scorecardresearch
Premium

મજાક-મજાકમાં, એર કોમ્પ્રેસરથી છોકરાના રેક્ટમમાં હવા ભરી દીધી, મસ્તી ભારે પડી, થયું મોત

Death filling rectum with air compressor : મહારાષ્ટ્ર (Maharashtra) માં એક સગીર યુવકનું મજાક મસ્તીમાં મોત થયું છે, છોકરાના ગુદામાર્ગમાં એર કોમ્પ્રેસરથી હવા ભરી દેતા પેટમાં ઈજા પહોંચી અને થયું મોત.

Death filling rectum with air compressor maharashtra
મજાકમાં ગુદામાર્ગે એર કોમ્પ્રેશરથી હવા ભરી દેતા યુવકનું મોત

મહારાષ્ટ્રના પુણેમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં મનોરંજન માટે જે મજાક કરવામાં આવી હતી, જે છોકરાના મોતનું કારણ બની હતી. વાસ્તવમાં, આ ઘટના પુણેના હડપસર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બની હતી, જ્યાં એક છોકરાએ ફૂડ પ્રોસેસિંગ યુનિટના ત્રીજા માળે ‘રમતમાં’ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ઘટના સોમવારે સવારે 10.30 વાગ્યે બની હતી. ત્રીજા માળે ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં, મોતીલાલ સાહુ નામના છોકરાના દૂરના સગાએ મજાક-મજાકમાં છોકરાના ગુદામાર્ગમાં એર કોમ્પ્રેસરથી હવા ભરી દીધી. જેના કારણે છોકરાને આંતરિક ઈજાઓ થઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું.

મૃતક મોતીલાલ બાબુલાલ સાહુ 16 વર્ષનો હતો. પોલીસે તેના સંબંધી ધીરજ સિંહ ગોપાલ સિંહ ગોંડ (21 વર્ષ) ની ધરપકડ કરી છે. ધીરજ ફૂડ પ્રોસેસિંગ યુનિટનો કર્મચારી છે. હડપસર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રવિન્દ્ર સાલ્કેએ જણાવ્યું હતું કે, સાહુનું મોત આંતરિક ઇજાઓને કારણે થયું હતું. તેના કાકા શંકરદિન સાહુએ આ મામલે FIR નોંધાવી છે. શંકરદિન સાહુ પણ આ જ કંપનીમાં કામ કરે છે અને કર્મચારીઓના ક્વાર્ટરમાં રહે છે. પોલીસે આ મામલામાં આઈપીસીની કલમ 304 એ હેઠળ એફઆઈઆર નોંધી છે.

મોતને ભેટનાર છોકરો અને આરોપી, એક ગામના રહેવાસીઓ

પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, મૃતક મોતીલાલ સાહુ અને ધીરજ સિંહ ગોંડ બંને એમપીના ઉમરિયાના માનપુર ગામના રહેવાસી છે. બે વર્ષ પહેલા મોતીલાલ પુણે આવ્યા અને તેમના કાકા શંકરદિન સાથે રહેવા લાગ્યા. મોતીલાલ કંપનીના કર્મચારી ન હતા પરંતુ, તે પરિસરમાં અવારનવાર આવતા હતા અને તેથી તે બધા કામદારોને ઓળખતા હતા. મોતીલાલ અને ગોંડ પણ છેલ્લા બે મહિનામાં સારા મિત્રો બની ગયા હતા.

કંપની લોટ અને વિવિધ પ્રકારના લોટ બનાવે છે

પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જે ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં મોતીલાલ સાહુનું મૃત્યુ થયું હતું, ત્યાં વિવિધ પ્રકારના અનાજનો લોટ બનાવવામાં આવે છે. જેના કારણે અહીં લોટ ઉડતો રહે છે. જેને એર કોમ્પ્રેસરના ઉપયોગથી જમીન અને મશીનોમાંથી સાફ કરવામાં આવે છે.

આ પણ વાંચોCyclone Michaung Updates: ચક્રવાત મિચોંગ અપડેટ્સ: ચેન્નાઇ પાણીમાં ગરકાવ, વીજળી ડૂલ, આજે પણ શાળા-કોલેજો બંધ

તેમણે જણાવ્યું કે, ધીરેન્દ્ર ગોંડ સોમવારે એર કોમ્પ્રેસર વડે મશીન અને ફ્લોર સાફ કરી રહ્યો હતો, ત્યારે મોતીલાલ ત્યાં આવ્યો. બંનેએ ત્યાં વાત કરવાનું શરૂ કર્યું અને એકબીજાને ચીડવવા લાગ્યા. વાતચીત દરમિયાન ધીરેન્દ્રએ મોતીલાલના ગુદામાર્ગમાં એર કોમ્પ્રેસર પાઇપ નાખી દીધી. મોતીલાલના ગુદામાર્ગમાંથી હવા તેના પેટમાં જતાં જ તે બેભાન થઈ ગયો અને જમીન પર પડ્યો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું હતુ.

Web Title: Maharashtra death by joke air compressor air in rectum internal injuries and death jsart import km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×