scorecardresearch
Premium

જે આદેશથી મણિપુર સળગ્યું હતું હાઇકોર્ટે તેને પલટી નાખ્યો, મૈતેઇને નહીં મળે એસટી નો દરજ્જો

ગત વર્ષે માર્ચ મહિનામાં હાઈકોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકારે મૈતેઇ સમાજને એસટીનો દરજ્જો આપવા અંગે વિચારણા કરવી જોઈએ. તે એક આદેશને કારણે હિંસા ભડકી હતી. હવે આ આદેશ પલટી નાખ્યો છે

Meitei community, Manipur
મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મૈતેઇ સમુદાયનો હિસ્સો છે અને તેઓ મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે (Express Photo by Abhinav Saha)

Meitei ST status : મણિપુરમાં મૈતેઇ સમુદાયને એસટીનો દરજ્જો આપતા આદેશને હાઇકોર્ટે ફેરવી તોળ્યો છે. હાઈકોર્ટનું માનવું છે કે એ આદેશને કારણે રાજ્યમાં અશાંતિ ફેલાઈ હતી. ગત વર્ષે માર્ચ મહિનામાં હાઈકોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકારે મૈતેઇ સમાજને એસટીનો દરજ્જો આપવા અંગે વિચારણા કરવી જોઈએ. તે એક આદેશને કારણે હિંસા ભડકી હતી અને કુકી સમુદાયમાં રોષ ફેલાયો હતો.

મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 200 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા

મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 200 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, ઘણા ઇજાગ્રસ્ત થયા છે, ગુનાખોરી ચરમસીમાએ પહોંચી છે. નવાઈની વાત તો એ છે કે આટલા મહિના પછી પણ જમીન પર તણાવ ઓછો થયો નથી. રોજ હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસ સાથે પણ તણાવ વધ્યો છે અને સતત હુમલા પણ થઈ રહ્યા છે. હવે આ વાત સમજીને હાઇકોર્ટે પોતાના જૂના આદેશને બદલવાનું કામ કર્યું છે.

આ પણ વાંચો – પીએમએવાય-જી મામલે મધ્ય પ્રદેશમાં કેગનો રિપોર્ટ, અયોગ્ય લાભાર્થીઓને પૈસા, એસસી/એસટીને ઓછી પ્રાથમિકતા

મણિપુરમાં ત્રણ સમુદાયો સક્રિય છે

મણિપુરમાં ત્રણ સમુદાયો સક્રિય છે. તેમાં બે પહાડો પર રહે છે જ્યારે એક ખીણમાં રહે છે. મૈતેઇ એક હિન્દુ સમુદાય છે અને તેમાંથી લગભગ 53 ટકા ખીણમાં રહે છે. અન્ય બે સમુદાયો છે નાગા અને કુકી. જે બંને આદિવાસી સમાજમાંથી આવે છે અને ટેકરીઓમાં સ્થાયી થયા છે. હવે મણિપુરનો એક કાયદો છે જે કહે છે કે મૈતેઇ સમુદાયો ફક્ત ખીણમાં જ રહી શકે છે અને તેમને પહાડો પર જમીન ખરીદવાનો કોઈ અધિકાર રહેશે નહીં. આ સમુદાય ચોક્કસપણે ઇચ્છે છે કે તેને અનુસૂચિત જાતિનો દરજ્જો મળે, પરંતુ હજી સુધી એવું થયું નથી.

આ જ માગણીને ધ્યાનમાં રાખીને કોર્ટે ગયા વર્ષે કહ્યું હતું કે રાજ્ય સરકારે મૈતેઇ સમાજની આ માગણી પર વિચાર કરવો જોઇએ. ત્યાર બાદ રાજ્યમાં હિંસા ભડકી ઉઠી છે અને હવે કેટલાય મહિનાઓ બાદ હાઇકોર્ટે પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો છે.

Web Title: Manipur high court revises order on meitei community in st status ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×