scorecardresearch
Premium

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી પીએમ નરેન્દ્ર મોદીને મંચ પરથી ચરણામૃત કેમ પીવડાવ્યું?

Ayodhya Ram Mandir Pran Pratistha : આચાર્ય નરેન્દ્ર ગિરીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઠોર તપસ્યા કરી અને તેઓ તપસ્વી છે

PM Narendra Modi, ayodhya Ram mandir, ayodhya Ram mandir Pran Pratistha
આચાર્ય નરેન્દ્ર ગિરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચરણામૃત આપીને તેમના 11 દિવસના અનુષ્ઠાનને પૂર્ણ કરાયા હતા (ફોટો સોર્સઃ ડીડી ન્યૂઝ)

Ayodhya Ram Mandir Pran Pratistha : અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 11 દિવસની વિશેષ અનુષ્ઠાન પૂર્ણ થયા છે. આ પછી અનુષ્ઠાનના આચાર્ય નરેન્દ્ર ગિરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચરણામૃત આપીને તેમના 11 દિવસના અનુષ્ઠાનને પૂર્ણ કરાયા હતા. ચરણામૃત લીધા બાદ વડાપ્રધાન મોદીએ નરેન્દ્ર ગિરીને નમન કર્યા હતા.

આચાર્ય નરેન્દ્ર ગિરીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઠોર તપસ્યા કરી અને તેઓ તપસ્વી છે. પ્રધાનમંત્રીએ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં મંદિરોની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદીએ રામજીના મહત્વ સાથે જોડાયેલા મંદિરોની મુલાકાત લીધી અને દરેકને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવાનું આહ્વાન કર્યું હતું.

પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે તેમની 11 દિવસની ઉપવાસ-અનુષ્ઠાન દરમિયાન મેં એ સ્થળોના ચરણસ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો જ્યાં ભગવાન રામના પગ પડ્યા હતા. હું ભાગ્યશાળી છું કે આ પવિત્ર હાવભાવથી મને સાગરથી સરયુ સુધીની યાત્રાની તક મળી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભગવાન રામ ભારતનાં બંધારણની પ્રથમ પ્રતિમાં બિરાજમાન છે. બંધારણ અસ્તિત્વમાં આવ્યા પછી પણ દાયકાઓ સુધી ભગવાન શ્રી રામના અસ્તિત્વ માટે કાનૂની લડત ચાલી રહી હતી. હું ભારતના ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કરવા માંગુ છું, જેણે ન્યાયની લાજ રાખી લીધી.

આ પણ વાંચો – ગોવિંદદેવ ગિરીએ પીએમ મોદીને આપ્યું રાજર્ષિનું બિરુદ, રાજા જનકને પણ મળ્યું હતું આ સન્માન, જાણો શું છે

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હું આજે ભગવાન શ્રી રામની પણ માફી માંગુ છું. આપણી મહેનત, ત્યાગ અને તપસ્યામાં કેટલી ઉણપ રહી હશે કે આપણે આટલી સદીઓ સુધી આ કામ ન કરી શક્યા. આજે તે ઉણપ પૂરી થઈ ગઈ છે. હું માનું છું કે ભગવાન રામ આજે આપણને ચોક્કસ માફ કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ગુલામીની માનસિકતાને તોડીને દેશ ઊભો થયો છે. ભૂતકાળના દરેક ડંખમાંથી હિંમત લઈને, રાષ્ટ્ર આ રીતે એક નવો ઇતિહાસ રચે છે. આજથી હજાર વર્ષ પછી પણ લોકો આ તારીખની, આજની આ પળ વિશે ચર્ચા કરશે.

મંચ પર વડાપ્રધાન મોદી ઉપરાંત આરએસએસના પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ અને મહાસચિવ ચંપત રાય ઉપસ્થિત રહ્યા હતા.

Web Title: Pm narendra modi breaks his 11 days fast after ram mandir pran pratishtha ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×