વિજય કુમાર ઝા : ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ અને મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી કટોકટી વિરોધી ચળવળમાંથી જન્મેલા નેતા છે. આર્ટસ અને માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યા બાદ નકવી નેતા બનવાની વાર્તા રસપ્રદ છે. મુખ્તાર અબ્બાસ નકવીએ Jansatta.comના કાર્યક્રમ ‘બેબાક’માં પોતાના નેતા બનવાની પુરી કહાની કહી. કાર્યક્રમમાં Jansatta.comના એડિટર વિજય કુમાર ઝા સાથેની વાતચીતમાં નકવીએ અંગત અને રાજકીય સફર સાથે જોડાયેલી ઘણી યાદો શેર કરી.
નકવી જનસંઘમાં કેવી રીતે જોડાયા?
ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લાદી ત્યારે મુખ્તાર અબ્બાસ નકવી વિદ્યાર્થી જીવનમાં હતા. તો, તેઓ ઇન્દિરા ગાંધી સરકાર વિરુદ્ધ આંદોલનમાં જોડાવા લાગ્યા. Jansatta.com ના સંપાદક વિજય કુમાર ઝાએ જ્યારે જનસંઘની નજીક આવવાની વાર્તા વિશે પૂછ્યું, ત્યારે તેમણે શિવેન્દ્ર તિવારી નામના ABVP કાર્યકરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, “મારો શિવેન્દ્ર તિવારી નામનો મિત્ર હતો. તે વિદ્યાર્થી પરિષદ (ABVP)માં હતા. તેઓએ જ મને જનસંઘ/ભાજપ તરફ આકર્ષ્યો. તે મારાથી ઘણા સિનિયર હતા. અલ્હાબાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા હતા. સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી પણ લડવા માંગતો હતો, પણ લડી શક્યો નહોતો. તેમણે તેમને (જનસંઘ તરફ) ખૂબ આકર્ષ્યા.
તેમની મિત્રતાના ઊંડાણનું વર્ણન કરતાં, નકવીએ કહ્યું, “હું તેમને કટોકટી પહેલા ઓળખતો હતો. ગાઢ મિત્રતા હતી. અમે એકબીજાના ઘરે જમવા પણ જતા. ઘણી વખત તેઓ મને સંઘના કાર્યક્રમમાં લઈ જતા. તેથી તેમના પરથી ભાજપ (તે સમયે જનસંઘ) વિશેની મૂંઝવણ દૂર થઈ. ત્યારે મને સમજાયું કે, આ પણ એક રાજકીય પક્ષ છે. અને હું સમજી ગયો કે, આ જગ્યા કોંગ્રેસ પાર્ટી કરતા સારી છે, જે એક રીતે સાંપ્રદાયિક શોષણ કરે છે.
તમે પહેલા જનસંઘ વિશે શું વિચારતા હતા?
નકવીને આગળનો પ્રશ્ન એ હતો કે, તેઓ જનસંઘ વિશે પહેલા શું વિચારતા હતા અને પછીથી તેમને એવું શું કહેવામાં આવ્યું, જેનાથી તેમનો વિચાર બદલાઈ ગયો?
જવાબમાં, તેણે કહ્યું, “ના! મને કોઈએ કાઈં કહ્યું નહીં, કોઈએ કહ્યું નથી. મને લાગ્યું કે જે ચિત્ર જનસંઘનું ઉભુ કરવામાં આવ્યું છે (જનસંઘ વિશેની ધારણા) તે યોગ્ય નથી. તમને જણાવી દઈએ કે, તે કોંગ્રેસનો સમય હતો, જ્યારે અમારી ધરપકડ કરવામાં આવી હતી, તે સમયે હું સાંપ્રદાયિક ભાવના જોઈ શકતો હતો. આવા લોકો (કોમવાદીઓ) મુસ્લિમ ધર્મમાં પણ છે. તે અન્ય ધર્મોમાં પણ છે. તે વ્યક્તિઓ પર આધાર રાખે છે. મને નથી લાગતું કે, તેને પાર્ટી તરીકે જોવાની જરૂર છે.”
ધર્મના આધારે પક્ષમાં ભેદભાવ ન હોવાનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, “મેં જનતા યુવા મોરચામાં તમામ હોદ્દા સંભાળ્યા છે. ઉપપ્રમુખ પણ રહ્યો. તે સમયે બહુ ઓછી પોસ્ટ હતી. બે ઉપપ્રમુખ, એક પ્રમુખ, એક સચિવ, તે પછી હું પાર્ટીમાં સેક્રેટરી પણ હતો. જનરલ સેક્રેટરી બન્યો. તેસમયે ચાર મહાસચિવ હતા, રાજનાથ જી, અરુણ જેટલી જી, પ્રમોદ મહાજન જી અને હું ત્યાં હતો. પાર્ટીના ટોચના હોદ્દા પર કામ કર્યું. પાર્ટીની સૈદ્ધાંતિક પ્રતિબદ્ધતા પર કામ કર્યું. અને હું પ્રેક્ટિસ મુસ્લિમ છું. પરંતુ મને ક્યારેય લાગ્યું નથી કે, કોઈ મારી ધાર્મિક માન્યતાઓને ઠેસ પહોંચાડી હોય.”
‘ગળું પકડીને જય શ્રી રામ બોલવવું ખોટું છે’
વિજય કુમાર ઝાએ વ્યક્તિગત રીતે ભેદભાવ ન અનુભવતા નકવીને પૂછ્યું કે, શું તમને વ્યક્તિગત રીતે લાગે છે કે, કોઈ તમારી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી શકે નહીં. પરંતુ તમે આવી વસ્તુઓ જુઓ છો, જેમ કે- જય શ્રી રામ બોલાવવું, મસ્જિદ પર ધ્વજ ફરકાવવો, આવી ઘટનાઓ તો બની રહી છે ને? અંગત રીતે, તમે આવી કોઈ લાગણી અનુભવી નથી. પરંતુ તમે આ ઘટનાઓને મુસ્લિમ સમુદાયના દૃષ્ટિકોણથી કેવી રીતે જોઈ રહ્યા છો?
આના જવાબમાં નકવીએ કહ્યું, “મને લાગે છે કે, તમે જય શ્રી રામની જે વાત કરી રહ્યા છો, તે જય શ્રી રામ ગળુ દબાવીને ન બોલાવી શકાય. જેઓ એવું વિચારતા હોય છે કે તેઓ ગળુ દબાવીને જય શ્રી રામના નારા લગાવવા માટે દબાણ કરશે તો તે બળજબરીનો વિષય છે.
યોગીએ બકરીદ પર કેરીઓ મોકલી
નકવીએ એમ પણ કહ્યું કે, દરેક ઈદ-બકરીઈદ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્ય નાથ તેમને ફોન પર શુભેચ્છા પાઠવે છે. યોગી તો ભેટ પણ મોકલે છે. તેમણે એ પણ જણાવ્યું કે, આ બકરી ઈદ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરફથી કઈ ભેટ આવી હતી.
અલ્હાબાદના કંપની ગાર્ડન સાથે શું કનેક્શન છે?
મુખ્તાર અબ્બાસ નકવીએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા છે. તેમને અલ્હાબાદમાં તેની પત્ની સીમા સાથે પ્રેમ થઈ ગયો હતો અને બંને શહેરમાં મનગમતી જગ્યાએ અવારનવાર મળતા પણ હતા. બંનેએ 1983માં લગ્ન કર્યા હતા.
મુખ્તાર અબ્બાસ નકવીના રાજકીય કરિયર અને તેમની લવ લાઈફ વિશે અવાર નવાર મીડિયામાં વાત થાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, નકવીએ કોર્પોરેટ અને ટ્રાફિક સિગ્નલ જેવી ફિલ્મો માટે પટકથા પણ લખી છે. મધુર ભંડારકર દ્વારા નિર્દેશિત, ‘કોર્પોરેટ’ સ્ટાર્સ બિપાશા બાસુ, કે.કે. મેનન, રાજ બબ્બર અને રજત કપૂર જેવા કલાકારોએ કામ કર્યું હતું.
આ પણ વાંચો – પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી હિંસા અપડેટ : 12ના મોત, કઈ પાર્ટીના કેટલા કાર્યકર્તાની થઈ હત્યા? જાણો 10 મોટી વાતો
મુખ્તાર અબ્બાસ નકવીએ કોરોના સમયગાળા દરમિયાન એક વર્ષમાં ત્રણ નવલકથાઓ પણ લખી હતી. તે હજી પણ પોતાનો ખાલી સમય લખવા અને વાંચવા માટે વાપરે છે.