scorecardresearch
Premium

એક દેશ એક ચૂંટણી : રામનાથ કોવિંદના અધ્યક્ષતાવાળી કમિટીની જાહેરાત, અમિત શાહ સાથે આ 6 ચહેરાઓનો સમાવેશ

one nation one election : કેન્દ્ર સરકારે 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. એવી અટકળો છે કે તે સત્ર દરમિયાન સરકાર એક દેશ એક ચૂંટણીને લગતું બિલ રજૂ કરી શકે છે

Amit Shah | one nation one election
ગૃહમંત્રી અમિત શાહ (તસવીર – સંસદ ટીવી)

one nation one election : સરકાર એક દેશ એક ચૂંટણીને લઈને ખૂબ જ ગંભીર જણાય છે. થોડા દિવસ પહેલા જે મુદ્દા પર માત્ર ચર્ચા થતી હતી, હવે કમિટીની પણ જાહેરાત થઇ ગઇ છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી આ કમિટીમાં ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય સાત નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ કમિટીમાં અમિત શાહની સાથે અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, એનકે સિંહ, સુભાષ કશ્યપ, હરીશ સાલ્વેનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંજય કોઠારીને પણ આ મહત્વપૂર્ણ સમિતિનો ભાગ બનાવવામાં આવ્યા છે. હવે આ બધા દેશમાં એક ચૂંટણીની પ્રક્રિયા પર મંથન કરવા જઈ રહ્યા છે, રામનાથ કોવિંદના નેતૃત્વમાં તેમના તરફથી એક ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે, તમામ પાસાઓ ઉપર પણ ચર્ચા જોવા મળશે.

જાણકારી માટે જણાવી દઈએ કે 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. એવી અટકળો છે કે તે સત્ર દરમિયાન સરકાર એક દેશ એક ચૂંટણીને લગતું બિલ રજૂ કરી શકે છે. જો આવું થશે તો તે પોતાનામાં જ એક મોટો સુધારો સાબિત થશે. વાસ્તવમાં અત્યારે એક દેશ એક ચૂંટણી મુદ્દો નથી, તેની ચર્ચા ઘણા વર્ષોથી થઈ રહી છે. આ મુદ્દો ઘણી સરકારો દરમિયાન પણ ઉઠાવવામાં આવ્યો છે પરંતુ દરેક વખતે આ મામલો સર્વસંમતિના અભાવે અટકી જાય છે.

આ પણ વાંચો – શું એક દેશ, એક ચૂંટણી શક્ય છે? દેશને કેટલો ફાયદો અને કેટલું નુકસાન? જાણો દરેક પ્રશ્નનો જવાબ

1983માં ચૂંટણી પંચે સૌ પ્રથમ એકસાથે મળીને ચૂંટણી યોજવાની વાત કરી હતી. ત્યારબાદ 1999માં જીવન રેડ્ડીની આગેવાની હેઠળના કાયદા પંચે આ વિચારની હિમાયત કરી હતી. આ પછી 2015માં સંસદની સ્થાયી સમિતિને પણ આ વિચાર ગમ્યો હતો અને ત્યારબાદ 2018માં કાયદા પંચે આ પગલા અંગે લોકોનો અભિપ્રાય માંગ્યો હતો.

એક સાથે દેશમાં ચૂંટણીની જરૂર કેમ પડી?

એક દેશ એક ચૂંટણીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લાંબા સમયથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેની પાછળ પણ એક કારણ છે. હકીકતમાં, કોઈપણ જિલ્લામાં સામાન્ય રીતે ચાર વખત આચારસંહિતા લાગુ કરવામાં આવે છે. લોકસભા ચૂંટણી, વિધાનસભા ચૂંટણી, પાલિકા અને પંચાયતની ચૂંટણી સમયે આચારસંહિતા લાગુ કરવામાં આવે છે. જ્યારે આચારસંહિતા લાગુ પડે છે ત્યારે તેની સીધી અસર વિકાસ યોજનાઓ પર પડે છે. દેશમાં સતત ચૂંટણીની સ્થિતિને કારણે સરકારને નીતિ અને વહીવટી નિર્ણયો લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આના કારણે અનેક મહત્ત્વના કામો પ્રભાવિત રહે છે.

Web Title: One nation one election amit shah adhir ranjan chowdhury ghulam nabi azadin eight member panel ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×