scorecardresearch
Premium

Manipur Violence : નવા વર્ષની ઉજવણી વચ્ચે મણિપુરમાં ફરી આગ ભભૂકી ઉઠી, પોલીસ પર રોકેટ લોન્ચર્સથી હુમલો, 4 કમાન્ડો ઘાયલ

Manipur Violence : મણિપુરમાં ફરી હિંસાના સમાચાર, આતંકવાદીઓ (Terrorist) એ રોકેટ લોન્ચર્સથી હુમલામાં સુરક્ષાદળોના ચાર જવાન ઘાયલ થયા છે. આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કરવા માટે IED નો ઉપયોગ કર્યો હતો

Manipur Violence | Attack with rocket launchers
મણિપુરમાં હિંસા – પોલીસ પર હુમલો

Manipur Violence : મણિપુરમાં મે 2023 માં શરૂ થયેલી હિંસા હજુ પણ અટકી રહી નથી. મણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી શાંતિ હતી, પરંતુ હવે ફરી એકવાર હુમલાના સમાચાર આવ્યા છે. મણિપુરમાં હિંસા બાદ પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે સંઘર્ષ વધ્યો છે. શનિવારે મોડી રાત્રે, આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો અને રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડથી હુમલો કર્યો.

આખી રાત ગોળીબાર ચાલુ રહ્યો હતો

આ હુમલામાં સુરક્ષાદળોના ચાર જવાન ઘાયલ થયા છે. આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કરવા માટે IED નો ઉપયોગ કર્યો હતો. આ ઘટના શનિવારે રાત્રે 11.30 કલાકે બની હતી. એવું કહેવાય છે કે, આતંકવાદીઓ કુકી સમુદાયના છે અને તેઓએ આયોજન મુજબ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. હુમલા બાદ આતંકીઓએ મોરેહમાં તૈનાત પોલીસ પર ફાયરિંગ પણ શરૂ કરી દીધું હતું. જવાબમાં પોલીસે પણ ગોળીબાર કર્યો અને આખી રાત બંને તરફથી ગોળીબાર ચાલુ રહ્યો.

હુમલાખોરોએ સ્પેશિયલ પોલીસ કમાન્ડોની બેરેકને નિશાન બનાવી હતી. આ હુમલામાં ચાર જવાન ઘાયલ થયા છે. આ તમામ સૈનિકો આવાસ પર આરામ કરી રહ્યા હતા. આ પહેલા 30 ડિસેમ્બરે આતંકવાદીઓએ આસામ રાઈફલ્સના મુખ્ય બેઝ પાસે સુરક્ષા દળોને નિશાન બનાવ્યા હતા. આમાં એક જવાન પણ ઘાયલ થયો હતો.

તમને જણાવી દઈએ કે, મોરેહ વોર્ડ નંબર 9 તેંગનોપલ જિલ્લામાં આવે છે. અહીં આતંકવાદીઓએ પોલીસ પેટ્રોલિંગ ટીમ પર હુમલો કર્યો. આતંકવાદીઓ અને પોલીસ વચ્ચે લગભગ 400 રાઉન્ડ ગોળીબાર થયો હતો. આતંકવાદીઓએ બે ઘરોને પણ આગ લગાવી દીધી હતી. ઘાયલ કમાન્ડોની ઓળખ 5 આઈઆરબીના પોંખાલુંગ તરીકે થઈ છે. તેમની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો‘તહેરીક-એ-હુર્રિયત જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરીને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાની યોજના બનાવી રહી હતી…’, સંગઠન કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધિત

તમને જણાવી દઈએ કે, કુકી જૂથ ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) એ એક નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે, મોરેહ નિવાસી પીટર મેટની પોલીસે ધરપકડ કરી હતી અને અત્યાચાર ગુજાર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, મેટ, સ્થાનિક શાળાના શિક્ષક અને સેન્ટ જ્યોર્જ કેથોલિક ચર્ચના યુવા સચિવ, શનિવારે સાંજે જ્યારે તે ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન કમાન્ડો અને શંકાસ્પદ આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો.

Web Title: Manipur violence new year 2024 celebrations police attacked with rocket launchers 4 commandos injured jsart import km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×