scorecardresearch
Premium

Mizoram Railway Bridge Collapse: મિઝોરમમાં નિર્માણાધીન રેલવે બ્રિજ ધરાશાયી, 17 મજૂરોના મોત, PM મોદીએ વળતરની કરી જાહેરાત

Mizoram Railway Bridge Collapse: મિઝોરમના આઈઝોલ નજીક સાયરાંગમાં એક નિર્માણાધીન રેલવે બ્રિજ ધરાશાયી થયો હતો, જેમાં કામ કરી રહેલા 20-30 જેટલા મજૂરો કાટમાળ નીચે દટાયા હતા, 17 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, હજુ બચાવ કામગીરી ચાલુ.

Mizoram Railway Bridge Collapse
મિઝોરમ રેલ્વે બ્રિજ તૂટી પડ્યો – મજૂરોના મોત

Mizoram Railway Bridge Accident : મિઝોરમના આઈઝોલથી લગભગ 20 કિમી દૂર સાયરાંગ વિસ્તારમાં એક નિર્માણાધીન રેલ્વે બ્રિજ તૂટી પડ્યો છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 17 કામદારોના મોત થયા હતા. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. તો, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓને વળતરની જાહેરાત કરી છે.

બુધવારે મિઝોરમના સાયરાંગ વિસ્તાર પાસે એક નિર્માણાધીન રેલવે પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 17 કામદારોના મોત થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ઘટનાસ્થળે હજુ વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે, કારણ કે જ્યારે આ ઘટના આઈઝોલથી લગભગ 21 કિલોમીટર દૂર સવારે 10 વાગ્યાની આસપાસ બની ત્યારે ત્યાં 35-40 કામદારો હાજર હતા. પીએમ નરેન્દ્ર મોદીએ આઈઝોલ રેલ્વે ઓવર બ્રિજ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને PMMRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

પીએમ મોદીએ વળતરની જાહેરાત કરી

પીએમઓએ ટ્વીટ કર્યું કે, મિઝોરમમાં પુલ દુર્ઘટનાથી હું દુખી છું. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના. બચાવ કામગીરી ચાલુ છે અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથાંગાએ X (Twitter) પર લખ્યું કે, આઈઝોલ નજીક સાયરાંગ ખાતે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ આજે તૂટી પડ્યો. ઓછામાં ઓછા 17 કામદારોના મોતના સમાચાર મળ્યા છે. બચાવ કામગીરી ચાલી રહી છે.” તેણે લખ્યું, “આ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી અને પ્રભાવિત. હું તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું. તો, બચાવ કાર્યમાં મદદ કરવા માટે મોટી સંખ્યામાં આગળ આવેલા લોકોનો હું આભાર વ્યક્ત કરું છું.

આ પણ વાંચોChandrayaan 3 Journey | ‘મામાનું ઘર હવે દીવો બળે એટલે’, ચંદ્રયાન 3 લોન્ચ થી લેન્ડીંગ સુધીની સફર? જાણો બધુ જ

કાટમાળમાંથી અત્યાર સુધીમાં 17 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે

NF રેલવેના CPRO સબ્યસાચી ડેએ ANIને જણાવ્યું કે, રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ઉત્તરપૂર્વ સરહદ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થળની મુલાકાત લેશે. એક પોલીસ અધિકારીએ કહ્યું, “અત્યાર સુધી કાટમાળમાંથી 17 મૃતદેહો મળી આવ્યા છે. અન્ય ઘણા લોકો હજુ પણ ગુમ છે.” વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

Web Title: Mizoram railway bridge collapse accident under construction workers death pm modi km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×