Shardiya Navratri Kanya Pujan Date 2024, નવરાત્રી કન્યા પૂજન : શારદીય નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આ સમય દરમિયાન મા દુર્ગાના નવ રૂપોની પૂજા કરવાની સાથે ઉપવાસ રાખવાનો પણ નિયમ છે. આ સાથે નવરાત્રીમાં કન્યાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. ઘણા લોકો નવરાત્રીના પહેલા દિવસથી જ એક-એક કન્યાને રોજ જમાડે છે, તો ઘણા લોકો અષ્ટમી અને નવમીના દિવસે કન્યાની પૂજા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર છોકરીઓને મા દુર્ગાનું રૂપ માનવામાં આવે છે. આ કારણે નવરાત્રિમાં કન્યાની પૂજા કરવાથી દેવી દુર્ગા ખૂબ પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
કન્યા પૂજાને કન્યા પૂજા, કુમારિકા પૂજા અને કંજક પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે. કન્યા પૂજા માટે 2 થી 10 વર્ષની કન્યાઓને ઘરે બોલાવીને યોગ્ય રીતે પૂજા-અર્ચના કરીને ભોજન આપવામાં આવે છે અને છેલ્લે ભેટમાં આપવામાં આવે છે. આવો જાણીએ આ વર્ષે કન્યાની પૂજા ક્યારે કરવી. આ સાથે જાણો શુભ સમય અને મહત્વ.
કન્યા પૂજન 2024 તારીખ
હિન્દુ પંચાંગ અનુસાર મહા અષ્ટમી અને નોમ 11 ઓક્ટોબરે આવી રહી છે. તેથી આ દિવસે તમે કન્યાની પૂજા કરી શકો છો. હિન્દુ પંચાંગ અનુસાર આસો મહિનાની અષ્ટમી તિથિ 10 ઓક્ટોબરના રોજ બપોરે 12:30 વાગ્યે શરૂ થઇ રહી છે અને 11 ઓક્ટોબરના રોજ બપોરે 12:06 વાગ્યે સમાપ્ત થાય છે. આ પછી નોમ શરૂ થશે. તેના આધારે મહા અષ્ટમી અને મહાનવમીની તારીખ 11 ઓક્ટોબર 2024ના રોજ છે અને આ દિવસે કન્યા પૂજન કરવામાં આવશે.
નવરાત્રી કન્યા પૂજન 2024 શુભ મુહૂર્ત
મહાષ્ટમી પર કન્યા પૂજન 11 ઓક્ટોબરના રોજ સવારે 7:47 થી 10: 41 વાગ્યા સુધી કરી શકો છો. આ પછી બપોરે 12:08 થી 1:35 વાગ્યા સુધી કરી શકો છો.
રાહુ કાલ – બપોરે 10:41 થી બપોરે 12:08 સુધી
આ પણ વાંચો – શારદીય નવરાત્રીમાં અખંડ જ્યોત આ દિશામાં રાખવાથી શુભ ફળ મળશે, જાણો વાસ્તુ નિયમ
કન્યા પૂજન 2024 સામગ્રી
- કન્યાના પગ ધોવા માટે પ્લેટ, સ્વચ્છ પાણી અને ટુવાલ
- મહાવર કે અલતો
- કુમકુમ, સિંદૂર અને ચોખા
- આસન
- પૂજા થાળી
- ઘી નો દીવો
- ગાયના છાણા
- ફૂલ, માળા
- લાલ ચુંદડી
- ભોજન (ખીર-પુરી અથવા ગોળ-ચણા)
કન્યા પૂજન 2024 મંત્ર
યા દેવી સર્વભૂતેષુ ‘કન્યા’ રુપેણ સંસ્થિતા.
નમસ્તસ્યૈ,નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમ:
- ઓમ શ્રી દું દુર્ગાયૈ નમ:
- ઓમ શ્રી કુમાર્યે નમ:
- ઓમ શ્રી ત્રિગુણાત્મિકાયૈ નમ:
કન્યા પૂજન 2024 મહત્વ
હિંદુ ધર્મમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે. માત્ર નવરાત્રી જ નહીં કોઇ પણ શુભ કાર્ય પૂર્ણ થયા બાદ કન્યાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. શારદીય નવરાત્રી દરમિયાન કન્યાની પૂજા કરવાથી દેવી દુર્ગા ખૂબ પ્રસન્ન થાય છે. આ સાથે સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ સાથે કુંડળીમાં નવ ગ્રહોની સ્થિતિ મજબૂત છે.
ડિસ્ક્લેમર– આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.