scorecardresearch
Premium

Nuh Violence: કોણ છે મોનુ માનેસર? નૂહ હિંસામાં કેમ લેવામાં આવે છે નામ, સોશિયલ મીડિયા પર હજારો ફોલોઅર્સ છે

Nuh Violence: મોનુ માનેસરનું નામ આ વર્ષે ફેબ્રુઆરીમાં ભિવાનીમાં બે કથિત ગાય તસ્કરોની હત્યા સાથે જોડાયેલું હતું. મોનુ માનેસર ઉર્ફે મોહિત યાદવ બજરંગ દળનો સભ્ય અને ગૌ રક્ષક છે. તે ગુરુગ્રામ નજીક મોનુ માનેસરથી આવે છે.

Nuh Violence, Monu manesar
મોનુ માનેસર ઉર્ફે મોહિત યાદવ બજરંગ દળનો સભ્ય અને ગૌ રક્ષક છે (ફોટો – એક્સપ્રેસ)

Nuh Violence: હરિયાણાના નૂહમાં સાંપ્રદાયિક હિંસા બાદ મોનુ માનેસર ફરી ચર્ચામાં છે. પરંતુ એ જાણવું પણ જરૂરી છે કે, મોનુ માનેસર કોણ છે અને ગુરુગ્રામમાં ફેલાયેલી હિંસા સાથે તેનું શું જોડાણ છે. મોનુ માનેસરનું નામ આ વર્ષે ફેબ્રુઆરીમાં ભિવાનીમાં બે કથિત ગાય તસ્કરોની હત્યા સાથે જોડાયેલું હતું. વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યો હતો.

હરિયાણાના નૂહમાં અથડામણના એક દિવસ પહેલા, મોનુ માનેસરે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં કહ્યું હતું કે, તે ‘શોભા યાત્રા’માં ભાગ લેશે અને લોકોને મોટી સંખ્યામાં તેમાં જોડાવા માટે કહ્યું હતું. જોકે, પોલીસે મોનુ માનેસરને અટકાવ્યો હતો અને તેણે ધાર્મિક સરઘસમાં ભાગ લીધો ન હતો.

નૂહ, ગુરુગ્રામ અને સોહના જિલ્લામાં સ્થિતિ તંગ બની છે, જ્યાં લોકોની મોટા પાયે અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, ધાર્મિક સરઘસ પર હુમલાનું એક કારણ મોનુ માનેસરની સંભવિત સંડોવણી હતી. પરંતુ મોનુ માનેસર કોણ છે અને તે આટલો વિવાદાસ્પદ કેમ છે?

જાણો કોણ છે મોનુ માનેસર

મોનુ માનેસર ઉર્ફે મોહિત યાદવ બજરંગ દળનો સભ્ય અને ગૌ રક્ષક છે. તે ગુરુગ્રામ નજીક મોનુ માનેસરથી આવે છે. તેઓ હરિયાણામાં બજરંગ દળના ગાય સંરક્ષણ ટાસ્ક ફોર્સના એકમ ગોરક્ષા દળના વડાની ભૂમિકા માટે પ્રસિદ્ધિ પામ્યો છે. મોનુના પિતાનું અવસાન થયું છે. તેને એક નાનો ભાઈ અને એક બહેન છે. મોનુ માનેસર પરિણીત છે અને તેને બે બાળકો છે. તે છેલ્લા 10-12 વર્ષથી બજરંગ દળ સાથે જોડાયેલો છે.

મોનુ માનેસરની ખ્યાતિ કથિત ગાય તસ્કરો સામેની તેમની તકેદારીના કારણે છે. તેની મોડસ ઓપરેન્ડીમાં નાઇટ શિફ્ટમાં તેના માણસો પાસેથી શંકાસ્પદ વાહનો વિશે ટીપ્સ મેળવવાનો સમાવેશ થાય છે, જેના પગલે તે પોલીસને જાણ કરે છે. જો પોલીસ જવાબો આપવામાં અસમર્થ હોય, તો મોનુ માનેસર અને તેના સહયોગીઓ મામલો પોતાના હાથમાં લે છે, શંકાસ્પદોને પકડીને પોલીસને સોંપે છે. જો કે, મોનુ માનેસરના કામોએ વિવાદ અને ટીકાને જન્મ આપ્યો છે.

રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઘાટમીકા ગામના રહેવાસી નાસીર અને જુનૈદનું 15 ફેબ્રુઆરીના રોજ કથિત રીતે ગાય રક્ષકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે તેમના મૃતદેહ હરિયાણાના ભિવાનીના લોહારુ ખાતે બળેલી કારમાંથી મળી આવ્યા હતા. આ કેસમાં રાજસ્થાન પોલીસે ચાર્જશીટ દાખલ કરી અને મોનુ માનેસરનું નામ આરોપી તરીકે રજૂ કર્યો હતો. જોકે, મોનુ માનેસરે અપહરણ અને હત્યાના આરોપોને નકારી કાઢ્યા છે અને હાલમાં તે ફરાર છે.

આ પણ વાંચોહરિયાણામાં હિંસા : બે હોમગાર્ડના જવાન સહિત પાંચ લોકોના મોત, નૂહમાં કર્ફ્યુ, ફરીદાબાદ-ગુરુગ્રામમાં કલમ-144 લગાવી

સોશિયલ મીડિયા પર મોનુ માનેસરની મજબૂત હાજરી

મોનુ માનસર સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય છે. તેના યુટ્યુબ પર 2 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને ફેસબુક પર 83,000 ફોલોઅર્સ છે. તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવારનવાર તેમના અને તેમની ટીમ દ્વારા શંકાસ્પદ વાહનો જે ગેરકાયદેસર રીતે ઢોરનું વહન કરતા હોય છે, તેનો પીછો કરતા લાઇવ-સ્ટ્રીમ વીડિયો બચાવતા હોય છે. ગંભીર આરોપો છતાં મોનુ માનેસર સમાજના અમુક વર્ગો દ્વારા સમર્થન મળતુ રહે છે. આ વર્ષની શરૂઆતમાં મોનુને સમર્થન વ્યક્ત કરવા માનેસરમાં હિન્દુ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, મોનુ માનેસર પોલિટેકનિક ડિપ્લોમા હોલ્ડર છે. કોલેજમાં હતો ત્યારે બજરંગ દળ સાથે જોડાયો હતો.

Web Title: Nuh violence who is monu manesar riots connection haryana gurugram km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×