scorecardresearch

PM નરેન્દ્ર મોદી એ ઈન્દિરા ગાંધીને પણ પાછળ છોડ્યા, શું હવે નહેરુનો પણ રેકોર્ડ તૂટશે?

PM Narendra Modi Breaks Indira Gandhi Record: પીએમ નરેન્દ્ર મોદી હવે માત્ર જવાહરલાલ નહેરુથી પાછળ છે, જેમણે સતત 16 વર્ષ અને 286 દિવસ સુધી વડાપ્રધાન પદની ખુરશી સંભાળી હતી.

Jawaharlal Nehru | PM Narendra Modi | indira gandhi
Prime Minister of india : ભારતના વડાપ્રધાન. જવાહરલાલ નહેરું, નરેન્દ્ર મોદી અને ઇન્દિરા ગાંધી. (Image: Jansatta)

PM Narendra Modi Breaks Indira Gandhi Record: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તામાં 11 વર્ષ અને 60 દિવસ પૂરા કર્યા છે. આ રીતે તેમણે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો વધુ એક રેકોર્ડ તોડ્યો છે. પીએમ મોદી હવે માત્ર જવાહરલાલ નેહરુથી પાછળ છે, જેમણે સતત 16 વર્ષ અને 286 દિવસ સુધી વડાપ્રધાનની ખુરશી સંભાળી હતી.

આમ જોવા જઈએ તો જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી બંનેએ ચાર વખત પીએમ પદના શપથ લીધા હતા એ વાત તો નક્કી છે, પરંતુ એટલો એ તફાવત હતો કે નહેરુ સતત જીતતા રહ્યા અને સત્તા પર રહ્યા, જ્યારે ઈન્દિરા ગાંધીને કટોકટી પછી થોડા સમય માટે પોતાની સત્તા ગુમાવવી પડી.

પરંતુ જ્યારે પીએમના શપથ લેવાની વાત આવે છે ત્યારે વડાપ્રધાન મોદી હજુ પણ જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધીને પાછળ રાખી રહ્યા છે કારણ કે નેહરુ અને ઈન્દિરાએ ચાર વખત વડાપ્રધાન પદના શપથ લીધા છે, આવી સ્થિતિમાં પીએમ મોદીએ ફરી એકવાર પીએમ પદના શપથ લેવા પડશે.

આમ જોવા જઈએ તો પીએમ મોદી જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધીથી પાછળ ચાલી રહ્યા છે, ઘણી બાબતોમાં તેમણે આ બંને પણ પાછળ છોડી છે. હકીકતમાં પીએમ નરેન્દર મોદી વિશે કહી શકાય કે તેઓ છેલ્લા 24 વર્ષથી સક્રિય રાજનીતિનો ભાગ છે અને સતત ચૂંટણી જીતતા આવ્યા છે. તેઓ 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદ પર રહ્યા અને ત્યાર પછી વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો.

પીએમ મોદી વિશે પણ કહેવામાં આવે છે કે તેઓ પહેલા એવા બિન કોંગ્રેસી નેતા છે જેમણે પોતાની સતત બે ટર્મ પૂરી કરી છે. આ પહેલા અટલ બિહારી વાજપેયી પણ ભાજપના નેતા હતા પરંતુ તેમનો કાર્યકાળ માત્ર 6 વર્ષનો હતો અને તે પણ સતત ન હતો. તેમના સિવાય મોરારજી દેસાઈ. ચરણસિંહ, ચંદ્રશેખર, ગુજરાલ, એચડી દેવગૌડા પણ એવા કેટલાક વડાપ્રધાન હતા જેમણે થોડા સમય માટે સારી સરકાર ચલાવી હતી.

આમ જોવા જઈએ તો આ મામલે મનમોહન સિંહ પણ પીએમ મોદીની બરાબરી કરે છે કારણ કે તેઓ પહેલા એવા બિન-ગાંધી નેતા હતા જેમણે સતત બે ટર્મ સુધી પીએમ પદના શપથ લીધા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો પીએમ મોદી ચોથી વાર સત્તામાં આવશે તો તેવામાં તેઓ મોટી ઉંમરના વડાપ્રધાનનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લેશે.

Web Title: Pm modi breaks indira gandhi record will nehru record also be broken as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×