scorecardresearch
Premium

Maharashtra NCP Crisis : કોણ ધારાસભ્ય કોની સાથે? NCP બંને જૂથો આજે દેખાડશે તાકાત, બેઠક પહેલા લાગુ કરી ડબલ વ્હિપ

Maharashtra NCP Crisis: શરદ પવાની બેઠક યથવંત રાવ ચૌવ્હાણ પ્રતિષ્ઠાન અને અજિત પવાર ગ્રૂપની બેઠક એનઈટી બ્રાંદ્રામાં થશે. શરદ પવાર તરફથી દરેક ધારાસભ્યોને વ્હિપ રજૂ કરીને તેમને ઉપસ્થિત રહેવા માટે કહ્યું છે.

Maharashtra Politics NCP Ajit Pawar Sharad Pawar
મહારાષ્ટ્ર રાજકારણ – અજીત પવાર અને શરદ પવાર – કોનું પલડું ભારે?

Maharashtra NCP Crisis : મહારાષ્ટ્રની રાજનીતિમાં આજનો દિવસે ખુબ જ મહત્વનો છે. કોણ ધારાસભ્ય કયા પક્ષની સાથે છે એ અંગે આજે બેઠકમાં નક્કી થઈ જશે. બુધારે એનસીપીના શરદ પવાર અને અજિત પવાર જૂથ વચ્ચે બેઠક છે. શરદ પવાની બેઠક યથવંત રાવ ચૌવ્હાણ પ્રતિષ્ઠાન અને અજિત પવાર ગ્રૂપની બેઠક એનઈટી બ્રાંદ્રામાં થશે. શરદ પવાર તરફથી દરેક ધારાસભ્યોને વ્હિપ રજૂ કરીને તેમને ઉપસ્થિત રહેવા માટે કહ્યું છે.

આ બેઠકમાં શક્તિપ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે અજિત પવારે મહારાષ્ટ્ર એનસીપીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યાલયમાં શરદ પવારની તસવીર લાગેલી હતી. અજિત પવારે પણ પાર્ટીના સાંસદ અને ધારાસભ્યોથી લઇને એમએલસી અને બધા જ પદાધિકારીઓને બેઠકમાં બોલાવ્યા છે.

કયા જૂથમાં કયા ધારાસભ્યો

આજે થનારી બેઠકમાં બે જૂથો તરફથી વ્હિપ રજૂ કરવામાં આવ્યું છે. શરદ પવાર જૂથ તરફથી મુખ્ય સચેતક જિતેન્દ્ર આહ્વાડે વ્હિપ રજૂ કર્યું છે. દરેક ધારાસભ્યોને વાયબી ચહ્વાણ સેન્ટર થનારી બેઠકમાં હાજર રહેવા માટે કહેવાયું છે. જ્યારે અજિત પવાર જૂથે પણ વ્હિપ રજૂ કર્યું છે. ઉલ્લેખનીય ચે કે મહારાષ્ટ્ર વિધાસભામાં એનસીપીના કુલ 54 ધારાસભ્યો છે. જનપ્રતિનિધિત્વ કાયદા અંતર્ગત પાર્ટીને તોડવા અથવા જૂથના રુપમાં માન્યતા મેળવવા માટે અજિત પવારના ઓછામાં ઓછા 36-37 ધારાસબ્યો થવા જરૂરી છે. અજિત પવાર તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેમની સાથે 42 ધારાસભ્યો છે.

બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે અજિત પવારના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ સૂત્રોનો દાવો છે કે રાજભવનમાં શપથ લેનારા એનસીપીના 9 ધારાસભ્યો ઉપરાંત 23 ધારાસભ્યો પણ ત્યાં હાજર હતા. એટલે કે તેમની કુલ સંખ્યા 32 થાય છે. જો ટૂટ માટે જરૂરી બે તૃતિયાંશની સંખ્યાથી ઓછી છે. એટલા માટે 2 ધારાસભ્ય મકરંદ પાટીલ અને બાલાસાહેબ પાટીલ પરત શરદ પવાર પાસે પરત ફર્યા હતા.

આ પણ વાંચોઃ- Maharashtra Political NCP : મહારાષ્ટ્રના ‘મહાભારત’માં હવે શું થશે? રાજકારણમાં કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર બંનેમાંથી કોણ શક્તિશાળી, 5 પોઇન્ટમાં સમજો

શું હોય છે વ્હિપ?

જ્યારે પાર્ટી તરફથી ખાસ મુદ્દા ઉપર બેઠક બોલાવવામાં આવે છે અથવા સદનમાં ફ્લોર ટેસ્ટ અથવા કોઈ બિલના વિરોધ કે સમર્થન જેવા મહત્વપૂર્ણ મામલાઓમાં પાર્ટી પોતાના ધારાસભ્યો માટે વ્હિપ રજૂ કરે છે. ઉલ્લેખનીય છે કે વ્હીપ ધારાસભ્યોને ક્રોસ વોટિંગથી રોકવા માટે રજૂ કરવામાં આવે છે. વ્હિપ કોઈપણ રાજકીય દળનો એક અધિકારી હોય છે જેનું કામ ધારાસભ્યોમાં પાર્ટી અનુશાસન સુનિશ્ચિત કરવાનું કામ હોય છે.

સામાન્ય ભાષામાં સમજીએ તો એ સુનિશ્ચિત કરવાનું છે કે પાર્ટીના સભ્યો પોતાની વ્યક્તિગત વિચારધારા અથવા પોતાની ઇચ્છા પ્રમાણે નહીં પરંતુ પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો અથવા નિર્ણયોને અનુસરે. વ્હિપ ત્રણ પ્રકારના હોય છે. જેમાં લાઇન વ્હિપમાં સભ્યોને નિર્દેશ આપવામાં આવે છે કે તેઓ વોટિંગ સમયે સદનમાં હાજર રહે અને આ વોટિંગ માટે ખાસ નિર્દેશ રજૂ કરવામાં આવે છે.

Web Title: Maharashtra ncp crisis mla both factions of ncp will show strength today news

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×