કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે ત્રણ વાગ્યે મણિપુરના હાલત પર ચર્ચા કરવા માટે ઓલ પાર્ટી મીટિંગ કરવા જઇ રહ્યા છે. પરંતુ આ બેઠકમાં કેટલા વિપક્ષી નેતા સામેલ થશે એ હજી સુધી સ્પષ્ટ થયું નથી. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે અત્યારે અમારી પાસે વિપક્ષી દળો તરફથી સ્પષ્ટીકરણ આવ્યું નથી કે કોણ કોણ સામેલ થઇ રહ્યું છે. ગૃહમંત્રાલયના એક અન્ય અધિકારીએ કહ્યું કે અમે હજી પણ આશા છે કે વિપક્ષી નેતા મણિપુરના લોકોના હિતમાં સંકટનું સમાધાન શોધવા માટે બેઠકમાં સામેલ થશે.
કોંગ્રેસ નહીં થાય સામેલ
કોંગ્રેસે મણિપુર પર ચર્ચા કરવા માટે સર્વદળિય બેઠક એ કહેતા નકારી દીધી કે વડાપ્રધાનની ગેરહાજરીમાં આ બેઠકનો કોઈ મતલબ નથી. કોંગ્રેસે મણિપુર ઉપર 50 દિવસથી વધારે સમય બાદ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌન પર પ્રશ્ન કર્યો છે. ગુરુવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે મણિપુર 50 દિવસો સુધી સળગી રહ્યું છે. છતાં પણ વડાપ્રધાન મોદી ચુપ છે. સર્વદળીય બેઠક બોલાવવાામં આવી છે પરંતુ વડાપ્રધાન હાજર નથી. આ સ્પષ્ટ છે કે આ બેઠક વડાપ્રધાન મંત્રી માટે મહત્વપૂર્ણ નથી.
અસદુદ્દીન ઓવેસીએ કશ્યો ગાળિયો
ઓલપાર્ટી મીટિંગને લઇને એઆઇએમઆઇએમ ચીફ અસદુદ્દીન ઓવેશીએ તંજ કશ્યો છે. દેશના પીએમ કહે છે કે મુલ્કમાં ભેદભાવ નથી કરતા. મણિપુરમાં 300 ચર્ચ સળગાવવામં આવી છે. અહીંના ડીજીપીને હટાવી દેવાયા છે અને તમે કહો છો કે ભેદભાવ કરતા નથી. મણિપુર ભેદભાવનું સર્વોચ્ચ ઉદાહરણ બની ચુક્યું છે. આ ભેદભાવ નથી તો બીજું શું છે?
આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે ચાર દિવસ માટે મણિપુરની મુલાકાત લીધી હતી અને શાંતિ સ્થાપિત કરવાના પ્રયત્નો અંતર્ગત અલગ અલગ લોકોની મુલાકાત કરી હતી. તેમણે રાહત શિવિરોમાં મેતેઈ અને કુકી બંને સમુદાયોના પીડિતો સાથે મુલાકાત કરી હતી. તેમણે પર્યાપ્ત સુરક્ષાનું આશ્વાસ આપ્યું હતું. બેઘર થયેલા લોકોને ફરીથી વસાવવા સુધીનો પ્લાન કરશે.
 
						 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													