વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે ત્યારે આજે તેમનો પ્રવાસનો ત્રીજો દિવસ છે. પીએમ મોદીએ ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે વ્હાઇટ હાઉસમાં વાત કરી હતી. તેમણે બાઇડન સાથે મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. આ ઉપરાંત બંને દેશ અનેક ક્ષેત્રોમાં પ્રોત્સાહન આપવા માટે સહમત થયા છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત બાદ રાષ્ટ્રપતિ જો બાઇડન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. આ દરમિયાન ગણાવ્યું કે કોને કોને કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
હથિયારબંધ ડ્રોન
ભારતના જનરલ એટોમિક્સના એમક્યુ-9 રીપર હથિયારબંધ ડ્રોનની ખરીદીની જાહેરાત કરી હતી. ભારતના આ પગલાં હિંદ મહાસાગર ઉપરાંત ચીન સાથે સીમા પર પણ રાષ્ટ્રીય સુરક્ષાની ક્ષમતાઓમાં મજબૂતી મળશે. આ ડ્રોન 500 ટકા વધારે પેલોડ લઇ જઇ શકે છે. પહેલાના એમક્યુ 1ની તુલાએ 9 ગણો વધારે હોર્સ પાવર છે.
રક્ષા ક્ષેત્રમાં મોટા કરાર
ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા ક્ષેત્રમાં મોટા સમજૂત કરાર થયા છે. ભારતમાં હવે લડાકુ જેટ એન્જીનનું ઉત્પાદન થશે. જીઈ એરોસ્પેસે ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનો તેજસ માટે સંયુક્ત રુપથી લડાકુ જેટ એન્જીનોનું ઉત્પાદન કરશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સાથે સમજૂતી કરી છે.
અવકાશ
બંને દેશો તરફથી જાહેરાત કરવામાં આવી છે કે 2024માં ભારત અને અમેરિકા મળીને એક ભારતીય અંતરીક્ષ યાત્રીને અંતરરાષ્ટ્રીય અવકાસ સ્ટેશન પર મોકલવા માટે સહયોગ કરશે. આ ઉપરાંત ભારતે આર્ટેમિસ કરારમાં પણ સામેલ થવા માટે નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે સમજૂતિ અંતર્ગત સમાન વિચારધારાવાળા દેશ અંતરિક્ષમાં સંયુક્ત મિશન પર કામ કરે છે.
આ પણ વાંચોઃ- Election 2024 | લોકસભા ચૂંટણી 2024 માટે તખ્તો ઘડવા વિપક્ષ મહાગઠબંધન તૈયાર, આજે બેઠક જાણો શું છે પ્લાન?
સેમીકંડક્ટર નિર્માણ
પીએમ મોદીએ ભારતમાં સેમીકંડક્ટર નિર્માણને ઉત્સાહ આપવા માટે અમેરિકી ચિપ નિર્માતા કંપની માઇક્રોન ટેક્નોલોજીને પણ આમંત્રીત કરી છે. ભારતના આ પગલાંથી ચીનને મોટો ફટકો લાગશે. આ ઉપરાંત ટેક્નોલોજી અને સારા પેકેજિંગ ક્ષમતાઓમાં વૃદ્ધિ માટે ભારતમાં એપ્લાઇડ મટેરિયલ્સને પણ પીએમ મોદીએ આમંત્રણ આપ્યું છે.
આ પણ વાંચોઃ- ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલા 5ના મોત, રવાના થયાના 2 કલાકમાં જ ટાઈટન સબમરીનનો સંપર્ક તૂટી ગયો હતો
H1-B વિઝાને લઇને મોટી જાહેરાત
અમેરિકામાં એચ-1 બી વિઝાને લઇને મોટો નિર્ણય કર્યો છે. અમેરિકા હવે એવા એચ1 બી વિઝા આપશે જેનાથી દેશમાં રહીને રિન્યૂ કરી શકાશે. અમેરિકામાં રહેનારા હજારો ભારતીય પ્રોફેશનલ્સને મદદ મળશે. તેમને વિઝા રિન્યૂ કરાવવા માટે યાત્રા કરવી નહીં પડે. અમેરિકામાં રહીને પણ તેઓ વિઝાને રિન્યૂ કરાવી શકે છે. આનાથી તેમને ગણી મદદ મળશે.