scorecardresearch
Premium

મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને પત્ર લખીને આ કામ પર વ્યક્ત કર્યો વાંધો, જેપી નડ્ડાએ આપ્યો વળતો જવાબ

Politics News : મોદી સરકાર 20 નવેમ્બરથી 25 જાન્યુઆરી સુધી દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાઢશે અને પોતાના 9 વર્ષની સિદ્ધિઓ ગણાવશે

Mallikarjun Kharge | Mallikarjun Kharge writes to PM
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (ફાઇલ ફોટો)

Kharge writes to PM : મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થયા છે અને 8 મહિના બાદ દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. મોદી સરકાર 20 નવેમ્બરથી 25 જાન્યુઆરી સુધી દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાઢશે અને પોતાના 9 વર્ષની સિદ્ધિઓ ગણાવશે. આ યાત્રામાં વરિષ્ઠ અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. સાથે જ આ મુદ્દો હવે રાજકીય ગતિ પકડી રહ્યો છે કારણ કે કોંગ્રેસે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર સંયુક્ત સચિવ, નિર્દેશક અને ઉપ સચિવના પદ પર રહેલા અધિકારીઓને રથ પ્રભારીના રૂપમાં નિયુક્તિ કરવાનો આરોપ લગાવ્યો છે. મલ્લિકાર્જુન ખડગેએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે રાજકીય પ્રચારમાં અધિકારીઓનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? તેના પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો.

પોતાના પત્રમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મોદી સરકાર હંમેશા પ્રચારમાં લાગેલી રહે છે અને જ્યારે તેમને લાગે છે કે દેશમાં તેમની વિરુદ્ધ માહોલ બની રહ્યો છે ત્યારે તેઓ આદેશ જાહેર કરે છે કે અધિકારી હવે તેમની સરકારના પ્રચાર માટે રથ પ્રભારી બનશે. ખડગેએ એમ પણ કહ્યું કે અગાઉ દેશના સૈનિકોને પણ આદેશ આપવામાં આવ્યો હતો કે તે રજા પર ઘરે જાય ત્યારે સરકારી યોજનાઓનો પ્રચાર કરે. ખડગેએ કહ્યું કે સરકારી અધિકારીનું કામ રથ કાઢવાનું નથી, કોઈ સૈનિકનું કામ સરકાર માટે પ્રચાર કરવાનું નથી.

આ પણ વાંચો –  વસુંધરા રાજેનો દબદબો અકબંધ? ભાજપની બીજી યાદીના આ પાંચ પાસાઓ પરથી સમજો રાજકીય સમીકરણ

જેપી નડ્ડાએ વળતો જવાબ આપ્યો

ખડગેના આરોપો પર પ્રતિક્રિયા આપતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે મને આશ્ચર્ય થાય છે કે કોંગ્રેસ પાર્ટી દેશની યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે તેમાં શું સમસ્યા છે. જો આ શાસનનો મૂળભૂત સિદ્ધાંત નથી, તો પછી શું છે? જેપી નડ્ડાએ કોંગ્રેસ પર પણ પ્રહાર કરતા કહ્યું કે યુદ્ધ જહાજોને ખાનગી બોટ તરીકે ઉપયોગ કરવાના વિપરિત સાર્વજનિક સંસ્થાઓનો યોગ્ય ઉપયોગ સારો છે.

Web Title: Mallikarjun kharge writes to pm on politicising of bureaucracy jp nadda replied ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×