PM mementos e-auction : પ્રધાનમંત્રીને દેશ દુનિયામાંથી મળેલી ભેટ સોગાદોની હાલમાં ઈ-હરાજી (e-auction) કરવામાં આવી રહી છે. આ હરાજીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા પીએમ મોદી (PM Narendra Modi) ને આપવામાં આવેલી કાશિ વિશ્વનાથ ધામ નું લાકડામાંથી બનાવવામાં આવેલા મંદિર (Kashi Vishwanath temple wooden temple) ના મોડલની ઊંચી બોલી લગાવવામાં આવી છે. તો તમને જણાવી દઈએ કે, આ હરાજી ક્યારથી શરૂ થઈ અને ક્યાં સુધી ચાલશે? આ હરાજીમાં કેવી રીતે ભાગ લઈ શકાય? કોના દ્વારા હરાજીનું આયોજન કરવામાં આવ્યું? હરાજીમાં કેટલી વસ્તુઓ મુકવામાં આવી છે? અત્યાર સુધીમાં કઈ વસ્તુઓની સૌથી ઊંચી બોલી લાગી છે.
ક્યારથી શરૂ થઈ ઈ-હરાજી અને ક્યાં સુધી ચાલશે
તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રીના જન્મ દિવસ 17 સપ્ટેમ્બરના દિવસથી તેમને મળેલી પ્રતિષ્ઠિત અને યાદગાર ભેટ સોગાદોનું 16 દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરાજી 2 ઓક્ટોબર સુધી ચાલવાની હતી, પરંતુ આ હરાજી માટેની બોલી હવે 10 દિવસ માટે વધારી 12 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે. એટલે કે, પ્રધાનમંત્રીને મળેલી ભેટો પ્રાપ્ત કરવા માટે વધુ 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

કોના દ્વારા અને કેમ ઈ-હરાજીનું આયોજન કરવામાં આવ્યું
પ્રધાનમંત્રીના જન્મ દિવસના અવસર પર તેમને મળેલી ભેટની ઈ-હરાજીનું આયોજન કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતુ. આ હરાજી પાછળનો હેતું આમાંથી પ્રાપ્ત થતી આવક નમામી ગંગે મિશનને આપવામાં આવશે. જેનો ઉપયોગ ગંગા નદીની જાળવણી પાછળ ખર્ચ કરવામાં આવશે.
કેવી રીતે હરાજીમાં ભાગ લઈ શકાય
હજુ પણ ઘણા લોકોને પ્રશ્ન હશે કે આ હરાજીમાં ભાગ કેવી રીતે લઈ શકાય તો તમને જણાવી દઈએ કે, 17 સપ્ટેમ્બરથી શરૂ થયેલી ઈ-હરાજીમાં 1,200 થી વધુ વસ્તુઓની ઓનલાઈન હરાજી વેબ પોર્ટલ pmmementos.gov.in દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જ્યાં તમે લોગ ઈન કરી આ હરાજીમાં ભાગ લઈ શકો છો, વધુ વિગત માટે તમે pmmementos.gov.in પર જઈ માહિતી મેળવી શકો છો.

ઈ-હરાજીમાં કેટલી અને કઈ-કઈ વસ્તુઓ મુકવામાં આવી હતી
ઈ-હરાજીમાં પ્રધાનમંત્રી મોદીને દેશ-દુનિયામાંથી મળેલી 1200થી વધુ વસ્તુઓ મુકવામાં આવી છે, જેમાં સુંદર પેઈન્ટીંગ્સ, મૂર્તિઓ, હસ્તશિલ્પ અને લોક કલાકૃતિઓ, પારંપરિક અંગવસ્ત્રો, શાલ, હેડગિયર, તલવાર, રામ મંદિરનું મોડલ, કાશિ વિશ્વનાથ ધામનું લાકડાનું મોડલ વગેરે વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે.

ઈ-હરાજીમાં કઈ વસ્તુની સૌથી ઊંચી બોલી લગાવવામાં આવી
હવે વાત કરીએ અત્યાર સુધીમાં કઈ વસ્તુની સૌથી વધારે ઊંચી બોલવામાં આવી છે, તો તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ગત વર્ષે કાશિ વિશ્વનાથ ધામના ઉદ્ધાટન સમયે પ્રધાનમંત્રીને આપવામાં આવેલ કાશિ વિશ્વનાથ ધામના લાકડાના મોડલ જે ભેટ આપવામાં આવ્યું હતુ તેની સૌથી બોલી લાગી છે. અત્યાર સુધીમાં આ ભેટ માટે 282 બોલી મળી છે. જેમાં સૌથી ઊંચી બોલી 49.61 લાખ રૂપિયાની લગાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, શરૂઆતની કિંમત માત્ર 16,200 હતી પરંતુ ધીમે ધીમે કાશિ વિશ્વનાથ ધામના મોડલની બોલી ઊંચી થતી ગઈ.

બીજા નંબર પર બ્રાઝિલમાં ડિફલિમ્પિક્સ (2022)માં 65 ભારતીય ટીમ દ્વારા ઓટોગ્રાફ કરાયેલ ટી-શર્ટ બીજા સ્થાને છે. આની 222 બિડ મળી છે, જેમાં મહત્તમ રૂ. 47.69 લાખ સુધીની બોલી છે. તો ત્રીજા નંબર પર થોમસ કપ સુવર્ણ ચંદ્રક વિજેતા કે શ્રીકાંત દ્વારા ઓટોગ્રાફ કરાયેલ બેડમિન્ટન રેકેટને 212 બિડ મળી છે, જે રૂ. 48.2 લાખ સુધી પહોંચી છે. બંને વસ્તુઓની મૂળ કિંમત 5 લાખ રૂપિયા છે.
આમાં 25 સ્પોર્ટ્સ યાદગાર વસ્તુઓ, જેમાંથી મોટાભાગની શરૂઆતની કિંમત 5 લાખ રૂપિયા છે. સૌથી વધારે કિંમતમાં 10 લાખથી 47 લાખ સુધીની વસ્તુઓ છે. આ સિવાય કોમન વેલ્થ ગેમ્સ 2022માં પુરૂષો અને મહિલા બોક્સિંગ ટુકડી દ્વારા ઓટોગ્રાફ કરાયેલ લાલ બોક્સિંગ ગ્લોવ્સની જોડીને 181 બિડ મળી છે, જેમાં સૌથી વધુ બોલી 44.13 લાખ રૂપિયા છે. તો અન્ય વસ્તુઓમાં 19.70 લાખની સ્વર્ણ મંદિરની અલંકૃત પ્રતિકૃતિ જેની 89 બોલી, તો ચેન્નાઈ શતરંજ ઓલિમ્પિયાડની એક સ્મૃતિ ચિન્હ છે, જની 125 બોલી લાગી છે, જેની કિંમત 19.65 લાખ રૂપિયા છે. આમાં વડાપ્રધાનને રજૂ કરાયેલ સુભાષ ચંદ્ર બોઝના કાળા આરસના શિલ્પની 138 બોલીઓ છે, જેની કિંમત 41.71 લાખ રૂપિયા છે.