PM Modi France and UAE Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 જુલાઈએ ફ્રાન્સ અને યુએઈના પ્રવાસ માટે રવાના થશે. તેઓ ફ્રાંસમાં વેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પીએમ મોદી રાજકીય પ્રવાસના ભાગ રૂપે સંયુક્ત અરબ અમીરાતની એક મહત્વપૂર્ણ યાત્રા કરશે. પીએમ મોદીની ફ્રાન્સ યાત્રા એટલા માટે મહત્વની છે કે ફ્રાંસ પ્રવાસ 96 હજાર કરોડની બીડ ડિફેન્સ ડીલને મંજૂરી મળી શકે છે. ભારત, ફ્રાન્સ પાસેથી 26 રાફેલ અને 3 સ્કોર્પીન સબમરીન ખરીદી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફ્રાન્સ પ્રવાસ દરમિયાન આ કરાર અંગે જાહેરાત થવાની સંભાના છે.
કેમ મહત્વનો છે ફ્રાંસનો પ્રવાસ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસ યાત્રા દરમિયાન ભારત સરકાર ફ્રાન્સ સાથે 26 રાફેલ -એમ અને ત્રણ સ્કોર્પીન સબમરીન ખરીદવા પર ડીલ કરી શકે છે. આ ડીલ આશરે 96 હજાર કરોડ રૂપિયાની થશે. આ ડીલમાં 26 રાફેલ-એમ ફાઇટર જેટમાંથી 22 ફાયટર જેટ સિંગલ સિટર થશે. અને ચાર ડબલ સીટર ટ્રેનિંગ ફાઇટર હશે.
આ ઉપરાંત પ્રોજેક્ટ 75 અંતર્ગત ત્રણ વધારાની સ્કોર્પીન ક્લાસ સબમરીન ભારત લવાશે. રાફેલ-એમ ફાઇટર જેટ્સને ભારતીય નૌસેનાના એરક્રાફ્ટ કરિયર્સ પર તૈનાત કરવામાં આવશે. અત્યારના સમયની વાત કરીએ તો નૌસેના પાસે અત્યારે ફાઇટર જેટ્સ અને સબમરીનની કમી છે.
ઉલ્લેખનીય છે કે રક્ષા મંત્રાલયને રક્ષા ખરીદ બોર્ડથી 26 રાફેલ – એમ વિમાનની ખરીદી સાથે જોડાયેલા પ્રસ્તાવોને મંજૂરી મળી ગઈ છે. આ પ્રસ્તાવોમાં નૌસેના માટે રાફેલ એમ વિમાનોની સાથે જ ત્રણ સ્કોર્પીન સબમરીનની પણ ખરીદી સામેલ છે. આ ડીલના પ્રસ્તાવો પર રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતા હેઠળ રક્ષા અધિગ્રહણ પરિષદ વિચાર કરશે. સંભાવના છે કે વડાપ્રધાન મોદીના ફ્રાન્સ પહોંચતા પહેલા ડીએસી આ પ્રસ્તાવોને મંજૂરી આપી શકે છે.
યુએઈની પાંચમી યાત્રા
વર્ષ 2014માં પદભાર સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાડી દેશ યુએઈની પાંચમી યાત્રા કરશે. આ પહેલા જૂન 2022, ઓગસ્ટ 2019, ફેબ્રુઆરી 2018 અને ઓગસ્ટ 2015માં યુએઈ જઈ ચુક્યા છે. જૂન 2022માં પોતાની છેલ્લી યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન પર સંવેદના વ્યક્ત કરવા માટે અબૂ ધાબીના રાષ્ટ્રપતિ અને શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી.