scorecardresearch
Premium

Nipah Virus : કોરોનાથી વધારે ખતરનાક છે નિપાહ વાયરસ, દર્દીના મોતની 70 ટકા શક્યતા; ICMRની ચેતવણી

ICMR Warning On Nipah Virus : નિપાહ વાયરસથી કેરળમાં બે દર્દીના મોત થયા છે. આઇસીએમઆરના ડીજી ડોક્ટર રાજીવ બહલે કહ્યુ કે, કોરોના વાયરસની તુલનામાં નિપાહ વાયરસ ઘણો વધારે ખતરનાક છે અને લોકોએ તેને સામાન્ય ગણવો જોઇએ નહીં

Nipah Virus | Nipah Virus case | Nipah Virus death | Nipah Virus case in Karala | Nipah Virus ICMR Warning | ICMR | Nipah Virus symptoms
નિપાહ વાયરસ. (Source: Getty Images)

Nipah Virus Symptoms And Treatment All Details : નિપાહ વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના સંક્રમણથી બે દર્દીઓના મોત થયા છે. નિપાહ વારયસથી મોતની ઘટના બાદ અમુક વિસ્તારોમાં લોકડાઉન જેવા નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે. હવે ICMRએ નિપાહ વાયરસને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. ICMRએ કહ્યું કે નિપાહ વાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે.

નિપાહ વાયરસ અંગે ICMRની ચેતવણી

ICMRના ડીજી ડૉ રાજીવ બહલે કહ્યું કે, કોરોનાના કિસ્સામાં મૃત્યુ દર 2 થી 3% હતો પરંતુ નિપાહ વાયરસના કિસ્સામાં તે 40 થી 70% ની વચ્ચે છે. તેમણે કહ્યું કે કોરોના કરતા પણ નિપાહ વાયરસ વધુ ખતરનાક છે અને લોકોએ તેને હળવાશથી ન લેવો જોઈએ.

રાજીવ બહલે કહ્યું કે આ વાયરસથી બચવાની પદ્ધતિ એકદમ સરળ છે. તેમણે કહ્યું કે જે રીતે લોકોએ કોવિડ સામે રક્ષણ માટે પગલાં અપનાવ્યા હતા, તે જ રીતે નિપાહ વાયરસમાં પણ કરવું પડશે. તેમણે કહ્યું કે તમારે તમારા હાથ વારંવાર ધોવા જોઈએ અને માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.

નિપાહ વાયરસના લક્ષણો

નિપાહ વાયરસથી સંક્રમિત વ્યક્તિને ખૂબ તાવ આવી શકે છે. તેને મગજમાં સોજો, તીવ્ર માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને ગળામાં દુખાવો થઈ શકે છે. ઉપરાંત જો વ્યક્તિમાં ઝાડા, ઉલ્ટી, સ્નાયુમાં દુખાવો અને ગંભીર નબળાઈના લક્ષણો જોવા મળે છે, તો તેણે નિપાહ વાયરસનો ટેસ્ટ કરાવવો જોઇએ. નિપાહ વાયરસ માણસોમાં ખાણી-પીણીથી ફેલાય છે. નિપાહ વાયરસનો પહેલો કેસ 1998-99 દરમિયાન મલેશિયાના એક ગામમાં જોવા મળ્યો હતો.

નિપાહ વાયરસથી બચવાના ઉપાયો

તમને જણાવી દઈએ કે નિપાહ વાયરસનો હજુ સુધી કોઈ ઈલાજ નથી અને ન તો તેની કોઈ રસી છે. કોરોના દરમિયાન લોકોએ જે પ્રકારની સાવચેતી રાખી હતી, તેવી જ સાવચેતી નિપાહ વાયરસના સંક્રમણમાં પણ રાખવાની છે. ઉપરાંત જમીન કે ઝાડ પરથી પડેલા કોઈપણ ફળ ખાવા નહીં. તેમજ કોઇ વ્યક્તિનું એઠું ખાવાનું ટાળવું જોઈએ. નિપાહ વાયરસ પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે અને તેથી ચામાચીડિયા અને ડુક્કરના સંપર્કમાં આવવાનું ટાળવું જોઇએ.

Web Title: Nipah virus icmr warning nipah virus symptoms treatment kerala case death know all details as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×