Santosh Singh , Arun Janardhanan: બિહારમાં ભાજપ (BJP) વિરોધી પાર્ટીઓની બેઠક 23 જૂને યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિનને આમંત્રિત કરવા માટે આજે મંગળવારે તમિલનાડુ જવાના હતા, પરંતુ તમની તબિયત લથડતા આ કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો. આવી સ્થિતિમાં હવે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને મંત્રી સંજય ઝા પટનાથી ચેન્નાઈ પહોંચ્યા હતા.
મહત્વનું છે કે, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન કોંગ્રેસથી ખુશ નથી. આવા સંજોગોમાં વિરોધ પક્ષોની બેઠક પણ યોજાવાની છે. એટલા માટે જો નીતીશ કુમાર ચેન્નાઈ ગયા હોત તો તેમણે જાતે જ તેમને મનાવવાનો પ્રયાસ કર્યો હોત. જો નીતિશ કુમાર પોતે ગયા હોત તો મામલો તદ્દન અલગ હોત.
વાસ્તવમાં તમિલનાડુમાં એમ કરુણાનિધિની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે જવું પડ્યું. આ કાર્યક્રમના બહાને નીતીશ કુમાર ત્યાં સીએમ એમકે સ્ટાલિનને મળવાના હતા, જે હવે રદ કરી દેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે 1 માર્ચના રોજ મુખ્યમંત્રી સ્ટાલિનના 70માં જન્મદિવસના અવસર પર તેજસ્વી યાદવ ચેન્નાઈ પહોંચ્યા હતા. તેજસ્વી યાદવે ત્યાં પહોંચ્યા બાદ તેમને અભિનંદન પાઠવ્યા હતા. લગભગ ત્રણ મહિનામાં તેજસ્વીને મળવાની આ બીજી તક છે.
પ્રાપ્ત વિગત અનુસાર, 20 જૂને બિહારની રાજધાની પટનામાં લગભગ 20 વિપક્ષી દળોની બેઠક યોજાશે. વિપક્ષી એકતાની કવાયતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, AAP સંયોજક અરવિંદ કેજરીવાલ, તમામ ડાબેરી પક્ષોના અગ્રણી નેતાઓ, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, તેજસ્વી યાદવ સહિતના 17 થી 18 પક્ષોના અગ્રણી નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે.
કોંગ્રેસ પ્રવકતા અસિત નાથ તિવારીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આપણે નિશ્નિતરૂપે રાહુલ ગાંધીને ભવિષ્યના પીએમ તરીકે જોઇએ છીએ, પરંતુ સૌકઇ એ વાતથી વાકેફ છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણી 2024 લડી શકશે નહીં. આ સાથે તેમણે કહ્યું કે, સ્વાસ્થ કારણોસર નીતિશ કુમાર તમિલનાડું નહીં જઇ શક્યા તે વાતનો ખોટો ફજેતો બનાવી દીધો છે.
જેડીયુના મુખ્ય રાષ્ટ્રીય પ્રવકતા કેસી ત્યાગીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, કોઇ પણ પક્ષ પોતાના નેતાને ભાવિ વડાપ્રધાન તરીકે જોતી હોય તો તેમાં કંઈ ખોટું નથી, પરંતુ અહીં (પટના બેઠકમાં) તે કોઈ મુદ્દો નથી.” અમારો વિચાર પટનાની સભાને ભવ્ય રીતે સફળ બનાવવાનો છે. તેમણે એ પણ જણાવ્યું કે પટનામાં વિવિધ વિરોધ પક્ષોને એક મંચ પર લાવવા નીતિશે કેટલી મહેનત કરી છે.
સીએમ સ્ટલિન પણ તમામ શંકાઓને દૂર કરવા માટે ઉત્સુક છે. કરુણાનિધિની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે ચેન્નાઈમાં આયોજિત કલાઈગ્નાર કોટ્ટમ સમારોહમાં, ડીએમકેના વડાએ “2024 માં ભાજપને હરાવવાની જરૂરિયાત” પર ભાર મૂક્યો હતો. લોકશાહીની તુલના ઘરમાં પ્રગટાવેલા દીવા અને તાનાશાહીની જંગલની આગ સાથે તુલના કરતા સ્ટાલિને કહ્યું કે, જંગલની આગને તાત્કાલિક ઓલવવાની જરૂર છે. જે વર્ષ 2014માં તેણે કરેલા દાવા પ્રમાણે સમગ્ર ભારતમાં ફેલાઇ ગઇ છે.
સ્ટાલિને પોતાના નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘તેઓ પટનાની બેઠકમાં હાજરી આપવા આતુર છે. પટનામાં, સીએમ નીતિશ કુમાર જંગલની આગને ઓલવવા લોકશાહીનો પહેલો દીવો પ્રગટાવવા જઈ રહ્યા છે. હું પણ પટના જઈ રહ્યો છું. હું તમને પૂરા વિશ્વાસ સાથે કહું છું, હું કરુણાનિધિના વારસાનું પ્રતિનિધિત્વ કરવા પટના પણ જઈ રહ્યો છું. જો હું પટના નહીં જાઉં તો, તમિલનાડુનો હજારો વર્ષ જૂનો વારસો ખોવાઈ જશે’.
વધુમાં એમ કે સ્ટાલિને પોતાના તામિલનાડુના લોકો અને કરુણાનિધિના ચાહકોને જંગલમાં લાગેલી આગને કાબૂમાં લેવા મદદ કરવા” હાકલ કરી હતી. તેમણે કહ્યું કે, ‘ભાજપના શાસનનું પુનરાવર્તન તમિલનાડુ, તેની સંસ્કૃતિ અને ભારતના ભવિષ્ય માટે હાનિકારક” હશે. અમે તમિલનાડુમાં પક્ષોના સમાન સફળ, બિનસાંપ્રદાયિક સમૂહની સમગ્ર ભારતમાં નકલ કરવાની જરૂર છે. વિજય જરૂરી છે, અને તે માટે એકતા સર્વોપરી છે’.
આ આર્ટિલ ધ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો.