scorecardresearch
Premium

ઓપરેશન સિંદૂર VIDEO । સાંબા સેક્ટરમાં ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, 7 ઘૂસણખોરો ઠાર

Operation Sindoor: ભારતીય સેના ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકીઓ અને પાકિસ્તાનની કમર તોડી રહ્યું છે આ સંજોગોમાં જમ્મુ કાશ્મીર સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. સાંબા સેક્ટરમાં સરહદ ઓળંગવાનો પ્રયાસ કરી રહેલા 7 ઘૂસણખોરોને બીએસએફ જમ્મુ ફ્રંટિયરએ ઠાર કર્યા છે.

Operation Sindoor | India armed force | Shoot seven infiltrators in Samba sector | Terror attack
Operation Sindoor: ભારતીય સેનાએ સાંબા સેક્ટરમાં સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો અને 7 ઘૂસણખોરોને ઠાર કર્યા (ફોટો સ્ક્રિન ગ્રેબ)

Operation Sindoor India Pakistan News: ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ ઓપરેશન સિંદૂર આતંકીઓ માટે વ્રજઘાત બન્યું છે. ભારતના આ હવાઈ હુમલાથી ગભરાયેલા પાકિસ્તાને ભારતીય સેના અને નાગરિકોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતીય એર સિસ્ટમે આ તમામ હુમલાઓને નિષ્ફળ કર્યા હતા. આ સંજોગોમાં પાકિસ્તાને ભારતીય સરહદે સીઝફાયરનું ઉલ્લંઘન કરી ભારે ગોળીબારી કરી હતી. આ ગોળીબારીની આડમાં સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 ઘૂસણખોરોને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) એ ઠાર કર્યા હતા.

પાકિસ્તાન અને પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીર (PoK) માં ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય વાયુસેનાએ આતંકવાદીઓને આશરો આપતા 9 સ્થળોનો સફાયો કરી પહેલગામ આતંકી હુમલાનો બદલો લીધો હતો. ભારતીય સેનાની આ જવાબી કાર્યવાહીથી ધૂંઆપૂઆ થયેલા પાકિસ્તાને વધુ એક મોટી ભૂલ કરી બેઠું. બુધવારની રાતે ભારત પર હવાઈ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જોકે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો અને હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.

ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર થી આતંકી આકાઓ અને પાકિસ્તાની સેનાને મરણતોલ ફટકો પડ્યો છે. પાકિસ્તાન ભારતને નુકસાન પહોંચાડવા માટે હવાઇ હુમલાની સાથોસાથ સરહદ પર અંધાધૂંધ ગોળીબારી કરી રહ્યું છે. ભારતીય સેના એનો જોરદાર જવાબ આપી રહી છે.

ભારતીય સેનાએ 7 ઘૂસણખોરોને ઠાર કર્યા, જુઓ વીડિયો

આ દરમિયાન એક ખાસ ખબર એ પણ સામે આવી રહી છે કે, જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરમાં બીએસએફ જમ્મુ ફ્રંટિયરએ ભારતમાં ઘૂસણખોરીની પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલ ગોળીબારીની આડમાં પાકિસ્તાન સરહદેથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 ઘૂસણખોરોને ભારતીય સેનાએ ઠાર કર્યા છે.

ઓપરેશન સિંદૂર લાઇવ અપડેટ્સ અહીં જાણો

અહીં નોંધનિય છે કે, પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીર અને પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડાઓને નિશાન બનાવ્યા છે. આ કાર્યવાહીથી ગભરાયેલ પાકિસ્તાન ભારત સામે હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે. ભારતીય સેના અને રહેણાંક વિસ્તારોમાં પર મિસાઇલ, ડ્રોન સહિત હુમલા કરી રહ્યું છે. જોકે ભારતીય સેના જોરદાર જવાબ આપી રહી છે.

Web Title: Operation sindoor india armed force shoot seven infiltrators in samba sector

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×