી સૈનિકો સાથે મનાવે છે. ગત વર્ષે તેમણે કારગિલમાં સેનાના જવાનો સાથે રોશનીનો તહેવાર ઉજવ્યો હતો. વર્ષ 2021માં તેમણે જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. વર્ષ 2020ની વાત કરીએ તો પીએમ રાજસ્થાનના જેસલમેરમાં દિવાળીની ઉજવણી કરવા ગયા હતા.
આ પણ વાંચો – કર્ણાટકમાં ભાજપનો મોટો દાવ, યેદિયુરપ્પાના પુત્ર બી વાય વિજયેન્દ્રને પ્રદેશ પ્રમુખ બનાવ્યા
પીએમ મોદીએ 2019માં રાજૌરીમાં સૈનિકોનો જોશ વધાર્યો હતો. વર્ષ 2018માં ઉત્તરાખંડના હરસીલ ગામમાં પીએમ મોદી હાજર રહ્યા હતા. એટલે કે દર વર્ષે સ્થળ અલગ હોય છે પરંતુ પીએમ મોદીની દિવાળી સૈનિકો સાથે ઉજવવાનો સિલસિલો યથાવત્ છે.