વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે તેલંગાણાના વારંગલ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી હાજર રહ્યા હતા. આ પહેલા વડાપ્રધા મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે વારંગલ જઈ રહ્યો છું. જ્યાં અમે 61000 કરોડ રૂપિયાથી વધારે વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરીશું. આ પરિયોજનાઓમાં રાજમાર્ગથી લઇને રેલવે સુધી વિવિધ ક્ષેત્રોની પરિયોજનાઓનો સમાવેશ છે. જે તેલંગાણાના લોકોને લાભ પહોંચાડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે જ્યારે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી આર્થિક શક્તિ બન્યું છે તો તેમાં તેલંગાણાના લોકોની મોટી ભૂમિકા રહી છે. દુનિયા જ્યારે ભારતમાં રોકાણ કરવા માટે આવી રહી છે ત્યારે તેલંગાણા સામે અવસર જ અવસર છે. વિકસિત ભારત માટે આટલો ઉત્સાહ છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પહેલાથી જ અનેક ગણું ઝડપથી કામ કર્યું : PM મોદી
વારંગલમાં વડાપ્રધાને કહ્યું કે નવા લક્ષ્ય માટે નવા રસ્તા પણ બનાવવા પડે છે. ભારતનો ઝડપી વિકાસ સંપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સંભવ નથી. એટલા માટે અમારી સરકાર પહેલાથી વધારે સ્પીડ અને સ્કેલ પર કામ કરી રહી છે. પીએમે કહ્યું કે આજ દરેક પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પહેલાથી અનેક ગણું તેજીથી કામ કરી રહ્યા છે. આજે સંપૂર્ણ દેશમાં હાઈવે, એક્સપ્રેસવે, ઇકોનોમિક કોરિડો, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનું જાળ બિછાવેલું છે.
અમારી પાસે એક ગોલ્ડન પીરિયડ આવ્યો છે : PM modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારંગલમાં જનસભાને સંબોધિત કરતા કહ્યું કે આજે ભારત નવું ભારત છે. ગણીબધી એનર્જીએ ભરેલું છે. 21મી સદીની આ ત્રીજા દશકમાં આપણી પાસે એક ગોલ્ડન પીરિયડ આવ્યો છે. આપણે આ અવસર પર દરેક ક્ષણનો સંપૂર્ણ ઉપયોગ કરવાનો છે.પીએમએ કહ્યું કે દરેક સંભાવનાઓને ગતિ આપવા માટે છેલ્લા 9 વર્ષમાં ભારત સરકારે તેલંગાણાના વિકાસ અને કનેક્ટિવીટી પર વિશેષ ધ્યાન આપ્યું છે.