Pakistan hackers cyber attack on Indian army and IIT : પાકિસ્તાન કોઇને કોઇ રીતે ભારતમાં હુમલાઓ કર્યા કરે છે, હવે તે સરહદ શસ્ત્ર હુમલાોની સાથે ટેકનોલોજી વડે સાયબર એટેક પણ વારંવાર કરે છે. આ વખતે ભારતીય સેના ઉપરંત પાકિસ્તાનની નજર IIT જેવી મોટી સંસ્થાઓ પર છે. IBએ મોટો ઘટસ્ફોટ કર્યો છે કે, પાકિસ્તાની હેકર્સ ભારતીય સેનાની સાથે સાથે ઘણી મોટી સંસ્થાઓને પણ ટાર્ગેટ બનાવી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે પડોશી દુશ્મન દેશની નજર હવે ભારતની ટોચની સંસ્થાઓ પર છે. પુણે સ્થિત ક્વિક હીલ ટેક્નોલોજીસની વેન્ચર શાખા સેક્રાઇટના અહેવાલ મુજબ, ટ્રાન્સપર્ટ ટ્રાઈબ ભારત સરકાર અને લશ્કરી સંસ્થાઓને નિશાન બનાવી રહી છે.
પાકિસ્તાનનું આ ગ્રૂપ ભારતને બનાવી રહ્યું છે ટાર્ગેટ
પાકિસ્તાને ભારત પર સાયબર હુમલો કરવા માટે ટ્રાન્સપેરેન્ટ IB નામનું એક નવું જૂથ બનાવ્યું છે. આ જૂથ મુખ્યત્વે ભારતમાં સંરક્ષણ સંસ્થાઓને નિશાન બનાવી રહ્યું છે. પાકિસ્તાનને ગુપ્ત માહિતી પૂરી પાડવાના આરોપમાં તાજેતરમાં ડીઆરડીઓના એક વૈજ્ઞાનિકની ધરપકડ કરવામાં આવી ત્યારે પણ આ વાત સામે આવી છે. આ વૈજ્ઞાનિક હની ટ્રેપથી પાકિસ્તાનની જાળમાં ફસાઈ ગયો હતો.
2023માં સાયબર એટેક વધ્યા
ટ્રાન્સપરન્ટ ટ્રાઇબ લાંબા સમયથી ભારતને સાયબર એટેકથી ટાર્ગેટ કરી રહ્યું છે. તેની પ્રથમ ઘટના મે- 2022માં નોંધાઇ હતી. 2023ની શરૂઆતમાં આ હેકર્સ ગ્રૂપ વધારે હુમલા કરવાની ફિરાકમાં હતું. તેણે IIT અને NIIT જેવી સંસ્થાઓને તેનો ટાર્ગેટ બનાવી છે.
જો કે પાકિસ્તાન આ સંસ્થાઓને શા માટે નિશાન બનાવી રહ્યું છે તે અંગે કોઈ નક્કર માહિતી સામે આવી નથી. સૂત્રોનું કહેવું છે કે આ બંને સંસ્થાઓ સેનાની સાથે મળીને કામ કરે છે, આવી સ્થિતિમાં ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે આ કારણથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.