scorecardresearch
Premium

ફ્લોર ટેસ્ટ પહેલા બિહારનું રાજકારણ ગરમાયું, કોંગ્રેસના બધા 16 ધારાસભ્યોને હૈદરાબાદ મોકલ્યા

કોંગ્રેસને ડર છે કે તેના ધારાસભ્યોને ખરીદવાના પ્રયત્નો પણ થઈ શકે છે. 12 ફેબ્રુઆરીએ બિહાર વિધાનસભામાં નીતિશ કુમારની નવી સરકારનો ફ્લોર ટેસ્ટ થશે

bihar congress, bihar, congress
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં કોંગ્રેસના બિહારના નેતાઓ સાથે મુલાકાત કરી હતી (તસવીર @INCBihar)

Bihar Politics : બિહારમાં રાજકીય ઘમાસાણ ચાલુ છે. મુખ્યમંત્રી અને જેડીયૂ અધ્યક્ષ નીતિશ કુમાર આરજેડી અને કોંગ્રેસ ગઠબંધન છોડીને ફરી એકવાર એનડીએમાં સામેલ થયા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને ડર છે કે તેના ધારાસભ્યોને ખરીદવાના પ્રયત્નો પણ થઈ શકે છે. તેનાથી બચવા માટે કોંગ્રેસે મોટું પગલું ભર્યું છે અને પોતાના ધારાસભ્યોને બિહારની બહાર તેલંગાણા મોકલી દીધા છે, જ્યાં થોડા મહિના પહેલા કોંગ્રેસ પાર્ટીએ સરકાર બનાવી હતી. બિહાર કોંગ્રેસના તમામ 16 ધારાસભ્યો હૈદરાબાદ પહોંચી ગયા છે.

12 ફેબ્રુઆરીએ બિહાર વિધાનસભામાં નીતિશ કુમારની નવી સરકારનો ફ્લોર ટેસ્ટ થશે

બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે હાલમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને એનડીએના સમર્થનથી 9મી વખત સીએમ બન્યા છે. તેમની સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે 12 ફેબ્રુઆરીએ બિહાર વિધાનસભામાં નીતિશ કુમારની નવી સરકારનો ફ્લોર ટેસ્ટ થશે.

આ રાજકીય ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મોકલી દીધા છે. કોંગ્રેસને ડર છે કે ભાજપ પોતાના ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ કરી શકે છે. આવી સ્થિતિમાં ફ્લોર ટેસ્ટ પહેલા આ તમામ ધારાસભ્યો પરત ફરશે.

આ પણ વાંચો – ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધન માટે નવી ચિંતા, આરએલડીમાં કેટલાક લોકો સીટોની અનિશ્ચિતતાથી નાખુશ

નવા મુખ્યમંત્રીને મળીને અભિનંદન પાઠવશે

બિહારથી હૈદરાબાદ પહોંચ્યા બાદ બિહાર કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે તેલંગાણામાં કોંગ્રેસે હાલમાં જ નવી સરકાર બનાવી છે. બિહારના કોંગ્રેસના તમામ ધારાસભ્યો મુખ્યમંત્રીને મળવા આવ્યા છે. તેમણે કહ્યું કે તેઓ મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને મળશે અને નવી સરકારની રચનાની શુભેચ્છા પાઠવશે.

બિહારના કોંગ્રેસના ધારાસભ્યોના રોકાણ અંગે પૂછવામાં આવતા ઇબ્રાહિમપટ્ટનમના ધારાસભ્ય એમ આર રેડ્ડીએ કહ્યું કે અમને ખબર નથી કે તેઓ ક્યાં રહેશે. તેઓ તાજ હોટલ અથવા હૈદરાબાદમાં રહી શકે છે. આ સંબંધિત અન્ય માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Web Title: Nitish kumar floor test bihar congress mla reached hyderabad ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×