scorecardresearch
Premium

પીએમ નરેન્દ્ર મોદીએ લખેલા ‘ગરબા’ ગીત પર બન્યો મ્યુઝિક વીડિયો, નવરાત્રી પહેલા થયો રિલીઝ

PM Narendra Modi Garbo : ધ્વનિ ભાનુશાળીએ આ ગરબો ગાયો છે અને તનિષ્ક બાગચીએ ગીતને સ્વર આપ્યો છે. જૈકી ભગનાની આ ગીતના નિર્માતા છે. આ ગીત યૂટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યું છે

pm narendra modi song garbo | pm narendra modi | garbo | navratri 2023
નવરાત્રી પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ લખેલા ગરબા ગીત પર આધારિત એક મ્યુઝિક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે (Source: X/@dhvanivinod)

pm narendra modi navratri special song garbo : 15મી ઓક્ટોબરથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓ ગરબા રમવા માટે ઉત્સાહિત છે. નવરાત્રી પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ લખેલા ગરબા ગીત પર આધારિત એક મ્યુઝિક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ ગરબા ગીત ગુજરાતની સંસ્કૃતિનું ગૌરવ અને વારસો છે. પીએમ મોદીએ આ ગરબા ગીત વર્ષો પહેલા લખ્યું હતું.

ધ્વનિ ભાનુશાળીએ આ ગરબો ગાયો છે અને તનિષ્ક બાગચીએ ગીતને સ્વર આપ્યો છે. જૈકી ભગનાની આ ગીતના નિર્માતા છે. આ ગીત યૂટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખેલ ગીત ‘ગરબા’ માં તનિષ્ક બાગચીના સૂર અને ધ્વનિ ભાનુશાળીના અવાજનો જાદુ જોવા મળશે. સંગીતનો આ જાદુ નવરાત્રી દરમિયાન ગુજરાતની સંસ્કૃતિને જોવાની પ્રેરણા આપે છે. તેનું નિર્દેશન નદીમ શાહે કર્યું છે. ચેનલે લખ્યું કે તો તમારી ટીમ તૈયાર કરો, તમારા દાંડિયા તૈયાર રાખો અને ‘ગરબો’ને તમારું નવરાત્રી ગીત બનાવો.

સિંગર ધ્વનિ ભાનુશાળીએ એક્સ પર ટ્વિટ કરીને લખ્યું કે નરેન્દ્ર મોદીજી, તનિષ્ક બાગચી અને મને તમારા દ્વારા લખાયેલ ગરબા ગમ્યા. અમે તાજા લય, કમ્પોઝિશન અને ફ્લેવરવાળું ગીત બનાવવા માગતા હતા. તેમણે ચેનલ માટે લખ્યું કે ચેનલે અમને આ ગીત અને વીડિયોને જીવંત બનાવવામાં અમારી મદદ કરી.

આ ટ્વિટના જવાબમાં પીએમ મોદીએ ધ્વનિ ભાનુશાળીને ટેગ કરીને લખ્યું કે થેન્ક યૂ. ગરબાની આ મનમોહક પ્રસ્તુતિ જે વર્ષો પહેલા લખી હતી. તે ઘણી યાદોને તાજી કરે છે. મેં ઘણા વર્ષોથી લખ્યું નથી પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં હું એક નવો ગરબા લખવામાં સફળ રહ્યો, જે હું નવરાત્રી દરમિયાન શેર કરીશ.

Web Title: Navratri 2023 pm narendra modi writes navratri special song garbo music video release ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×