scorecardresearch
Premium

Maharashtra : મહારાષ્ટ્રના સરકારી દવાખાનામાં 24 કલાકમાં 24 મોતથી હાહાકાર, શિંદે સરકારે તપાસના આદેશ આપ્યા, વિપેક્ષના આકરા પ્રહાર

Maharashtra Nanded 24 Deaths In Hospital : મહરાષ્ટ્રના નાંદેડ જિલ્લાની એક હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોના મોતથી હાહાકાર મચ્યો છે. આ ઘટનાથી મહારાષ્ટ્રમાં રાજકારણ પણ ગરમાયું અને વિપક્ષે એકનાથ શિંદ સરકાર પર નિશાન સાધ્યું

MAHARASHTRA | NANDED | DEATH HOSPITAL |
નાંદેડની હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે. (પ્રતિનિધિત્વ ફાઇલ ફોટો)

Maharashtra’s 24 Deaths In 24 hours At Government Hospital OF Nanded : મહારાષ્ટ્ના નાંદેડ જિલ્લામાં 24 કલાકમાં 24 લોકોના મોતથી હાહાકાર મચ્યો છે. મહારાષ્ટ્રના નાંદેડમાં આવેલ ડૉ. શંકરરાવ ચવ્હાણ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં શનિવાર અને રવિવાર દરમિયાન 24 કલાકમાં 12 નવજાત શિશુઓ સહિત 24 લોકોના મોત થયા છે. શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલના અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, દવાઓની અછતને કારણે મૃત્યુ થયા છે. હોસ્પિટલના ડીને કહ્યું કે મૃત્યુ પામેલા 12 બાળકોમાં છ છોકરીઓ અને છ છોકરાઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે મૃત્યુ પામેલા 12 પુખ્ત વયના લોકો સાપ કરડવા સહિત વિવિધ રોગોથી મૃત્યુ પામ્યા હતા. શિંદે સરકારે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

80 કિમીના વિસ્તારમાં માત્ર એક હોસ્પિટલ

અધિકારીઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલ માત્ર એક જ સારવાર કેન્દ્ર છે, પરંતુ દર્દીઓ વિવિધ વિસ્તારોમાંથી આવે છે કારણ કે તે 70-80 કિમીની ત્રિજ્યામાં એકમાત્ર હેલ્થકેર કેન્દ્ર છે. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા કેટલીકવાર સંસ્થાના બજેટ કરતાં વધી જાય છે અને તેથી દવાઓની અછત ઊભી થાય છે. ઉપરાંત હોસ્પિટલના ઘણા સ્ટાફની બદલી કરવામાં આવી હતી તે પણ એક કારણ છે.

સરકારી હોસ્પિટલના ડીને જણાવ્યું કે હોસ્પિટલે હાફકાઈન નામની સંસ્થા પાસેથી દવાઓ ખરીદવાની હતી, પરંતુ આવું થયું નહીં. તેમણે કહ્યું કે દવાઓ સ્થાનિક દુકાનોમાંથી ખરીદીને દર્દીઓને આપવામાં આવતી હતી.

વિપક્ષે શિંદે સરકાર પર નિશાન સાધ્યું

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રવક્તા વિકાસ લવાંડેએ ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યુ કે, મહારાષ્ટ્રના નાંદેડની એક સરકારી હોસ્પટિલમાં 24 કલાકમાં 12 નવજાત શિશુ સહિત 24 લોકોના મોત માત્ર સપ્લાયના લીધે થઇ નથી. તહેવારો અને યોજનાઓની જાહેરાત કરનાર સરકારને શરમ આવવી જોઈએ.”

આ પણ વાંચો | કર્ણાટકના શિવમોગ્ગામાં સાંપ્રદાયિક તણાવ બાદ કલમ 144 લાગુ, 60 લોકોની ધરપકડ; મૈસૂરના શાસક ટીપુ સુલતાન સંબંધિત છે મામલો

શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકારની ટીકા કરી અને કહ્યું, “કૃપા કરીને તેમને મૃત્યુ ન કહો, રાજ્ય સરકારની સંપૂર્ણ બેદરકારીને કારણે આ ગેરબંધારણીય હત્યા છે.” તેમણે રાજ્ય સરકાર પર પ્રભાવશાળી કાર્યક્રમો અથવા વિદેશ પ્રવાસોના આયોજનમાં વ્યસ્ત રહેવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે તેઓ ભૂલી ગયા છે કે તેમનું મૂળ કામ રાજ્યની સેવા કરવાનું છે.

Web Title: Maharashtra nanded hospital 24 deaths in 24 hours eknath shinde government as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×