સૌરવ રોય બર્મન : ભાજપને ગઠબંધનના રાજકારણમાં પહેલી વાસ્તવિક સફળતા 1998માં એનડીએની રચના પછી મળી હતી, જે વર્ષે અટલ બિહારી વાજપેયીએ બીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવી હતી. છેલ્લાં નવ વર્ષોમાં સંપૂર્ણ બહુમતીથી વધુની સંખ્યાથી સજ્જ એક શક્તિશાળી ભાજપે 15 મે 1998ના રોજ રચાયેલા એનડીએને મોટે ભાગે નિરર્થક બનાવી દીધું છે. જેના કારણે ઘણા સાથી પક્ષો અસુરક્ષિત અને સંભવિત ભાગીદારો આ મંચ પર જોડાવાથી સાવચેત રહે છે.
2024ની લોકસભા ચૂંટણીઓ પહેલા ગઠબંધન કરવા માટે વિપક્ષમાં પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે એવા સંકેતો મળી રહ્યા છે કે ભાજપ એનડીએને ફરી પ્રેરિત કરવાના વિકલ્પો પણ વિચારી રહ્યું છે, જે તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર રીતે સંકોચાઈ ગયું છે. ટીડીપી, જેડી (યુ) અને શિરોમણી અકાલી દળ (એસએડી) જેવા પક્ષો તેને છોડી રહ્યા છે. એનડીએને સંપૂર્ણ શિવસેનાનું પણ સમર્થન મળતું નથી. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળનું જૂથ હવે કોંગ્રેસ અને એનસીપી સાથે છે.
પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાએ ભાજપને ગઠબંધનની રાજનીતિના અવરોધોમાંથી બહાર નીકળવામાં મદદ કરી છે, તેમણે તેમના પાર્ટી કાર્યકરોને યાદ અપાવ્યું હતું કે એનડીએ સિવાય બીજું કોઈ ગઠબંધન એક ચતુર્થાંશ સદીથી અકબંધ રહ્યું નથી.
1996માં કોંગ્રેસની 140 બેઠકો સામે બીજેપીએ 161 બેઠકો મેળવવા છતાં તેમની સરકાર માત્ર 13 દિવસ જ ચાલી હતી.
1984માં ભાજપ સાથે જોડાણ કરનાર શિવસેના ઉપરાંત ભગવા પક્ષ પાસે 1996 સુધી કોઈ વાસ્તવિક સાથી પક્ષ ન હતા. જ્યારે અકાલી દળ, હરિયાણા વિકાસ પાર્ટી (એચવીપી) અને સમતા પાર્ટી (હવે જેડી-યુ) તેની સાથે બેઠકોની વહેંચણીની સમજૂતી કરવા સંમત થયા હતા.
આ પણ વાંચો – નવી સંસદના ઉદ્ઘાટનની શરુઆત, હવન, સેંગોલ, પ્રાર્થનથી થઈ, PM મોદીએ 11 કામદારોનું સન્માન કર્યું
જોકે ભાજપ માટે ગઠબંધનની રાજનીતિમાં પહેલી વાસ્તવિક સફળતા 1998માં એનડીએની રચના બાદ મળી હતી. જે વર્ષે અટલ બિહારી વાજપેયીએ બીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવી હતી. તે વર્ષે ટીએમસી, એઆઈએડીએમકે, શિવસેના અને બીજેડીની એન્ટ્રી સાથે ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન વધારે મોટું થયું હતું.
ચૂંટણીમાં ભાજપે 182 બેઠકો જીતી હતી, જ્યારે એનડીએએ સામૂહિક રીતે 261 બેઠકો જીતી હતી. બાદમાં ટીડીપીએ તેને બહારથી ટેકો આપવાના નિર્ણયથી એનડીએને 272ના આંકડા સુધી પહોંચવામાં મદદ મળી હતી.
પોતાની અપીલને વ્યાપક બનાવવાની જરૂરિયાતે ભાજપને રામમંદિર, કલમ 370 નાબુદ કરવા અને સમાન નાગરિક સંહિતા (યુસીસી)ના અમલીકરણ અંગેની તેની વૈચારિક પ્રતિબદ્ધતાઓને દૂર રાખવાની ફરજ પડી હતી. જોકે, ગઠબંધનના ભાગીદારો અણુશસ્ત્રો સામેલ કરવાના વિકલ્પનો ઉપયોગ કરવાના ભાજપના વચન સાથે સંમત થયા હતા. જે ગઠબંધને ભાજપને સત્તા પર આવવા માટે સક્ષમ બનાવ્યું હતું. તેણે પણ સ્થિરતા અને સાતત્ય જાળવવા માટે તેના એજન્ડાને નબળા પાડવાની ફરજ પડી હતી.
1999માં એઆઈએડીએમકેએ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધા બાદ પ્રથમ એનડીએ સરકાર પડી ભાંગી હતી. કારગિલ યુદ્ધ પછી યોજાયેલી તાજી ચૂંટણીઓમાં એનડીએ સત્તા પર પાછું ફર્યું હતું અને અસંભવિત નવા ભાગીદારો ડીએમકે, જે તમિલનાડુમાં એઆઈએડીએમકેના કટ્ટર હરીફ છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરની નેશનલ કોન્ફરન્સના ટેકાથી બહુમતનો આંકડો પાર કરી લીધો હતો.
એનડીએ સરકારનું નેતૃત્વ કરતા વાજપેયી પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરનાર પ્રથમ બિનકોંગ્રેસી પીએમ બન્યા હતા. જોકે તેમનો કાર્યકાળ પૂરો થવાને આરે હતો ત્યાં સુધીમાં તો એનડીએને તેની હરોળમાં જ ખળભળાટનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને 2002માં ગુજરાતમાં થયેલાં કોમી રમખાણો મામલે, જે સમયે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા.
લોકસભામાં ચાર સાંસદો ધરાવતી લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)એ રમખાણો પછી તરત જ એનડીએ છોડી દીધું હતું. સંભવતઃ એલજેપી જેવા દલિત મતોના દાવેદાર બસપાને લલચાવવાના ભાજપના પ્રયાસોને કારણે પણ એનસી અને ડીએમકે પણ આખરે બહાર નીકળી ગયા હતા.
વાજપેયીની આગેવાની હેઠળની એનડીએએ 2004ની ચૂંટણીમાં ‘ઇન્ડિયા શાઇનિંગ’નો નારો ચલાવ્યો હતો. જોકે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર સામે પરાજય થયો હતો. પરાજય છતાં ભારતના રાજકીય નકશામાં એનડીએનું સ્થાન નોંધપાત્ર હતું. કારણ કે ઘણાં રાજ્યો તેના પટ્ટા હેઠળ જ રહ્યાં હતાં. આ ગઠબંધનને કેન્દ્રમાં સત્તા પર પાછા ફરવામાં વધુ 10 વર્ષનો સમય લાગ્યો હતો.
આ વખતે તે એક સામૂહિક તરીકે ખૂબ જ ઓછું મહત્ત્વ ધરાવતું હતું કારણ કે મોદીની ઘણી લોકપ્રિયતાના કારણે એકલા હાથે 282 બેઠકો જીત્યા બાદ ભાજપ હવે એનડીએનો નિર્વિવાદ નેતા બની ગયું હતું. જે સત્તા પર તેના શરૂઆતના કાર્યકાળમાં સાથ આપનાર સાથીદારોને ગુમાવવાના ડરથી અપ્રભાવિત હતું. 2019માં મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે પોતાનું વર્ચસ્વ વધુ મજબૂત કર્યું અને 303 બેઠકો સાથે સત્તામાં પાછા ફર્યા હતા. જેમણે સાથી પક્ષોની જરૂરિયાતને વધુ ઓછી કરી હતી.
મોદીના કાર્યકાળમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહાર જેવાં રાજ્યોમાં સ્વતંત્ર રીતે પોતાની જાતને પ્રસ્થાપિત કરવા ભાજપ આક્રમક છે. જેને પગલે એનડીએના જૂના સાથીપક્ષો જેવા કે ટીડીપી, શિવસેના અને જેડી(યુ) આ જોડાણમાંથી બહાર નીકળી ગયા છે. શિંદેની આગેવાની હેઠળનું શિવસેના જૂથ બાદમાં એનડીએમાં પાછું ફર્યું હતું. અકાલી દળ જે 1996થી એનડીએ સાથે હતું. તેણે વિવાદાસ્પદ કૃષિ કાયદાઓનો વિરોધ કરીને 2021માં ગઠબંધન છોડી દીધું હતું.