scorecardresearch
Premium

શું છે ન્યૂઝ ક્લિક? ભાજપ લગાવી રહ્યું છે ગંભીર આરોપ, ન્યૂયોર્ક ટાઇમ્સના ઇન્વેસ્ટિગેશન પછી ભારતમાં બબાલ

BJP MP Nishikant Dubey : ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે 2005થી 2014 વચ્ચે જ્યારે પણ સંકટ આવ્યું ત્યારે કોંગ્રેસને ચીન પાસેથી પૈસા મળ્યા છે. તેમણે કહ્યું કે ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું છે કે ન્યૂઝ ક્લિકને વિદેશી ભંડોળમાંથી 38 કરોડ રૂપિયા મળ્યા છે અને આ નાણાં કેટલાક પત્રકારોમાં વહેંચવામાં આવ્યા છે

BJP MP Nishikant Dubey | Parliament Monsoon Session
લોકસભામાં સોમવારે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર ચીનથી મદદ લેવાનો આરોપ લગાવ્યો (Sansad TV/Screenshot)

Parliament Monsoon Session : લોકસભામાં સોમવારે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર ચીનથી મદદ લેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલને ટાંકીને ન્યૂઝ ક્લિક મીડિયા ઇન્સ્ટિટ્યૂટનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે સંસ્થાને ચીન તરફથી ભંડોળ મળી રહ્યું છે.

નિશિકાંત દુબેએ કહ્યું કે 2005થી 2014 વચ્ચે જ્યારે પણ સંકટ આવ્યું ત્યારે કોંગ્રેસને ચીન પાસેથી પૈસા મળ્યા છે. તેમણે કહ્યું કે ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું છે કે ન્યૂઝ ક્લિકને વિદેશી ભંડોળમાંથી 38 કરોડ રૂપિયા મળ્યા છે અને આ નાણાં કેટલાક પત્રકારોમાં વહેંચવામાં આવ્યા છે.

બીજી તરફ સ્પીકરને લખેલા પત્રમાં કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ દુબેના આરોપોને બદનક્ષીપૂર્ણ ગણાવ્યા હતા અને માંગ કરી હતી કે ભાજપના સાંસદની ટિપ્પણીઓને રેકોર્ડમાંથી દૂર કરવામાં આવે.

ન્યૂઝ ક્લિક શું છે? પહેલા પણ પડી ચુક્યા છે ઇડીના દરોડા

ન્યૂઝ ક્લિક ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ છે. ઈડીના દરોડાને કારણે આ પોર્ટલ અગાઉ પણ ચર્ચામાં રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બે વર્ષ પહેલા ઈડીએ રિપોર્ટ આપ્યો હતો કે ન્યૂઝ ક્લિકને વિદેશથી લગભગ 38 કરોડ રૂપિયાનું ફંડિંગ મળ્યું છે. ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાં ચીનના પ્રચાર સાથે જોડાયેલ એક રિપોર્ટ જાહેર થયા બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ચીન, કોંગ્રેસ અને ન્યૂઝ ક્લિક એક ગર્ભ નાળનો ભાગ છે.

ધ ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટમાં શું છે?

ન્યૂયોર્ક ટાઇમ્સે આ રિપોર્ટમાં ન્યૂઝ ક્લિકનું નામ લીધું હતું અને આરોપ લગાવ્યો હતો કે તે એક વૈશ્વિક નેટવર્કનો ભાગ છે જેને અમેરિકન કરોડપતિ નેવિલ રોય સિંઘમ પાસેથી સતત ફંડિંગ પ્રાપ્ત થયું છે. નેવિલ રોય સિંઘમ કથિત રીતે ચીની સરકાર સાથે જોડાયેલા હોવાના અહેવાલ છે. ધ ન્યૂયોર્ક ટાઇમ્સે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે નવી દિલ્હીમાં કોર્પોરેટ ફાઇલિંગથી ખબર પડે છે કે નેવિલ રોય સિંઘમના નેટવર્કે એક સમાચાર સાઇટ ન્યૂઝ ક્લિકને ફંડિંગ આપ્યું હતું. પોર્ટલે તેના અવેજમાં પોતાની કવરજને ચીનની સરકારના મુદ્દાઓ સાથે જોડ્યું હતું.

આ પણ વાંચો – કોંગ્રેસ શાસિત આ ચાર રાજ્યોમાં NDA કેવું પ્રદર્શન કરશે? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસા

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્પષ્ટ કહ્યું કે ન્યૂઝ ક્લિક ભારત વિરોધી એજન્ડાનો ભાગ છે અને કેટલાક પત્રકારો પણ તેની સાથે જોડાયેલા છે.

જુલાઈ 2021માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) કથિત મની લોન્ડરિંગ કેસમાં ન્યૂઝક્લિકની ઓફિસ અને તેના સંપાદકોના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા હતા. એક નિવેદનમાં ન્યૂઝ પોર્ટલે કહ્યું હતું કે જો ઇડી અને સરકાર સાચી છે અને કાયદાનું પાલન કરે છે તો પછી કોઈ ખોટું કામ મળશે નહીં, ન્યૂઝ ક્લિક પાસે છુપાવવા માટે કંઈ નથી.

આ પછી સપ્ટેમ્બરમાં ન્યૂઝ ક્લિક સહિત બે ન્યૂઝ પોર્ટલની ઓફિસોમાં ઇન્કમટેક્સ સર્વે કરવામાં આવ્યો હતો. વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આ સર્વેક્ષણો કથિત કરચોરી સાથે સંબંધિત છે. આ સર્વે બે સંસ્થાઓ ન્યૂઝલોન્ડ્રી અને ન્યૂઝક્લિકમાં કરવામાં આવ્યો હતો.

Web Title: Parliament monsoon session citing nyt report bjp mp nishikant dubey accuses congress of chinese links ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×