Monsoon Session 2023 : સંસદના મોનસૂન સત્રનો આજે આઠમો દિવસ છે. હંગામાના કારણે લોકસભાની કાર્યવાહી સ્થગિત થઇ ગઇ છે. લોકસભામાં આજે દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર પોસ્ટિંગ સાથે સંબંધિત અધ્યાદેશ રજુ થવાનું હતું પણ હંગામાના કારણે રજુ થઇ શક્યું ન હતું. કેન્દ્ર સરકાર હવે મંગળવારે આ અધ્યાદેશને લોકસભામાં રજુ કરશે.
આપે વિપક્ષી દળોને બિલનો વિરોધ કરવાની માંગણી કરી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બધા વિપક્ષી દળોને આ બિલનો વિરોધ કરવાની માંગણી કરી હતી. તેમણે લગભગ બધા પાર્ટીઓના પ્રમુખ સાથે મુલાકાત કરી સંસદના બન્ને સદનોમાં આ બિલનો વિરોધ કરવાની અપીલ કરી છે.
તમને જણાવી દઈએ કે દિલ્હી અધ્યાદેશ દ્વારા કેન્દ્ર સરકાર દિલ્હીમાં ગ્રુપ-એ ના અધિકારીઓની બદલી અને અનુશાસનાત્મક કાર્યવાહીનો અધિકાર ઉપરાજ્યપાલને આપી દીધો છે. જેનો દિલ્હીની આપ સરકાર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો – સીએમ યોગી આદિત્યનાથે કહ્યું – જ્ઞાનવાપીને મસ્જિદ કહેશો તો વિવાદ થશે, અંદર ત્રિશુળ શું કરી રહ્યું છે?
આપ અને બીજેપી આમને-સામને
દિલ્હી અધ્યાદેશ પર બીજેપી અને આમ આદમી પાર્ટી એટલા માટે આમને-સામને છે કારણ કે દિલ્હી સરકારના અધિકારીઓની બદલી અને નિમણુંકના અધિકાર એલજીના કાર્યકારી નિયંત્રણમાં હતા. જોકે 11 મે ના રોજ સુપ્રીમ કોર્ટે તેને પલટાવી નાખ્યા હતા. કોર્ટે પોતાના નિર્ણયમાં દિલ્હી પોલીસ, સાર્વજનિક વ્યવસ્થા અને જમીન સિવાય અન્ય સેવાઓનો અધિકાર દિલ્હીની ચૂંટાયેલી સરકાર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કેન્દ્ર સરકારે અધ્યાદેશ લાવીને અધિકારીઓની બદલીનો અધિકાર પાછો એલજીને આપી દીધો હતો.
વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી, સૌગત રોય, એ રાજા, એનકે પ્રેમચંદ્રન અને ડીન કુરિયાકોસે બિલ પર ચર્ચા માટે નોટિસ આપી હતી. જોકે હવે બિલ કાલે લોકસભામાં રજુ થશે. ઇન્ડિયા ગઠબંધનની પાર્ટીઓ આ બિલની વિરુદ્ધમાં છે.