scorecardresearch
Premium

Parliament Special Session : ચીન, અદાણી, મોંઘવારી અને મણિપુર પર પણ ચર્ચા થાય, સોનિયા ગાંધીએ વિશેષ સત્ર પહેલા લખશે વડાપ્રધાનને પત્ર

Parliament special session Sonia Gandhi, letter : કોંગ્રેસના વિપક્ષી ગઠબંધન INDIA જૂથના નેતાઓને આ નિર્ણયથી અવગત કરાવ્યા. જેમણે તરત બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના આવાસ પર ગઠબંધનના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

Special session of Parliament | Parliament Special session | Indian parliament | Gujarati news
સોનિયા ગાંધી – photo – twitter @congress

Parliament special session Sonia Gandhi : સરકારે અત્યાર સુધી સંસદના આગામી વિશેષ સત્રનો મુખ્ય એજન્ડાનો ખુલાસો કર્યો નથી. આ વચ્ચે કોંગ્રેસ સંસદીય દળની અધ્યક્ષ સોનિયા ગાંદી ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખશે. એ પ્રમુખ મુદ્દાો અંગે જણાવશે જે પાર્ટી ચર્ચા કરવા માંગે છે. આ વખતે મંગળવારે કોંગ્રેસ સંસદીય રણનીતિ સમૂહની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

કોંગ્રેસના વિપક્ષી ગઠબંધન INDIA જૂથના નેતાઓને આ નિર્ણયથી અવગત કરાવ્યા. જેમણે તરત બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના આવાસ પર ગઠબંધનના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. કેટલાક નેતાઓએ કહ્યું કે રાજ્યસભામાં વિપક્ષના નેતાના રૂપમાં ખડગે બંને ગૃહોના નેતાઓના હસ્તાક્ષરની સાથે વિપક્ષી ગઠબંધન તરફથી લખવું જોઇએ. પરંતુ કોંગ્રેસની ઇચ્છા હતી કે સોનિયા ગાંધી બધા દળો તરફથી લખે.. ત્યારબાદ અન્ય દળો સહમત થયા હતા.

આ મુદ્દાઓ પર સદનમાં ઉઠાવવા પર ભાર

એક વિપક્ષી નેતાએ ભાર આપ્યો છે કે આ નાતો સંયુક્ત પત્ર હશે અને ના તો ઈન્ડિયા ગઠબંધન તરફથી હશે. આ પત્ર કોંગ્રેસ સંસદીય દળની અધ્યક્ષ દ્વારા પોતાના લેટરહેડ પર લખવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે પત્રમાં સોનિયા ગાંધી મોંઘવારી, બેરોજગારી, મણિપુરની સ્થિતિ અદાણી પ્રકરણમાં તાજા ખુલાસા, ચીનની સાથે સીમા ગતિરોધ અને સંઘીય ઢાંચા ઉપર હુમલો જેવા મુદ્દા પર ચર્ચા કરશે. સૂત્રોનું કહેવું છે કે વિશેષ સત્ર દરમિયાન આ મુદ્દાને સદનમાં ઉઠાવવા પર વિપક્ષી દળો પણ સહમત છે.

એક દેશ એક ચૂંટણી પર વિચાર અને ઇન્ડિયા ભારત રાજનીતિક વિવાદ વધવાની સાથે જ કોંગ્રેસ એક કાઉન્ટર નેરેટિવ સ્થાપિત કરવા માંગે છે. કારણ કે સરકારે 18 સપ્ટેમ્બરે શરુ થનારા પાંચ દિવસીય વિશેષ સત્રનો એજન્ડા હજી સુધી સ્પષ્ટ કર્યો નથી.

Web Title: Parliament special session sonia gandhi to write letter to prime minister ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×