મણિપુરમાં લાંબા સમયથી હિંસા ચાલી રહી છે. છેલ્લા ત્રણ મહિનાથી 150થી વધારે લોકોના જીવ ગયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. લૂંટપાટ, આગચંપી જેવી ઘટનાઓએ માહોલને તણાવપૂર્ણ બનાવી રાખ્યો છે. હવે મણિપુર હિંસાને લઇને કહેવામાં આવી રહ્યું છે કે કુકી-મેતેઇ સમુદાય વચ્ચે ચાલું વિવાદ આ હિંસાનું મૂળ છે. તાજી મળતી જાણકારી પ્રમાણે આ આખા મામલાનો અસલી વિલન કોઇ અન્ય હોઇ શકે છે. વિવાદ પોતાની જગ્યા છે પરંતુ બબાલને ઉશ્કેરવાનું કામ કોણ કરી રહ્યું છે એ જાણવું ખુબ જ જરૂરી છે.
મ્યાંમાર અને ભારતની સીમા, વિવાદ અને વિષય?
હવે અહીં આખા વિવાદની સાથે મ્યાંમાર કનેક્શન જોડાયેલું છે. આ વાત ઓછા લોકોને ખબર હશે કે ભારત અને મ્યાંમારની જે સીમા છે ત્યાં અનેક કિલોમીટર સુધીનો વિસ્તાર ફેન્સિંગ વગરનો છે. એટલે કે કોઇજ રોકટોક વગર લોકો આવ-જાવ કરી શકે છે. અંગ્રેજીમાં આ આખા વિસ્તારને ઇન્ડો મ્યાંમાર બોર્ડર કહેવાય છે. ભારત, મ્યાંમારની સાથે 1643 કિલોમીટરની સીમાની ભાગીદારી કરે છે. ભારતમાં મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ સાથે મ્યામારની સીમા અડે છે.
free movement regime વાળો પેચ
હવે કહેવામાં તો મ્યાંમાર એક અલગ દેશ છે પરંતુ ત્યાં અનેક સમુદાયના લોકો જેનો સીધું કનેક્શન ભારતના આ ચાર રાજ્યોમાં થાય છે. એ જ વસ્તુઓને સમજતાં વર્ષ 2028માં ફ્રી મૂવમેન્ટ રિઝિમ લાગુ કરવામાં આવ્યો હતો. આ પહેલ અંતર્ગત ભારતના ચાર રાજ્યોમાં રહેનારી અનેક જનજાતીઓ મ્યાંમારમાં 16 કિલોમીટર સુધી અંદર જઈ શકે છે. મોટી વાત તો એ છે કે અહીં કોઈ વિઝાની જરૂર પડતી નથી. આમ મ્યાંમારથી પણ લોકો ભારતમાં 16 કિલોમીટર સુધી આવી શકે છે.
FMRના નામે ગેરકાયદે પ્રવાસ
હવે ફ્રી મુવમેન્ટ રિઝમ પાછળ લોજીક એ આપ્યું છે કે આ બંને દેશો વચ્ચે સંબંધો વધારે મજબૂત થશે. વેપાર વધશે અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ જોવા મળશે. સાચી વાત એ છે કે આવું થયું પણ ભારત અને મ્યાંમારના સંબંધો સુધર્યા પરંતુ વિવાદ એ છે કે મ્યાંમારથી મોટા પ્રમાણમાં ઇમિગ્રેશન થઇ રહ્યું છે. અનેક લોકો શરર્ણાર્થીના રૂપમાં ભારતમાં એન્ટ્રી લઇ રહ્યા છે. હવે અનેક રિપોર્ટ્સના હવાલાથી જણાવ્યું છે કે આ ઇમિગ્રેશન દરમિયાન મોટો સ્તર પર હથિયારો અને ડ્રગ્સની તસ્કરી પણ કરવામાં આવે છે.
મણિપુરમાં 40,000થી જેટલા ગેરકાયદે પ્રવાસી આ પ્રકારે રહી રહ્યા છે. મણિપુરને લઇને જે આંકડા રજૂ થયા છે તે 2187 બતાવવામાં આવ્યા છે. ચિંતાની વાત એ છે કે અનેક વિદ્રોહી સંગઠન મ્યાંમારમાં સક્રિય ચાલી રહ્યા છે જેના થકિ ભારત સુધી હથિયાર સપ્લાય થઇ રહ્યો છે. પછી ભલે વાત યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રંટની હોય કે પછી પીપલ લિબરેશન આર્મીના, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમની વાત હોય. નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડી હોય. આ તમામ સંગઠનોએ પોતાના સીક્રેટ બેસ મ્યાંમારમાં બનાવી રાખ્યા છે.
વર્તમાન સ્થિતિથી શું છે કનેક્શન?
મણિપુરમાં સીએમ એન બીરેન સિંહે તો આ ઇમિગ્રેશનને મોટા કારણની જેમ જોવે છે. આ અલગ વાત છે કે કુકી સમુદાય માને છે કે સરકાર અને મેતેઈ સમુદાય આ વાતનો ફાયદો ઉઠાવીને તેના સમુદાયને ખતમ કરવાનું કામ કરી રહ્યા છે. અત્યાર માટે જાણકાર માને છે કે સંપૂર્ણ રીતે ફ્રી મુવમેન્ટ રિઝમને ખતમ કરવું યોગ્યન નથી. આ સિવાય નિયમો વધારે કડક કરવાની જરૂર છે. આનું કારણ એ છે કે આ એક પહેલના કારણે મ્યાંમારથી ભારત અનેક લોકો સારું શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે પણ આવે છે. અને આવ રીતે સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ ચાલી રહ્યું છે.