દશેરાના (dussehra)પ્રસંગે નાગપુરમાં દર વર્ષે યોજાનાર રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના (RSS)કાર્યક્રમમાં આ વખતે મુખ્ય અતિથિ તરીકે પર્વતારોહી સંતોષ યાદવ (mountaineer santosh yadav)ભાગ લેશે. પ્રથમ વખત એવું બનશે કે જ્યારે કોઇ મહિલા સંઘના દશેરાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. મહિલા મતદાતાઓ વચ્ચે પોતાની પકડ બનાવવાને લઇને ભાજપાના પ્રયત્નો વચ્ચે સંઘ દ્વારા ઉઠાવવામાં આવેલા આ પગલાની ઘણી ચર્ચા છે.
તમને જણાવી દઇએ કે સંઘના મહાસચિવ દત્તાતેય હોસાબલેએ સંગઠનની એક બેઠકમાં મહિલાઓની ઓછી ભાગીદારી પર ખેદ વ્યક્ત કરી ચૂક્યા છે. આ દરમિયાન હવે આરએસએસે જાહેરાત કરી છે કે પર્વતારોહી સંતોષ યાદવ સંઘના વાર્ષિક દશેરા સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રહેશે. સંતોષ યાદવ મૂળ રૂપે હરિયાણાના રહેવાસી છે. તે બે વખત માઉન્ટ એવરેસ્ટ ફતેહ કરનાર પ્રથમ મહિલા છે. તેમને 2000માં પદ્મ શ્રી થી સન્માનિત કરાયા હતા.
શું છે આનો મતલબ
સંઘની છાપ પુરુષોના સંગઠનના રૂપમાં છે. જેમાં પુરુષોની ભાગીદારી છે. આ છાપને લઇને સંઘ ઘણા રાજનીતિક દળો દ્વારા નિશાના પર રહે છે. આવામાં માનવામાં આવે છે કે આ છાપને બદલવા માટે આરએસએસ દ્વારા દશેરાના કાર્યક્રમમાં સંતોષ યાદવને આમંત્રણ આપવામાં આવ્યું છે. સંઘના કુંટુંબ પ્રબોધન કાર્યક્રમનો ઉદ્દેશ્ય પરિવાર અને સમાજના મૂલ્યોનો પ્રસાર કરવાનો છે. જેના પર સંઘ દ્વારા નવા પ્રકારથી ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.
સંઘ પોતાની છાપમાં ફેરફાર કરવા માંગે છે
જોકે 1936થી સંઘમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ નામની એક વિંગ છે પણ તેમાં મહિલાઓ મુખ્ય ગતિવિધિઓનો ભાગ નથી. જેના કારણે સંઘની ઓળખ પુરુષોના સંગઠન તરીકે થાય છે. આવામાં પર્વતારોહી સંતોષ યાદવના સંઘના કાર્યક્રમમાં સામેલ થવાને લઇને માનવામાં આવી રહ્યું છે કે સંઘ પોતાની છાપમાં ફેરફાર કરવા માંગે છે.
તમને જણાવી દઈએ કે આરએસએસ પોતાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિના રૂપમાં અલગ-અલગ ક્ષેત્રો અને રાજનીતિક સ્પેક્ટ્રમના લોકોને આમંત્રિત કરતું રહ્યું છે. જૂન 2018માં નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમના સમાપન સમારોહમાં સંઘે દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીને આમંત્રિત કર્યા હતા.