scorecardresearch
Premium

ચોમાસાની શરૂઆત શું છે, આવવામાં વિલંબ થાય એ જરૂરી નથી કે ખરાબ સમાચાર હોય, જાણો કેવી રીતે

kerala monsoon : કેરળના દરિયાકાંઠે ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે અને આ વર્ષે મોડું છે, કેરળમાં ચોમાસાની શરૂઆત દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ઋતુની શરૂઆતનો સંકેત આપે છે

monsoon 2023
ભારતીય હવામાન વિભાગે (IMD) ગુરુવારે (8 જૂન) જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળના દરિયાકાંઠે બેસી ગયું છે (Express Photo by Gajendra Yadav)

monsoon 2023 : ભારતીય હવામાન વિભાગે (IMD) ગુરુવારે (8 જૂન) જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળના દરિયાકાંઠે બેસી ગયું છે. આ વર્ષે 2016 અને 2019ની જેમ છેલ્લા કેટલાક દાયકાઓમાં ચોમાસાની શરૂઆતમાં વિલંબ થયો છે. તે અગાઉના બે વર્ષોમાં પણ 8 જૂને કેરળના દરિયાકાંઠે વરસાદ પડ્યો હતો. 2022માં ચોમાસું 29 મે ના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચ્યું હતું, જે તેની અપેક્ષિત તારીખ કરતા વહેલું હતું.

કેરળમાં ચોમાસાની શરૂઆત ચાર મહિના (જૂન-સપ્ટેમ્બર) દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ઋતુની શરૂઆતનો સંકેત આપે છે. જે દરમિયાન ભારતમાં તેના વાર્ષિક વરસાદના 70 ટકાથી વધુ વરસાદ પડે છે. જે દેશમાં આર્થિક રીતે મહત્વપૂર્ણ છે.

ઉદાહરણ તરીકે આંદામાન અને નિકોબાર ટાપુઓ પર સામાન્ય રીતે 15 મે થી 20 મે ની વચ્ચે ચોમાસાનો વરસાદ શરૂ થાય છે અને મે ના છેલ્લા અઠવાડિયામાં કેરળના દરિયાકાંઠે વરસાદ શરૂ થાય છે. જોકે શરૂઆત એ ચોક્કસ વ્યાખ્યા સાથેની તકનીકી વ્યાખ્યા છે અને આઇએમડી (IMD) ચોક્કસ નિયત શરતો પૂરી ન થાય ત્યાં સુધી સત્તાવાર રીતે ચોસાસાના પ્રારંભની જાહેરાત કરતું નથી.

આ કઈ પરિસ્થિતિઓ છે, જે ચોમાસાની શરૂઆત નક્કી કરે છે?

આઇએમડીના જણાવ્યા અનુસાર ચોમાસાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મોટા પાયે વાતાવરણીય અને દરિયાઇ પરિભ્રમણમાં નોંધપાત્ર સંક્રમણ થાય છે. આઇએમડી ચોક્કસ રીતે વ્યાખ્યાયિત અને માપી શકાય તેવા પરિમાણો પૂર્ણ થયા પછી જ ચોમાસાની શરૂઆતની ઘોષણા કરે છે. આઇએમડી (IMD) અનિવાર્યપણે નિર્ધારિત ભૂગોળ પર વરસાદની સાતત્યતા, વરસાદની તીવ્રતા અને પવનની ગતિ પર ધ્યાન આપે છે.

વરસાદ: કેરળ અને લક્ષદ્વીપમાં 60 નિયુક્ત હવામાન કેન્દ્રોમાંથી ઓછામાં ઓછા 14 ટકા સ્ટેશનોમાં 10 મે પછી કોઈ પણ સમયે સતત બે દિવસ સુધી ઓછામાં ઓછો 2.5 મીમી વરસાદ નોંધાય તો તેને ચોમાસાની શરૂઆત માનવામાં આવે છે. કેરળમાં શરૂઆત બીજા દિવસે જાહેર કરવામાં આવે છે, જ્યાં સુધી ચોક્કસ પવન અને તાપમાનના માપદંડને પણ પૂર્ણ કરવામાં આવે છે.

14 સૂચિબદ્ધ સ્ટેશનો આ મુજબ છે: (1) મિનિકોય, (2) અમિની, (3) તિરુવનંતપુરમ, (4) પુનાલુર, (5) કોલ્લમ, (6) અલાપ્પુઝા, (7) કોટ્ટાયમ, (8) કોચી, (9) થ્રિસુર, (10) કોઝિકોડ, (11) થેલેસરી, (12) કન્નુર, (13) કસરગોડ, (14) મેંગલુરુ.

પવન ક્ષેત્ર: આઇએમડી (IMD) કહે છે કે ભૂમધ્ય રેખાથી દ્વારા 10ºN અક્ષાંશ અને 55ºE થી 80ºE દેશાંતર સાથે બંધાયેલા વિસ્તારમાં વેસ્ટર્લીઝની ઊંડાઈ 600 હેક્ટોપાસ્કલ (1 hPa બરાબર 1 મિલિબાર પ્રેશર) સુધી હોવી જોઈએ. 10મી સમાંતર ઉત્તર કોચીમાંથી પસાર થાય છે અને 55 અને 80 મધ્યાહ્ન રેખાઓખી ઘેરાયેલો ક્ષેત્ર પૂર્વમાં ઇરાનના મધ્યથી લગભગ ચેન્નઈ સુધી ફેલાયેલો છે.

5-10ºએન અક્ષાંશ (માલદીવથી કોચી) અને 70-80º ઇ રેખાંશ (અરબ સાગરથી ચેન્નઇ) સુધી સિમિત ક્ષેત્રમાં પવનની ગતિ 925 એચપીએ પર 15-20 સમુદ્રી મીલ (28-37 કિલોમીટર પ્રતિ કલાક) ના ક્રમની હોવી જોઈએ.

ગરમી: ઈન્સેટ-વ્યુત્પન્ન આઉટગોઇંગ લોંગવેવ રેડિયેશન (OLR) વેલ્યૂ – જે પૃથ્વીની સપાટી, મહાસાગરો અને વાયુમંડલ દ્વારા અંતરિક્ષમાં ઉત્સર્જિત ઊર્જાનું એક માપ છે. વચ્ચેના વિસ્તારમાં 200 વોટ પ્રતિ વર્ગ મીટર (wm2)થી ઓછી હોવી જોઈએ.

આ પણ વાંચો – વાવાઝોડું બિપરજોય બદલી રહ્યું છે ટ્રેક, ગુજરાત માથે સંકટ કે રાહત? 14 જૂન સુધી દરિયો ન ખેડવા એલર્ટ

શું ચોમાસાની શરૂઆતમાં વિલંબ અસામાન્ય છે?

કેરળના દરિયાકાંઠે ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે અને આ વર્ષે વિલંબ નોંધપાત્ર છે. જોકે ચોમાસાની વહેલી કે મોડી શરૂઆત અસામાન્ય નથી. 2021, 2019, 2016, 2015, 2014, 2012 અને 2011 માં 1 જૂન પછી ચોમાસાની શરૂઆત થઇ હતી. 2022, 2018, 2017 અને 2010માં 1 જૂન પહેલા ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી. 2020 અને 2013માં ચોમાસું બરાબર સમયસર હતું, જે 1 જૂને કેરળના તટ પર ટકરાયું હતું.

આઇએમડીએ આ વર્ષે ચાર દિવસનો વિલંબ થવાની આગાહી કરી હતી (4 જૂનથી શરૂ થશે). 2019માં છ દિવસના વિલંબ (6 જૂનથી શરૂ થશે) થવાની ભવિષ્યવાણી કરી હતી. આ બંને વર્ષોમાં શરૂઆત 8 જૂનના રોજ થઈ હતી. આ આગાહીઓમાં હંમેશાં ભૂલનું માર્જિન હોય છે.

શું વિલંબિત શરૂઆતનો અર્થ એ છે કે દેશભરમાં અને બાકીની ઋતુમાં કાસ્કેડિંગ વિલંબ થાય છે?

કેરળની શરૂઆતમાં વિલંબ થવાથી દેશના અન્ય ભાગોમાં ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાં જ્યાં સામાન્ય રીતે ચોમાસાના કેરળના દરિયાકાંઠે પહોંચ્યાના થોડા દિવસોમાં જ વરસાદ શરૂ થઈ જાય છે ત્યાં ચોમાસાના આગમનમાં વિલંબ થઈ શકે છે. ચોમાસું 15 જુલાઈ સુધીમાં આખા દેશને આવરી લે છે.

કેરળ પર વિલંબિત શરૂઆત હંમેશાં દેશના અન્ય ભાગોમાં ચોમાસાના આગમનમાં વિલંબ થતો નથી. કેરળના દરિયાકાંઠે ટકરાયા બાદ ચોમાસાની ઉત્તર તરફની પ્રગતિ એકસમાન નથી. તે સ્થાનિક પરિબળો પર આધાર રાખે છે, જેમાં નીચા દબાણવાળા વિસ્તારોની રચનાનો પણ સમાવેશ થાય છે. ચોમાસું અમુક વર્ષોમાં અમુક સ્થળોએ અટકી શકે છે અથવા તો તે સામાન્ય કરતાં વધુ ઝડપથી પ્રગતિ કરી શકે છે. આથી શક્ય છે કે કેરળમાં મોડેથી શરૂઆત થવા છતાં દેશના અન્ય ભાગોમાં સમયસર ચોમાસાનો વરસાદ શરૂ થઈ જાય.

આઇએમડીએ ગુરુવારે જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં કેરળના દરિયાકાંઠે ઘણા સ્થળોએ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. પરંતુ ચોમાસાના વ્યાપક લાક્ષણિક વરસાદને ઓછામાં ઓછા આવતા અઠવાડિયા સુધી રાહ જોવી પડશે.

વહેલી શરૂઆતનો અર્થ એ નથી કે સારું ચોમાસું હોય?

શરૂઆત એ માત્ર એક એવી ઘટના છે જે ભારતીય ઉપખંડમાં ચોમાસાની પ્રગતિ દરમિયાન થાય છે. વિલંબ કે વહેલું આગમનથી વરસાદની ગુણવત્તા કે વરસાદની માત્રા કે દેશભરમાં તેના ક્ષેત્રીય વિતરણ પર કોઈ અસર થતી નથી. તાજેતરના એક વર્ષમાં ચોમાસાની શરૂઆત સામાન્ય તારીખના બે દિવસ પહેલા થઈ હતી અને તે પછી લગભગ 10 દિવસ સુધી ભારે વરસાદ પડ્યો હતો. જોકે સમગ્ર સિઝન સામાન્ય કરતા 14% ઓછા વરસાદ સાથે સમાપ્ત થઈ હતી.

Web Title: Monsoon 2023 what is the onset of the monsoon why the delayed onset is not necessarily bad news

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×